Rajkot: ફટાકડા ફોડવા બાબતે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
રાજકોટના સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જામનગર રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા આજે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યાને અંજામ આપ્યો હતો એક તરફ ગઈકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ આ ખુશીનો તહેવાર રાજકોટના સરવૈયા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. રાજકોટ શહેરમાં દિવાળીની રાત લોહિયાળ બની હતી. શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક મોડી રાત્રીના સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમાં બલીસ પાજીદા ધાબાના સંચાલક બલી દ્વારા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી. જયારે આ માથાકૂટમાં અન્ય બે યુવાન ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ આ ખુશીનો તહેવાર રાજકોટના સરવૈયા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. દિવાળીના દિવસે રાત્રીના 3 વાગ્યા બાદ રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટ લોહિયાળ બની હતી. અમનદિપ ઉર્ફે બલી દ્વારા માથાકૂટ કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં કાર્તિક સરવૈયા, કેતન વોરા અને પ્રકાશ સરવૈયા નામના યુવાન સાથે રાજકોટના બલીસ પંજાબી ધાબાના સંચાલક અમનદિપ ઉર્ફે બલી દ્વારા માથાકૂટ કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાર્તિક સરવૈયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું જયારે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. હત્યામાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અમનદિપ ઉર્ફે બલી હત્યા ને અંજામ આપી નાસી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતો. મરણજનાર તેમજ સાહેદોને ફટાકડાં ફોડવા બાબતે આરોપી સાથે ઝઘડો થયેલ અને તુરંત સમાધાન થઈ ગયેલ પરંતુ તેના અડધાં કલાક પછી મરણજનાર જ્યાં ફટાકડાં ફોડતા હતા ત્યાં આરોપી અમનદીપ ઉર્ફે બલી પોતાની ઇનોવા કાર લઈને આવેલ અને મરણજનાર યુવક તેમજ સાહેદો પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી બાદ છરી વડે ઈજા કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જામનગર રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા આજે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી.
ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યાને અંજામ આપ્યો હતો
એક તરફ ગઈકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ આ ખુશીનો તહેવાર રાજકોટના સરવૈયા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો.
રાજકોટ શહેરમાં દિવાળીની રાત લોહિયાળ બની હતી. શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક મોડી રાત્રીના સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમાં બલીસ પાજીદા ધાબાના સંચાલક બલી દ્વારા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી. જયારે આ માથાકૂટમાં અન્ય બે યુવાન ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ આ ખુશીનો તહેવાર રાજકોટના સરવૈયા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. દિવાળીના દિવસે રાત્રીના 3 વાગ્યા બાદ રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટ લોહિયાળ બની હતી.
અમનદિપ ઉર્ફે બલી દ્વારા માથાકૂટ કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો
જેમાં કાર્તિક સરવૈયા, કેતન વોરા અને પ્રકાશ સરવૈયા નામના યુવાન સાથે રાજકોટના બલીસ પંજાબી ધાબાના સંચાલક અમનદિપ ઉર્ફે બલી દ્વારા માથાકૂટ કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાર્તિક સરવૈયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું જયારે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. હત્યામાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અમનદિપ ઉર્ફે બલી હત્યા ને અંજામ આપી નાસી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતો.
મરણજનાર તેમજ સાહેદોને ફટાકડાં ફોડવા બાબતે આરોપી સાથે ઝઘડો થયેલ અને તુરંત સમાધાન થઈ ગયેલ પરંતુ તેના અડધાં કલાક પછી મરણજનાર જ્યાં ફટાકડાં ફોડતા હતા ત્યાં આરોપી અમનદીપ ઉર્ફે બલી પોતાની ઇનોવા કાર લઈને આવેલ અને મરણજનાર યુવક તેમજ સાહેદો પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી બાદ છરી વડે ઈજા કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.