Bharuch: ભરૂચમાં પ્રી-મોન્સૂન કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો

રોડ પરના ઊંડા ખાડાઓના કારણે લોકોને થતી પરેશાનીબિસમાર રસ્તા, પાણીનો ભરાવો અને અન્ય સમસ્યા અંગે આવેદન પત્ર આપ્યું વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી પરિણામે ગામોને અને ખેતીને નુકશાન થાય છે  ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવી પ્રજાની સમસ્યાઓ જણાવવામાં આવી હતી. સાથે જ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રિ-મોન્સુન કામના નામે થયેલા ભ્રષ્ટાચાર તેમજ જિલ્લામાં પડેલા રોડ પરના ઉંડા ખાડાઓના કારણે લોકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ સાથેના વિવિધ પ્રશ્નો સાંકળી લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે કોંગીજનો ભેગા થઈ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમા સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે. દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જયાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તુટી ગયા છે, બિસ્માર થઈ ગયા છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.  જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે. આમ થવાથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી પરિણામે ગામોને અને ખેતીને નુકશાન થાય છે. ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણઘડ વહિવટના કારણે લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણ ખુલ્લા રહેતા અકસ્માતોના બનાવ, કચરાના ઢગલા, સફાઈનો સંદતર અભાવ, વહિવટી તંત્રની અણઆવડત, બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે. જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી.

Bharuch: ભરૂચમાં પ્રી-મોન્સૂન કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ પરના ઊંડા ખાડાઓના કારણે લોકોને થતી પરેશાની
  • બિસમાર રસ્તા, પાણીનો ભરાવો અને અન્ય સમસ્યા અંગે આવેદન પત્ર આપ્યું
  • વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી પરિણામે ગામોને અને ખેતીને નુકશાન થાય છે

 ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવી પ્રજાની સમસ્યાઓ જણાવવામાં આવી હતી.

સાથે જ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રિ-મોન્સુન કામના નામે થયેલા ભ્રષ્ટાચાર તેમજ જિલ્લામાં પડેલા રોડ પરના ઉંડા ખાડાઓના કારણે લોકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ સાથેના વિવિધ પ્રશ્નો સાંકળી લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે કોંગીજનો ભેગા થઈ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમા સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે. દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જયાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તુટી ગયા છે, બિસ્માર થઈ ગયા છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

 જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે. આમ થવાથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી પરિણામે ગામોને અને ખેતીને નુકશાન થાય છે.

ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણઘડ વહિવટના કારણે લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણ ખુલ્લા રહેતા અકસ્માતોના બનાવ, કચરાના ઢગલા, સફાઈનો સંદતર અભાવ, વહિવટી તંત્રની અણઆવડત, બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે. જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી.