Bharuch-Karjan હાઈવે વાહનચાલકો માટે બન્યો મુસીબત સમાન,જયાં જુઓ ત્યાં માત્ર ખાડા
ભરૂચમાં વરસાદ બાદ રોડ રસ્તા દયનીય હાલતમાં દહેગામથી કરજણ જવાના રસ્તાઓ પર ખાડારાજ નવો બનેલો હાઇવે વાહનચાલકો માટે બન્યો હાલાકી ભરૂચમાં નવો હાઈવે બનવાની સાથે જ વિવાદમાં આવ્યો છે,હજારો વાહનો રોજ આ હાઈવે પરથી પસાર થાય છે.ત્યારે રોડ પર મસમોટા ખાડા પડવાને લઈ એક સાથે 5 કરતા વધુ વાહનના ટાયર ફાટતા વાહનચાલકોને નુકસાન થયુ છે.તો હાઈવે પર ટાયર ફાટતા પરિવારો હાઈવે પર જ અટકી ગયા છે,ત્યારે તંત્ર જલદીથી આ હાઈવેનું સમારકામ કરી ખાડા પૂરે તે જરૂરી બન્યું છે. નવો બનેલો હાઇવે બન્યો વાહનચાલકો માટે મુશ્કેલીનો સબબ દહેગામ થઈને કરજણ જવાના હાઈવે પર ભ્રષ્ટાચારના મસમોટા ખાડામાં વાહનચાલકોને નુકસાન થયું છે,ઘણા વાહનો એવા છે કે જેમા ટાયર ખાડામાં પડતાની સાથે જ ફાટી ગયા છે માટે ગાડીને સાઈડમાં ખસેડવાનો વારો આવ્યો છે,મહત્વની વાતતો એ છે કે રાત્રીના સમયે ખાડા ના દેખાતા અકસ્માત પણ સર્જાય છે તો ઘણી ઘટનામાં ગાડીઓ પલટી પણ મારી જાય છે,હાલમાં પાંચથી છ કારોના ટાયર ફાટી જવાની ઘટના બની છે. હાઈવે ઓથોરીટીએ ધ્યાન આપવું જરૂરી આ રોડ પર રોજ અકસ્માત અને ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે,સાથે સાથે રોડ ઓથોરીટી પણ આ ખાડાઓને લઈ ધ્યાન આપે અને જરૂર મૂજબ સમારકામ કરાવે,જો કોઈ દિવસ મોટી દુર્ઘટના બનશે તો તંત્ર પરિવારને જવાબ આપી શકશે નહી,માટે અત્યારથી જ આ રોડનું સમારકામ કરાવો જેના કારણે ટાયર ફાટવાથી લઈ અકસ્માતની ઘટના બને નહી,લોકો ટોલટેકસ પણ ચૂકવે છે પણ સામે જે સુવિધા જોઈએ તે રોડની સુવિધા મળી શકતી નથી. નેત્રંગ હાઈવે પર પણ ખાડા રાજ ભરૂચના નેત્રંગના મોવી ગામેથી કેલીકુવા સુધીનો નેશનલ હાઈવે પણ ખાડાથી ભરાઈ ગયો છે,આ હાઈવે પર પણ રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યાં છે,અત્યંત બિસ્માર રોડ હોવાથી અહીંયા પણ વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે.માર્ગ અને મકાન વિભાગ હસ્તક આ નેશનલ હાઈવે આવે છે ત્યારે આ હાઈવે પરના ખાડા પણ પૂરવા જરૂરી છે,ભરૂચથી સુરત હાઈવે જતા પણ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભરૂચમાં વરસાદ બાદ રોડ રસ્તા દયનીય હાલતમાં
- દહેગામથી કરજણ જવાના રસ્તાઓ પર ખાડારાજ
- નવો બનેલો હાઇવે વાહનચાલકો માટે બન્યો હાલાકી
ભરૂચમાં નવો હાઈવે બનવાની સાથે જ વિવાદમાં આવ્યો છે,હજારો વાહનો રોજ આ હાઈવે પરથી પસાર થાય છે.ત્યારે રોડ પર મસમોટા ખાડા પડવાને લઈ એક સાથે 5 કરતા વધુ વાહનના ટાયર ફાટતા વાહનચાલકોને નુકસાન થયુ છે.તો હાઈવે પર ટાયર ફાટતા પરિવારો હાઈવે પર જ અટકી ગયા છે,ત્યારે તંત્ર જલદીથી આ હાઈવેનું સમારકામ કરી ખાડા પૂરે તે જરૂરી બન્યું છે.
નવો બનેલો હાઇવે બન્યો વાહનચાલકો માટે મુશ્કેલીનો સબબ
દહેગામ થઈને કરજણ જવાના હાઈવે પર ભ્રષ્ટાચારના મસમોટા ખાડામાં વાહનચાલકોને નુકસાન થયું છે,ઘણા વાહનો એવા છે કે જેમા ટાયર ખાડામાં પડતાની સાથે જ ફાટી ગયા છે માટે ગાડીને સાઈડમાં ખસેડવાનો વારો આવ્યો છે,મહત્વની વાતતો એ છે કે રાત્રીના સમયે ખાડા ના દેખાતા અકસ્માત પણ સર્જાય છે તો ઘણી ઘટનામાં ગાડીઓ પલટી પણ મારી જાય છે,હાલમાં પાંચથી છ કારોના ટાયર ફાટી જવાની ઘટના બની છે.
હાઈવે ઓથોરીટીએ ધ્યાન આપવું જરૂરી
આ રોડ પર રોજ અકસ્માત અને ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે,સાથે સાથે રોડ ઓથોરીટી પણ આ ખાડાઓને લઈ ધ્યાન આપે અને જરૂર મૂજબ સમારકામ કરાવે,જો કોઈ દિવસ મોટી દુર્ઘટના બનશે તો તંત્ર પરિવારને જવાબ આપી શકશે નહી,માટે અત્યારથી જ આ રોડનું સમારકામ કરાવો જેના કારણે ટાયર ફાટવાથી લઈ અકસ્માતની ઘટના બને નહી,લોકો ટોલટેકસ પણ ચૂકવે છે પણ સામે જે સુવિધા જોઈએ તે રોડની સુવિધા મળી શકતી નથી.
નેત્રંગ હાઈવે પર પણ ખાડા રાજ
ભરૂચના નેત્રંગના મોવી ગામેથી કેલીકુવા સુધીનો નેશનલ હાઈવે પણ ખાડાથી ભરાઈ ગયો છે,આ હાઈવે પર પણ રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યાં છે,અત્યંત બિસ્માર રોડ હોવાથી અહીંયા પણ વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે.માર્ગ અને મકાન વિભાગ હસ્તક આ નેશનલ હાઈવે આવે છે ત્યારે આ હાઈવે પરના ખાડા પણ પૂરવા જરૂરી છે,ભરૂચથી સુરત હાઈવે જતા પણ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.