Mehsana: કંડક્ટરે બસમાં ગંદકી ન કરવા કહેતા મુસાફરો મોપેડ લઈ પીછો કરીયો

મહેસાણા રાધનપુર રોડ પરથી પસાર થતી સરકારી એસટી બસ પર મોપેડ સવાર 2 અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ રાપરથી ઉપડેલી GJ-18 Z 6363 નંબરની રાપર વડોદરા એસટી બસમાં રાધનપુરથી એક મુસાફર બસમાં બેઠો હતો.જેને મુસાફરી દરમિયાન બસના અન્ય મુસાફરો અને કંડકટર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યાં રસ્તામાં ગંદકી કરવા મામલે કંડક્ટરે તે મુસાફરને ટકોર કરી બસમાં નાખેલો કચરો ઉપડાવી લીધો હતો. બાદમાં આ મુસાફર ધીણોજ ગામે ઉતરી ગયો હતો. જેને કંડક્ટરે કરેલી ટકોરની અદાવત રાખી તે તેના અન્ય એક સાગરીત સાથે મોપેડ પર એસ.ટી.બસનો પીછો કરી મહેસાણા રાધનપુર રોડ પર આવેલ કાશીવિશ્વનાથ મંદિર પાસે બસના કંડકટરને ચાલુ બસ હોવા છતાં અપશબ્દો બોલી ભયનો માહોલ ઉભો કર્યો હતો. જેથી આ ઘટનાનો કંડક્ટરે પોતાના મોબાઇલમાં વીડિયો બનાવતા સામેના શખ્સોએ બસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. ચાલુ વાહને બસ પર પથ્થરમારો કરતા શખ્સોને કારણે બસના મુસાફરો પર ખતરો ઉભો થયો હતો, જેથી બસ ડ્રાઇવરે બસ ભગાવી પોલીસને જાણ કરી હતી. જે બાદ હુમલાખોર મોપેડ પર ત્યાંથી ભાગી જઈ ફરાર થયા હતા. પથ્થરમારામાં બસના કાચ તૂટીને મુસાફરી પર પડતા કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે બનાવ અંગે મહેસાણા બી-ડિવિઝન પોલીસે બસ કંડકટરની ફરિયાદ લઈ બસ પર હુમલો કરતા ધીણોજ પંથકના અજાણ્યા બે સામે ગુનો નોંધી તેમને શોધી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

Mehsana: કંડક્ટરે બસમાં ગંદકી ન કરવા કહેતા મુસાફરો મોપેડ લઈ પીછો કરીયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા રાધનપુર રોડ પરથી પસાર થતી સરકારી એસટી બસ પર મોપેડ સવાર 2 અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ રાપરથી ઉપડેલી GJ-18 Z 6363 નંબરની રાપર વડોદરા એસટી બસમાં રાધનપુરથી એક મુસાફર બસમાં બેઠો હતો.

જેને મુસાફરી દરમિયાન બસના અન્ય મુસાફરો અને કંડકટર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યાં રસ્તામાં ગંદકી કરવા મામલે કંડક્ટરે તે મુસાફરને ટકોર કરી બસમાં નાખેલો કચરો ઉપડાવી લીધો હતો. બાદમાં આ મુસાફર ધીણોજ ગામે ઉતરી ગયો હતો. જેને કંડક્ટરે કરેલી ટકોરની અદાવત રાખી તે તેના અન્ય એક સાગરીત સાથે મોપેડ પર એસ.ટી.બસનો પીછો કરી મહેસાણા રાધનપુર રોડ પર આવેલ કાશીવિશ્વનાથ મંદિર પાસે બસના કંડકટરને ચાલુ બસ હોવા છતાં અપશબ્દો બોલી ભયનો માહોલ ઉભો કર્યો હતો. જેથી આ ઘટનાનો કંડક્ટરે પોતાના મોબાઇલમાં વીડિયો બનાવતા સામેના શખ્સોએ બસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. ચાલુ વાહને બસ પર પથ્થરમારો કરતા શખ્સોને કારણે બસના મુસાફરો પર ખતરો ઉભો થયો હતો, જેથી બસ ડ્રાઇવરે બસ ભગાવી પોલીસને જાણ કરી હતી. જે બાદ હુમલાખોર મોપેડ પર ત્યાંથી ભાગી જઈ ફરાર થયા હતા. પથ્થરમારામાં બસના કાચ તૂટીને મુસાફરી પર પડતા કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

જ્યારે બનાવ અંગે મહેસાણા બી-ડિવિઝન પોલીસે બસ કંડકટરની ફરિયાદ લઈ બસ પર હુમલો કરતા ધીણોજ પંથકના અજાણ્યા બે સામે ગુનો નોંધી તેમને શોધી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.