Bharuch: લોકોની દશા સુધારનાર દશામા માતાની ભકતોનાં ત્યાં પધરામણી

ભરૂચ શહેર-જિલ્લામાં દશામા માતાના ભકતોના નવ દિવસિય વ્રતનો પ્રારંભભકતોના નિવાસસ્થાને પ્રતિમાની સ્થાપના કરાતાં આદ્યાત્મિક વાતાવરણ છવાયું તેઓ જ્યારથી દશામા માતાનું વ્રત કરે છે ત્યારથી તેમની દશા આશ્ચર્યજનક રીતે બદલાઈ ગઈ છે ઘણા લોકો એમ જણાવતા હોય છે કે, ગમે તેટલો પરિશ્રમ કરીએ તો પણ તેનુ ફળ મળતુ નથી, અવદશા ચાલી રહી છે. આવી અવદશાથી પિડીત વ્યકિતઓની દશા સુધારનાર માતા એટલે કે દશામા માતાની પધરામણી ભરૂચ જિલ્લાના દશામા માતાના ભકતોના નિવાસસ્થાને થતા સમગ્ર જિલ્લામાં આદ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયુ હતુ. શ્રાવણ માસ એટલે તહેવારો અને પર્વોનો તેમજ વ્રતોનો માસ એમ કહી શકાય. દશામા માતાનું વ્રત કરનાર ભકતો જણાવે છે કે, તેઓ જ્યારથી દશામા માતાનું વ્રત કરે છે ત્યારથી તેમની દશા આશ્ચર્યજનક રીતે બદલાઈ ગઈ છે. અગાઉ તેઓ ગમે તેટલુ કામ કરે પરિશ્રમ કરે તો પણ તેમને જોઈએ તેવી સિદ્ધિ મળતી ન હતી. એટલુ જ નહી પરંતુ નશીબમાં જાણે કે દુઃખ જ લખાયેલ હોય તેમ જણાતુ હતુ. અવદશા અથવા તો પનોતી જેવા શબ્દો પણ લોકો ઉચ્ચારી પોતાની પરિસ્થિતિ અને વેદના વ્યકત કરતા હતા પરંતુ આવા વ્યકિતઓ દશામા માતાનું વ્રત શરૂ કરતા જ ધીમે ધીમે તેમના જીવનમાંથી સંઘર્ષ દુર થવા માંડે છે એટલુ જ નહી પરંતુ સુખ, સમૃધ્ધિ અને શાંતિનું વાતાવરણ છવાઈ જાય છે. દશામા માતાના ભકતો ગૌરવભેર એમ જણાવે છે કે, માતાના વ્રતના દિવસો દરમ્યાન નિતનવા શણગાર કરવામાં આવે છે એટલુ જ નહી પરંતુ ચુંદડી પણ બદલવામાં આવે છે. દશામા માતાની પધરામણી થાય છે ત્યાં અથવા તો તે કુટુંબના સભ્યોએ માતાજી હોય ત્યાં સુધી માસાહાર કરવો નહી, કોઈપણ જાતનો નશો કરવો નહી, ક્રોધ કરવો નહી, શાંતિ રાખવી અને બને ત્યાં સુધી માતાજીનું સ્મરણ સોથી વધુ કરવુ આવા કડક નિયમોનું પાલન કરવાનું રહે છે. માર્ગો પર દશામા માતાની સવારી નીકળી ભરૂચ નગર અને જિલ્લામાં ઠેર ઠેર માર્ગો પર દશામા માતાની સવારી નીકળી હતી. માતાજીના ભજનો તેમજ જય દશામા.. જય દશામા.. ના નાદ સાથે ભકતજનો પોતાના માથા પર અથવા તો વિવિધ નાના મોટા વાહનોમાં દશામા માતાને પોતાના નિવાસસ્થાને લઈ જઈ રહ્યા છે. જયાં સ્થાપના કરવાની હોય તે જગ્યાને શુધ્ધ કરાઈ છે એટલુ જ નહી પરંતુ વિવિધ શણગાર પણ કરવામાં આવે છે. લાઈટોના તોરણો વડે જે તે વિસ્તારમાં ઝગમગાટનું ડેકોરેશન પણ કરવામાં આવે છે.

Bharuch: લોકોની દશા સુધારનાર દશામા માતાની ભકતોનાં ત્યાં પધરામણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરૂચ શહેર-જિલ્લામાં દશામા માતાના ભકતોના નવ દિવસિય વ્રતનો પ્રારંભ
  • ભકતોના નિવાસસ્થાને પ્રતિમાની સ્થાપના કરાતાં આદ્યાત્મિક વાતાવરણ છવાયું
  • તેઓ જ્યારથી દશામા માતાનું વ્રત કરે છે ત્યારથી તેમની દશા આશ્ચર્યજનક રીતે બદલાઈ ગઈ છે

ઘણા લોકો એમ જણાવતા હોય છે કે, ગમે તેટલો પરિશ્રમ કરીએ તો પણ તેનુ ફળ મળતુ નથી, અવદશા ચાલી રહી છે. આવી અવદશાથી પિડીત વ્યકિતઓની દશા સુધારનાર માતા એટલે કે દશામા માતાની પધરામણી ભરૂચ જિલ્લાના દશામા માતાના ભકતોના નિવાસસ્થાને થતા સમગ્ર જિલ્લામાં આદ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયુ હતુ.

શ્રાવણ માસ એટલે તહેવારો અને પર્વોનો તેમજ વ્રતોનો માસ એમ કહી શકાય. દશામા માતાનું વ્રત કરનાર ભકતો જણાવે છે કે, તેઓ જ્યારથી દશામા માતાનું વ્રત કરે છે ત્યારથી તેમની દશા આશ્ચર્યજનક રીતે બદલાઈ ગઈ છે. અગાઉ તેઓ ગમે તેટલુ કામ કરે પરિશ્રમ કરે તો પણ તેમને જોઈએ તેવી સિદ્ધિ મળતી ન હતી. એટલુ જ નહી પરંતુ નશીબમાં જાણે કે દુઃખ જ લખાયેલ હોય તેમ જણાતુ હતુ. અવદશા અથવા તો પનોતી જેવા શબ્દો પણ લોકો ઉચ્ચારી પોતાની પરિસ્થિતિ અને વેદના વ્યકત કરતા હતા પરંતુ આવા વ્યકિતઓ દશામા માતાનું વ્રત શરૂ કરતા જ ધીમે ધીમે તેમના જીવનમાંથી સંઘર્ષ દુર થવા માંડે છે એટલુ જ નહી પરંતુ સુખ, સમૃધ્ધિ અને શાંતિનું વાતાવરણ છવાઈ જાય છે. દશામા માતાના ભકતો ગૌરવભેર એમ જણાવે છે કે, માતાના વ્રતના દિવસો દરમ્યાન નિતનવા શણગાર કરવામાં આવે છે એટલુ જ નહી પરંતુ ચુંદડી પણ બદલવામાં આવે છે.

દશામા માતાની પધરામણી થાય છે ત્યાં અથવા તો તે કુટુંબના સભ્યોએ માતાજી હોય ત્યાં સુધી માસાહાર કરવો નહી, કોઈપણ જાતનો નશો કરવો નહી, ક્રોધ કરવો નહી, શાંતિ રાખવી અને બને ત્યાં સુધી માતાજીનું સ્મરણ સોથી વધુ કરવુ આવા કડક નિયમોનું પાલન કરવાનું રહે છે.

માર્ગો પર દશામા માતાની સવારી નીકળી

ભરૂચ નગર અને જિલ્લામાં ઠેર ઠેર માર્ગો પર દશામા માતાની સવારી નીકળી હતી. માતાજીના ભજનો તેમજ જય દશામા.. જય દશામા.. ના નાદ સાથે ભકતજનો પોતાના માથા પર અથવા તો વિવિધ નાના મોટા વાહનોમાં દશામા માતાને પોતાના નિવાસસ્થાને લઈ જઈ રહ્યા છે. જયાં સ્થાપના કરવાની હોય તે જગ્યાને શુધ્ધ કરાઈ છે એટલુ જ નહી પરંતુ વિવિધ શણગાર પણ કરવામાં આવે છે. લાઈટોના તોરણો વડે જે તે વિસ્તારમાં ઝગમગાટનું ડેકોરેશન પણ કરવામાં આવે છે.