Petlad: 22 વર્ષની યુવતી પર નરાધમે આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપ્યો
ઘાસચારો લેવા ગયેલી યુવતી ઉપર આચર્યુ દુષ્કર્મયુવતી ગર્ભવતી બનતા સમગ્ર ભાંડો ફૂટ્યો પોલીસે આરોપીને પકડીને જેલમાં ધકેલ્યો પેટલાદના ધર્મજથી માણેજ જવાના હાઈવે રસ્તા નજીક કાણીયા ગામ આવેલું છે. આ ગામની અંદર 22 વર્ષની યુવતી જ્યારે ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી ત્યારે આ ગામમાં રહેતો ભરત જેસંગભાઈ તળપદાએ એક 22 વર્ષની યુવતી ઉપર પોતાની નજર બગાડી હતી અને આ યુવતીને પામવા માટે તે તેણીનો પીછો કરતો હતો. તે દરમિયાન એક દિવસ સવારના 10 વાગ્યાના સમયે યુવતી કાણીયા ગામની સીમમાં પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળી હતી. યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું યુવતી ઘાસચારો લેવા માટે જતી હતી. તે દરમિયાન ભરત તળપદા તેણીનો પીછો કરી પાછળ પાછળ ગયો હતો અને યુવતીને પાછળથી પકડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને આ બાબતની વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી ડરી ગયેલી યુવતીએ પોતાના ઘરે આવીને આ બાબતની જાણ કોઈને કરી ન હતી. યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા ત્યારબાદ ભરત તળપદા જ્યારે યુવતી ઘરની બહાર જાય ત્યારે તેણીનો પીછો કરતો હતો. થોડાક સમય પહેલા યુવતી ખેતરમાં જવા માટે નીકળી હતી, ત્યારે યુવતીનો પીછો કરી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બીજી બાજુ યુવતીઓની તબિયત સારી રહેતી ન હોવાને કારણે પરિવારજનોએ તેણીને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યાં જાણવા મળ્યું યુવતી ગર્ભવતી છે. જેને લઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને પોતાની પુત્રીની પ્રેમપૂર્વક પુછપરછ કરતાં સઘળી હકીકત બહાર આવવા પામી હતી. પોલીસે દુષ્કર્મ આચરનારને જેલના સળિયા પાછળ ધકેલ્યો ભરત તળપદાએ અવારનવાર દુષ્કર્મ આચરવાથી યુવતીને ગર્ભ રહી જવા પામ્યો હતો. જેને લઈને પરિવારજનોએ પોતાની પુત્રીને સાથે રાખી પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક ભરત જેસંગભાઈ તળપદા વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઘાસચારો લેવા ગયેલી યુવતી ઉપર આચર્યુ દુષ્કર્મ
- યુવતી ગર્ભવતી બનતા સમગ્ર ભાંડો ફૂટ્યો
- પોલીસે આરોપીને પકડીને જેલમાં ધકેલ્યો
પેટલાદના ધર્મજથી માણેજ જવાના હાઈવે રસ્તા નજીક કાણીયા ગામ આવેલું છે. આ ગામની અંદર 22 વર્ષની યુવતી જ્યારે ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી ત્યારે આ ગામમાં રહેતો ભરત જેસંગભાઈ તળપદાએ એક 22 વર્ષની યુવતી ઉપર પોતાની નજર બગાડી હતી અને આ યુવતીને પામવા માટે તે તેણીનો પીછો કરતો હતો. તે દરમિયાન એક દિવસ સવારના 10 વાગ્યાના સમયે યુવતી કાણીયા ગામની સીમમાં પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળી હતી.
યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું
યુવતી ઘાસચારો લેવા માટે જતી હતી. તે દરમિયાન ભરત તળપદા તેણીનો પીછો કરી પાછળ પાછળ ગયો હતો અને યુવતીને પાછળથી પકડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને આ બાબતની વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી ડરી ગયેલી યુવતીએ પોતાના ઘરે આવીને આ બાબતની જાણ કોઈને કરી ન હતી.
યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા
ત્યારબાદ ભરત તળપદા જ્યારે યુવતી ઘરની બહાર જાય ત્યારે તેણીનો પીછો કરતો હતો. થોડાક સમય પહેલા યુવતી ખેતરમાં જવા માટે નીકળી હતી, ત્યારે યુવતીનો પીછો કરી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બીજી બાજુ યુવતીઓની તબિયત સારી રહેતી ન હોવાને કારણે પરિવારજનોએ તેણીને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યાં જાણવા મળ્યું યુવતી ગર્ભવતી છે. જેને લઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને પોતાની પુત્રીની પ્રેમપૂર્વક પુછપરછ કરતાં સઘળી હકીકત બહાર આવવા પામી હતી.
પોલીસે દુષ્કર્મ આચરનારને જેલના સળિયા પાછળ ધકેલ્યો
ભરત તળપદાએ અવારનવાર દુષ્કર્મ આચરવાથી યુવતીને ગર્ભ રહી જવા પામ્યો હતો. જેને લઈને પરિવારજનોએ પોતાની પુત્રીને સાથે રાખી પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક ભરત જેસંગભાઈ તળપદા વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.