Ahmedabadમાં ટ્રાફિકના નિયમોને લઈ HCએ ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને લીધી આડેહાથ

ટુ વ્હીલરચાલક હેલ્મેટ પહેરતો નથી: HCટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ છે: HC અકસ્માત ઘટાડવા સરકારની જવાબદારી: HC અમદાવાદમાં ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે વેધક સવાલ કર્યો છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી. ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોયા કરે છે: HC હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને આડે હાથે લીધી અને કહ્યું કે ટ્રાફિક પોલીસ પણ વાહનચાલકને છાવરે છે. સવારે નજર કરીએ તો ટુ વ્હીલર પર 3 લોકો સવાર થઈને જતા હોય છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોયા કરે છે. જનતામાં પણ ટ્રાફિક નિયમોનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાઈકોર્ટે કહ્યું હતું કે એક નજર મુંબઈના ટ્રાફિક પર કરો, ત્યાં જનતા અને પોલીસ બંને જાગૃત છે. હાઈકોર્ટે સવાલ કર્યો કે ઈ-ચલણ કેમ ઉઘરાવો છો? ત્યારે બીજી તરફ અમદાવાદમાં હેલ્મેટ વગર વાહનચાલકો મસ્ત રીતે ફરી રહ્યા છે. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે ઈ-ચલણ કેમ ઉઘરાવો છો? ટ્રાફિક પોલીસની ભરતી મુદ્દે પણ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યુ છે અને કહ્યું કે ટ્રાફિક પોલીસની ભરતી ન થઈ હોય તો ભરતી કરો અને ટુ-વ્હીલર ચાલક હેલ્મેટ પહેરે તે જરૂરી છે. ટ્રાફિક પોલીસકર્મીની વિગતો આપો: હાઈકોર્ટ હાઈકોર્ટે આકરા સવાલો કરતા કહ્યું કે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ છે તો સરકાર જવાબ આપે, ટ્રાફિક કર્મીઓ શું કરે છે, ટ્રાફિક પોલીસકર્મીની વિગતો આપો. અકસ્માત ઘટાડવા એ સરકારની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટે સરકારને ઘણા મુદ્દે ટકોર કરી છે.

Ahmedabadમાં ટ્રાફિકના નિયમોને લઈ HCએ ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને લીધી આડેહાથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટુ વ્હીલરચાલક હેલ્મેટ પહેરતો નથી: HC
  • ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ છે: HC
  • અકસ્માત ઘટાડવા સરકારની જવાબદારી: HC

અમદાવાદમાં ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે વેધક સવાલ કર્યો છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી.

ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોયા કરે છે: HC

હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને આડે હાથે લીધી અને કહ્યું કે ટ્રાફિક પોલીસ પણ વાહનચાલકને છાવરે છે. સવારે નજર કરીએ તો ટુ વ્હીલર પર 3 લોકો સવાર થઈને જતા હોય છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોયા કરે છે. જનતામાં પણ ટ્રાફિક નિયમોનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાઈકોર્ટે કહ્યું હતું કે એક નજર મુંબઈના ટ્રાફિક પર કરો, ત્યાં જનતા અને પોલીસ બંને જાગૃત છે.

હાઈકોર્ટે સવાલ કર્યો કે ઈ-ચલણ કેમ ઉઘરાવો છો?

ત્યારે બીજી તરફ અમદાવાદમાં હેલ્મેટ વગર વાહનચાલકો મસ્ત રીતે ફરી રહ્યા છે. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે ઈ-ચલણ કેમ ઉઘરાવો છો? ટ્રાફિક પોલીસની ભરતી મુદ્દે પણ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યુ છે અને કહ્યું કે ટ્રાફિક પોલીસની ભરતી ન થઈ હોય તો ભરતી કરો અને ટુ-વ્હીલર ચાલક હેલ્મેટ પહેરે તે જરૂરી છે.

ટ્રાફિક પોલીસકર્મીની વિગતો આપો: હાઈકોર્ટ

હાઈકોર્ટે આકરા સવાલો કરતા કહ્યું કે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ છે તો સરકાર જવાબ આપે, ટ્રાફિક કર્મીઓ શું કરે છે, ટ્રાફિક પોલીસકર્મીની વિગતો આપો. અકસ્માત ઘટાડવા એ સરકારની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટે સરકારને ઘણા મુદ્દે ટકોર કરી છે.