Valsad: નાણામંત્રી કનુ દેસાઈએ કરોડોના ખર્ચે બનેલા 2 બ્રિજનું કર્યુ લોકાર્પણ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી ઉંમરસાડીને જોડતો ઓવરબ્રિજ 24 કરોડના ખર્ચે બન્યો તો બગવાડાથી ટૂકવાડાને જોડતો ઓવરબ્રિજ 61 કરોડના ખર્ચે બન્યો છે, જેનું રાજ્યના નાણામંત્રી તેમજ જિલ્લાના સાંસદ ધવલ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકો માટે બંને બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા છે.કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અવરજવર કરતા લોકો માટે લાભદાયી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી શહેરથી પારડી ઉમરસાડી, ઉમરસાડી માછીવાડ તેમજ પાંચથી વધુ ગામો અને નેશનલ હાઈવે 48ને કનેક્ટ થતો રેલવે ઓવરબ્રિજ 24 કરોડના ખર્ચે બન્યો તો બીજી તરફ બગવાડાથી ટૂકવાડાને જોડતો નેશનલ હાઈવે 48ના ઉપરથી પસાર થતો 61 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ 10થી વધુ ગામ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અવરજવર કરતા લોકો માટે લાભદાયી બનશે. તેમજ નેશનલ હાઈવે 48 ઉપર મુંબઈ અમદાવાદ તરફ જવા માટે સરળ બનશે. આ બંને ઓવરબ્રિજનું નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે લોકાર્પણ થયા બાદ સ્થાનિક ગામ લોકોએ તેઓના આભાર માન્યો હતો. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગામના લોકો, રેલવે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઓલપાડમાં બ્રિજ બનાવવા મળી મંજૂરી બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકાના ગામો ચોર્યાસી તાલુકાના કાંઠાવિસ્તાર સાથે સીધા સામાજીક અને આર્થિક રીતે જોડાયેલા છે. જેને લઈ આ ગામોના લોકોએ ઓલપાડથી દાંડી અને ચોર્યાશીના ગામો જવા માટે હાલ 20 કિમિથી વધુનો ચકરાવો ફરવો પડી રહો છે, પરંતુ કોંગ્રેસના શાસનમાં લાખોના ખર્ચે એક બ્રિજ બનાવ્યો હતો, પરંતુ તે કોઈ કારણોસર બ્રિજ હાલ પણ અધુરો છે. જેને લઈ બ્રિજની માગ વર્ષોથી પ્રબળ બનતા મંત્રી મુકેશ પટેલને સ્થાનિકો દ્વારા રજુઆત કરતા 27 કરોડથી વધુના ખર્ચે બ્રિજ મંજૂર કરતા આજે ભૂમિપુજન કરતાં કાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 42 ગામના લોકોને થશે લાભ આજે કાર્યકમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બ્રિજ બન્યા બાદ દેલાસા અને આસપાસના કાંઠા વિસ્તારના 26 ગામ તથા તાલુકાના અન્ય 18 ગામ મળીને કુલ 42 ગામની કુલ 72,610ની વસ્તી છે કે જેઓ નોકરીધંધા અર્થે હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં રોજ અવર-જવર કરે છે, જેના માટે લાંબુ અંતર કાપવું પડે છે. આ બ્રિજ બનવાથી આશરે 21.50 કિલોમીટર જેટલું અંતર ઘટશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી ઉંમરસાડીને જોડતો ઓવરબ્રિજ 24 કરોડના ખર્ચે બન્યો તો બગવાડાથી ટૂકવાડાને જોડતો ઓવરબ્રિજ 61 કરોડના ખર્ચે બન્યો છે, જેનું રાજ્યના નાણામંત્રી તેમજ જિલ્લાના સાંસદ ધવલ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકો માટે બંને બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અવરજવર કરતા લોકો માટે લાભદાયી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી શહેરથી પારડી ઉમરસાડી, ઉમરસાડી માછીવાડ તેમજ પાંચથી વધુ ગામો અને નેશનલ હાઈવે 48ને કનેક્ટ થતો રેલવે ઓવરબ્રિજ 24 કરોડના ખર્ચે બન્યો તો બીજી તરફ બગવાડાથી ટૂકવાડાને જોડતો નેશનલ હાઈવે 48ના ઉપરથી પસાર થતો 61 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ 10થી વધુ ગામ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અવરજવર કરતા લોકો માટે લાભદાયી બનશે. તેમજ નેશનલ હાઈવે 48 ઉપર મુંબઈ અમદાવાદ તરફ જવા માટે સરળ બનશે. આ બંને ઓવરબ્રિજનું નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે લોકાર્પણ થયા બાદ સ્થાનિક ગામ લોકોએ તેઓના આભાર માન્યો હતો. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગામના લોકો, રેલવે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ઓલપાડમાં બ્રિજ બનાવવા મળી મંજૂરી
બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકાના ગામો ચોર્યાસી તાલુકાના કાંઠાવિસ્તાર સાથે સીધા સામાજીક અને આર્થિક રીતે જોડાયેલા છે. જેને લઈ આ ગામોના લોકોએ ઓલપાડથી દાંડી અને ચોર્યાશીના ગામો જવા માટે હાલ 20 કિમિથી વધુનો ચકરાવો ફરવો પડી રહો છે, પરંતુ કોંગ્રેસના શાસનમાં લાખોના ખર્ચે એક બ્રિજ બનાવ્યો હતો, પરંતુ તે કોઈ કારણોસર બ્રિજ હાલ પણ અધુરો છે. જેને લઈ બ્રિજની માગ વર્ષોથી પ્રબળ બનતા મંત્રી મુકેશ પટેલને સ્થાનિકો દ્વારા રજુઆત કરતા 27 કરોડથી વધુના ખર્ચે બ્રિજ મંજૂર કરતા આજે ભૂમિપુજન કરતાં કાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
42 ગામના લોકોને થશે લાભ
આજે કાર્યકમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બ્રિજ બન્યા બાદ દેલાસા અને આસપાસના કાંઠા વિસ્તારના 26 ગામ તથા તાલુકાના અન્ય 18 ગામ મળીને કુલ 42 ગામની કુલ 72,610ની વસ્તી છે કે જેઓ નોકરીધંધા અર્થે હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં રોજ અવર-જવર કરે છે, જેના માટે લાંબુ અંતર કાપવું પડે છે. આ બ્રિજ બનવાથી આશરે 21.50 કિલોમીટર જેટલું અંતર ઘટશે.