Valsadમાં પૂરની પરિસ્થિતિને લઈ કલેક્ટરે આપી માહિતી, હાલ તમામ પરિસ્થિતિ કાબૂમાં
ઔરંગા નદીની સપાટી માં ઘટાડો થતા વહીવટી તંત્ર કામે લાગ્યું નીચાણવાળા વિસ્તારોમાં થયેલ નુકસાનીનું સર્વે કરવામાં આવશે વલસાડ માં નદીમાં ડૂબી જવાના કારણે એક યુવક નું મોત વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીની સપાટી વધારો થયો છે. જેના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિ કાબુમાં જિલ્લા કલેક્ટર અનસૂયા જહા દ્વારા પૂરની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિ કાબુમાં છે. ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો થતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લો લેવલના વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારોમાં થયેલ નુકસાનીનું સર્વે કરવામાં આવશે. નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોતવધુમાં કલેક્ટર અનસૂયા જહાએ કહ્યું કે, ઔરંગા નદીના પાણીના કારણે થયેલા નુકસાનના સર્વેનો રિપોર્ટ બે દિવસમાં સોંપી તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે. વલસાડમાં નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોત નિપજ્યું છે. તંત્ર દ્વારા યુવકના મૃતદેહને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એસટી સેવા પર અસર વલસાડમાં ભારે વરસાદથી ST બસની ટ્રીપ રદ કરાઈ છે. વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી વલસાડ જતી ટ્રીપ રદ કરાઈ છે. સાથે સાથે નવસારી, વલસાડ સહિત ST બસોની 6 ટ્રીપ રદ કરાઈ છે. જૂનાગઢ જતી બે ટ્રીપ રદ કરાઈ છે. વરસાદને લઈ એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ STના ડ્રાઈવર અને કંડક્ટરને વરસાદના સલામત ડ્રાઈવિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. વલસાડમાંતી પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોને હાલાકી વલસાડ જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એક તરફ પાણી ઉતરી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કાદવ-કીચડ થતા લોકોને તેમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે સવારથી લોકો મંદિર જતાં હોય છે. ત્યારે મંદિર તરફ જતાં લોકોને કાદવમાંથી પસાર થઈને જવું પડી રહ્યુ છે. રોડ પર કીચડના થર જામી જતા રોડ દેખાતા નથી વલસાડના સ્થાનિકોનું કહેવું છે કે, વરસાદ બાદ નવી સમસ્યા કીચડની ઉભી થઈ રહી છે. રોડ દેખાય નહી એ રીતે કીચડના થર જામી ગયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા જલદીથી કીચડ દૂર કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પર તો પાણી ફરી વળ્યું છે. ત્યારે નગરપાલિકા હજી શેની રાહ જોઈ રહ્યું છે અને કાદવ દૂર કરવાની કામગીરી નથી કરી રહ્યું તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કાદવમાંથી નગરપાલિકાના અધિકારીઓ નિકળે તો તેમને ખબર પડે કે કેવી સમસ્યા થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઔરંગા નદીની સપાટી માં ઘટાડો થતા વહીવટી તંત્ર કામે લાગ્યું
- નીચાણવાળા વિસ્તારોમાં થયેલ નુકસાનીનું સર્વે કરવામાં આવશે
- વલસાડ માં નદીમાં ડૂબી જવાના કારણે એક યુવક નું મોત
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીની સપાટી વધારો થયો છે. જેના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિ કાબુમાં
જિલ્લા કલેક્ટર અનસૂયા જહા દ્વારા પૂરની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિ કાબુમાં છે. ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો થતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લો લેવલના વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારોમાં થયેલ નુકસાનીનું સર્વે કરવામાં આવશે.
નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોત
વધુમાં કલેક્ટર અનસૂયા જહાએ કહ્યું કે, ઔરંગા નદીના પાણીના કારણે થયેલા નુકસાનના સર્વેનો રિપોર્ટ બે દિવસમાં સોંપી તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે. વલસાડમાં નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોત નિપજ્યું છે. તંત્ર દ્વારા યુવકના મૃતદેહને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એસટી સેવા પર અસર
વલસાડમાં ભારે વરસાદથી ST બસની ટ્રીપ રદ કરાઈ છે. વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી વલસાડ જતી ટ્રીપ રદ કરાઈ છે. સાથે સાથે નવસારી, વલસાડ સહિત ST બસોની 6 ટ્રીપ રદ કરાઈ છે. જૂનાગઢ જતી બે ટ્રીપ રદ કરાઈ છે. વરસાદને લઈ એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ STના ડ્રાઈવર અને કંડક્ટરને વરસાદના સલામત ડ્રાઈવિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વલસાડમાંતી પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોને હાલાકી
વલસાડ જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એક તરફ પાણી ઉતરી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કાદવ-કીચડ થતા લોકોને તેમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે સવારથી લોકો મંદિર જતાં હોય છે. ત્યારે મંદિર તરફ જતાં લોકોને કાદવમાંથી પસાર થઈને જવું પડી રહ્યુ છે.
રોડ પર કીચડના થર જામી જતા રોડ દેખાતા નથી
વલસાડના સ્થાનિકોનું કહેવું છે કે, વરસાદ બાદ નવી સમસ્યા કીચડની ઉભી થઈ રહી છે. રોડ દેખાય નહી એ રીતે કીચડના થર જામી ગયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા જલદીથી કીચડ દૂર કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પર તો પાણી ફરી વળ્યું છે. ત્યારે નગરપાલિકા હજી શેની રાહ જોઈ રહ્યું છે અને કાદવ દૂર કરવાની કામગીરી નથી કરી રહ્યું તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કાદવમાંથી નગરપાલિકાના અધિકારીઓ નિકળે તો તેમને ખબર પડે કે કેવી સમસ્યા થાય છે.