Surendranagar: જોરાવરનગરમાં ફાયરિંગ થતા એકનું મોત, પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો
સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગમાં થતા એક વ્યક્તિનું મોત થયું છે. પાન પાર્લરના માલિક પર ફાયરિંગ થતા તેમનું મોત નીપજ્યું છે. જોરાવરનગરમાં મયુર પાનના માલિક જીતુભાઈનું મોત મોત થયું છે. ફાયરિંગની ઘટનાની જાણ થતા પોલીસનો ફાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. જોરાવરનગરમાં મયુર પાનના માલિક પર ચારથી પાંચ શખ્સોએ ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત શખ્સનું સારવાર દરમિયાન મોતસુરેન્દ્રનગર શહેરના જોરાવરનગરમાં વધું એક ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળખળાટ મચી જવા પામ્યો છે. મયુર પાન પાર્લરના માલિક જીતુભાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. પાન પાર્લરના માલિક જીતુભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ લખતરમાં થયું હતું ફાયરિંગ તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનાના બંને આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. સામાન્ય નંબર ખોટો આપવાની બોલાચાલીમાં ઘણાદ ગામના બે યુવકો દ્વારા પરપ્રાંતિય મજૂરી કરતા યુવક ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરાયું હતું. પોલીસે ફાયરિંગ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા ફાયરિંગ કરી નાસી છૂટનાર બંને આરોપી મહાવીર સિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને લખતર પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરેન્દ્રનગર ડીવાયએસપી અને લખતર પોલીસ દ્વારા હ્યુમનસોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા લખતર સીમમાંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડિવાયએસપી અને લખતર પોલીસને ખાનગી રાહે બંને આરોપીઓ વિશે બાતમી મળી હતી અને બાતમીના આધારે લખતર વણા રોડ પરથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી ઉપર એટ્રોસિટી એક્ટ અને ફાયરિંગનો ગુનો લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. લખતર પોલીસ દ્વારા મહાવીરસિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને કોર્ટ સમક્ષ હાજર કરીને રિમાન્ડ મેળવવા માટે રજૂ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગમાં થતા એક વ્યક્તિનું મોત થયું છે. પાન પાર્લરના માલિક પર ફાયરિંગ થતા તેમનું મોત નીપજ્યું છે. જોરાવરનગરમાં મયુર પાનના માલિક જીતુભાઈનું મોત મોત થયું છે. ફાયરિંગની ઘટનાની જાણ થતા પોલીસનો ફાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. જોરાવરનગરમાં મયુર પાનના માલિક પર ચારથી પાંચ શખ્સોએ ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત શખ્સનું સારવાર દરમિયાન મોત
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગરમાં વધું એક ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળખળાટ મચી જવા પામ્યો છે. મયુર પાન પાર્લરના માલિક જીતુભાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. પાન પાર્લરના માલિક જીતુભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ લખતરમાં થયું હતું ફાયરિંગ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનાના બંને આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. લખતર તાલુકાના ઘણાદ ગામે થયેલી ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. સામાન્ય નંબર ખોટો આપવાની બોલાચાલીમાં ઘણાદ ગામના બે યુવકો દ્વારા પરપ્રાંતિય મજૂરી કરતા યુવક ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરાયું હતું.
પોલીસે ફાયરિંગ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા
ફાયરિંગ કરી નાસી છૂટનાર બંને આરોપી મહાવીર સિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને લખતર પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરેન્દ્રનગર ડીવાયએસપી અને લખતર પોલીસ દ્વારા હ્યુમનસોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા લખતર સીમમાંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડિવાયએસપી અને લખતર પોલીસને ખાનગી રાહે બંને આરોપીઓ વિશે બાતમી મળી હતી અને બાતમીના આધારે લખતર વણા રોડ પરથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી ઉપર એટ્રોસિટી એક્ટ અને ફાયરિંગનો ગુનો લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. લખતર પોલીસ દ્વારા મહાવીરસિંહ ઝાલા અને રસિકભાઈ કોળીને કોર્ટ સમક્ષ હાજર કરીને રિમાન્ડ મેળવવા માટે રજૂ કરવામાં આવશે.