Gujarat CM ગૌમાતા પોષણ યોજનામા રાજયની 33 ગૌશાળા/પાંજરાપોળને પશુ નિભાવ સહાય ચૂકવાઈ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦,૬૦૦ થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯.૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી આટલું જ નહિ, ઓકટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે તા. ૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌસેવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ. ૧૭૧.૦૫ કરોડની સહાય આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ. ૧૭૧.૦૫ કરોડની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. પશુપાલનને સરકારે પ્રાધ્યન આપ્યું અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦,૬૦૦ થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯.૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
આટલું જ નહિ, ઓકટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે તા. ૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌસેવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ. ૧૭૧.૦૫ કરોડની સહાય
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ. ૧૭૧.૦૫ કરોડની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.
પશુપાલનને સરકારે પ્રાધ્યન આપ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.