Vadodara: સ્વ. અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા, ક્રિકેટરોએ શ્રદ્ધાંજલિ પાઠવી

વડોદરાના ફાર્મહાઉસ ખાતે સભાનું આયોજન રાજ્યના DGP વિકાસ સહાયે શ્રદ્ધાંજલિ પાઠવી અંશુમાન ગાયકવાડને હું નાનપણથી ફોલો કરું છું: DGP ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ 31 જુલાઈના રોજ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યાર બાદ 1 ઓગસ્ટે કીર્તિ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિ સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે 8 ઓગસ્ટે વડોદરા સેવાસી ખાતે આવેલી ખાનગી ફાર્મહાઉસમાં પૂર્વ ક્રિકેટર સ્વ. અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજવામાં આવી છે. જેમાં પરિવાર, સગા સંબંધીઓ અને પૂર્વ ક્રિકેટરો સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડોદરાના મહારાજ-મહારાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પણ હાજરી આપી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત BCAના ખજાનચી શીતલ મહેતા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પણ આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ ઉપસ્થિત હતા અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજ્ય પોલીસવડા વિકાસ સહાય અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમર સહિત વડોદરા રેન્જ IG સંદીપ સિંગ પણ પહોંચ્યા અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુનીલ ગાવસ્કરે પ્રાર્થના સભામાં હાજર આપી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે પણ પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋતિજ જોષી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેજલ અમીન પણ હાજર હતા. પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ એક કલાક સુધી રોકાયા હતા. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણના પિતા મેહમૂદ ખાન પઠાણ પણ હાજર હતા અને તેઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે હાજર હતા. કપિલ દેવ રડતાં જોવા મળ્યાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ રડતાં રડતાં બહાર નિકળ્યાં હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ પૂર્વ ક્રિકેટર બલવિન્દર સંધુ પણ હજાર રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સ્વ. અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલતી હતી. 1 ઓગસ્ટે તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. સેવાસીથી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. નિવાસસ્થાને શણગારેલી શબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. BCCIના પ્રમુખ રોજર બિન્ની અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અને કિરણ મોરે પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. સાથીમિત્રોએ મિત્રની ચિતા પર લાકડાં મૂકી મિત્રને વિદાય આપી હતી. અગ્નિદાહ આપતાં જ લોકો ભાવુક થયા હતા.

Vadodara: સ્વ. અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા, ક્રિકેટરોએ શ્રદ્ધાંજલિ પાઠવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાના ફાર્મહાઉસ ખાતે સભાનું આયોજન
  • રાજ્યના DGP વિકાસ સહાયે શ્રદ્ધાંજલિ પાઠવી
  • અંશુમાન ગાયકવાડને હું નાનપણથી ફોલો કરું છું: DGP

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ 31 જુલાઈના રોજ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યાર બાદ 1 ઓગસ્ટે કીર્તિ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિ સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે 8 ઓગસ્ટે વડોદરા સેવાસી ખાતે આવેલી ખાનગી ફાર્મહાઉસમાં પૂર્વ ક્રિકેટર સ્વ. અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજવામાં આવી છે. જેમાં પરિવાર, સગા સંબંધીઓ અને પૂર્વ ક્રિકેટરો સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


વડોદરાના મહારાજ-મહારાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પણ હાજરી આપી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત BCAના ખજાનચી શીતલ મહેતા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પણ આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ ઉપસ્થિત હતા અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજ્ય પોલીસવડા વિકાસ સહાય અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમર સહિત વડોદરા રેન્જ IG સંદીપ સિંગ પણ પહોંચ્યા અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


સુનીલ ગાવસ્કરે પ્રાર્થના સભામાં હાજર આપી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે પણ પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋતિજ જોષી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેજલ અમીન પણ હાજર હતા. પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ એક કલાક સુધી રોકાયા હતા. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણના પિતા મેહમૂદ ખાન પઠાણ પણ હાજર હતા અને તેઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે હાજર હતા.


કપિલ દેવ રડતાં જોવા મળ્યાં

પૂર્વ ક્રિકેટર કપિલ દેવ રડતાં રડતાં બહાર નિકળ્યાં હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ પૂર્વ ક્રિકેટર બલવિન્દર સંધુ પણ હજાર રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સ્વ. અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલતી હતી. 1 ઓગસ્ટે તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. સેવાસીથી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. નિવાસસ્થાને શણગારેલી શબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. BCCIના પ્રમુખ રોજર બિન્ની અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અને કિરણ મોરે પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. સાથીમિત્રોએ મિત્રની ચિતા પર લાકડાં મૂકી મિત્રને વિદાય આપી હતી. અગ્નિદાહ આપતાં જ લોકો ભાવુક થયા હતા.