Nadiadમાં કાંસ પર બનેલી દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો, વેપારીઓ મૂકાયા ચિંતામાં
નડિયાદમાં નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા વેપારીઓને નોટીસ ફટકારી છે,જેમાં સરદાર ભુવનની 46 દુકાનો 15 દિવસમાં ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે,વેપારીઓ રિપોર્ટ જોઈને ગભરાઈ ગયા હતા કેમકે રિપોર્ટ નેગેટીવ હતો,ત્યારે નગરપાલિકાના સ્ટાફ દ્વારા તમામ વેપારીઓને નોટીસ ફટકારી છે તેમજ સમયપ્રમાણે દુકાન ખાલી કરાવવા માટે સૂચનો પણ આપ્યા છે.રિપોર્ટ નેગેટિવ આવતા નગરપાલિકાએ ફટકારી નોટિસ. જોખમી અને જર્જરિત દુકાનોને ખાલી કરવા તંત્ર એક્શનમાં જોખમી અને જર્જરિત દુકાનોને ખાલી કરવા તંત્ર કામે લાગ્યું છે જેમાં તમામ દુકાનો નગરપાલિકાને સોંપવા માટે આદેશ કરાયો છે.નડિયાદની 46 દુકાનોને ખાલી કરવા નગરપાલિકાએ નોટિસ આપી છે,સરદાર પટેલ સ્ટેચ્યુ નજીકની સરદાર ભુવનની 46 દુકાનોને 15 દિવસમાં ખાલી કરવા નોટિસ અફાઈ છે.આ દુકાનો જોખમી અને જર્જરીત થઈ ગઈ હોવાથી સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો,બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના સ્ટ્રકચરલ ઑડિટ રિપોર્ટમાં કાંસનું સ્ટ્રક્ચર નબળું હોવાનું સામે આવ્યું છે,તો ભાડાની મુદત પૂર્ણ થઈ હોવાથી દુકાનો ખાલી અને ખૂલ્લી કરવા નગરપાલિકાને સોંપવા આદેશ કર્યો છે.આગામી સમયમાં જાનમાલને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિને લઈને આપવામાં આવી છે નોટિસ. દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ ૪૬ દુકાનોના ભાડૂઆતોને રજિસ્ટર એડીથી ૧૫ દિવસમાં દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ કરી છે. પાલિકાએ નોટિસમાં ઉલ્લેખ્યું છે કે, દુકાનોના સ્લેબની સ્ટેબિલિટી ન હોવાથી દુકાનોની સ્ટેબિલિટી ચેક કરવાનું મહત્વ રહેતું નથી. તેમ છતાં દુકાનોની સ્ટેબિલિટી ચકાસતા સુપર સ્ટ્રક્ચર પણ નબળું જણાઈ આવ્યું છે. આ વિગતો ધ્યાને લઈ પાલિકા દ્વારા અગાઉની નોટિસો ટાંકી, પાલિકાની સામાન્ય સભાનો ઠરાવ પણ નોટિસ સાથે જોડયો છે. નડિયાદમાં રોડ તૂટયોનડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલથી સ્મશાન સુધીનો માર્ગ ત્રણેક મહિના અગાઉ રૂ. 2.41 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે, આ રોડ ટૂંકાગાળામાં જ તૂટવાની શરૂઆત થતાં આ મામલે માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી. માર્ગની સાઇડમાં નાખવામાં આવેલા બ્લોક પણ લેવલીંગ વગર જ નાખ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દોડતું થયું હતું.કિડની હોસ્પિટલથી સ્મશાન સુધી ત્રણેક મહિના અગાઉ જ નવો સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક નાખવાના કામમાં રસ્તાના લેવલિંગ બાબતે, સોસાયટી અને એપ્રોચ રોડની બાબતે તથા અન્ય બાબતોમાં બેજવાબદારીપણું દાખવી રસ્તો સરખો બનાવ્યો ન હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદમાં નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા વેપારીઓને નોટીસ ફટકારી છે,જેમાં સરદાર ભુવનની 46 દુકાનો 15 દિવસમાં ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે,વેપારીઓ રિપોર્ટ જોઈને ગભરાઈ ગયા હતા કેમકે રિપોર્ટ નેગેટીવ હતો,ત્યારે નગરપાલિકાના સ્ટાફ દ્વારા તમામ વેપારીઓને નોટીસ ફટકારી છે તેમજ સમયપ્રમાણે દુકાન ખાલી કરાવવા માટે સૂચનો પણ આપ્યા છે.રિપોર્ટ નેગેટિવ આવતા નગરપાલિકાએ ફટકારી નોટિસ.
જોખમી અને જર્જરિત દુકાનોને ખાલી કરવા તંત્ર એક્શનમાં
જોખમી અને જર્જરિત દુકાનોને ખાલી કરવા તંત્ર કામે લાગ્યું છે જેમાં તમામ દુકાનો નગરપાલિકાને સોંપવા માટે આદેશ કરાયો છે.નડિયાદની 46 દુકાનોને ખાલી કરવા નગરપાલિકાએ નોટિસ આપી છે,સરદાર પટેલ સ્ટેચ્યુ નજીકની સરદાર ભુવનની 46 દુકાનોને 15 દિવસમાં ખાલી કરવા નોટિસ અફાઈ છે.આ દુકાનો જોખમી અને જર્જરીત થઈ ગઈ હોવાથી સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો,બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના સ્ટ્રકચરલ ઑડિટ રિપોર્ટમાં કાંસનું સ્ટ્રક્ચર નબળું હોવાનું સામે આવ્યું છે,તો ભાડાની મુદત પૂર્ણ થઈ હોવાથી દુકાનો ખાલી અને ખૂલ્લી કરવા નગરપાલિકાને સોંપવા આદેશ કર્યો છે.આગામી સમયમાં જાનમાલને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિને લઈને આપવામાં આવી છે નોટિસ.
દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ
૪૬ દુકાનોના ભાડૂઆતોને રજિસ્ટર એડીથી ૧૫ દિવસમાં દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ કરી છે. પાલિકાએ નોટિસમાં ઉલ્લેખ્યું છે કે, દુકાનોના સ્લેબની સ્ટેબિલિટી ન હોવાથી દુકાનોની સ્ટેબિલિટી ચેક કરવાનું મહત્વ રહેતું નથી. તેમ છતાં દુકાનોની સ્ટેબિલિટી ચકાસતા સુપર સ્ટ્રક્ચર પણ નબળું જણાઈ આવ્યું છે. આ વિગતો ધ્યાને લઈ પાલિકા દ્વારા અગાઉની નોટિસો ટાંકી, પાલિકાની સામાન્ય સભાનો ઠરાવ પણ નોટિસ સાથે જોડયો છે.
નડિયાદમાં રોડ તૂટયો
નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલથી સ્મશાન સુધીનો માર્ગ ત્રણેક મહિના અગાઉ રૂ. 2.41 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે, આ રોડ ટૂંકાગાળામાં જ તૂટવાની શરૂઆત થતાં આ મામલે માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી. માર્ગની સાઇડમાં નાખવામાં આવેલા બ્લોક પણ લેવલીંગ વગર જ નાખ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દોડતું થયું હતું.કિડની હોસ્પિટલથી સ્મશાન સુધી ત્રણેક મહિના અગાઉ જ નવો સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક નાખવાના કામમાં રસ્તાના લેવલિંગ બાબતે, સોસાયટી અને એપ્રોચ રોડની બાબતે તથા અન્ય બાબતોમાં બેજવાબદારીપણું દાખવી રસ્તો સરખો બનાવ્યો ન હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.