Ambalal Patel : રાજયમાં 10 સપ્ટેમ્બર સુધી રહેશે છૂટો છવાયો વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે સાથે સાથે આજે પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે.9-10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનશે અને તેના અવશેષો બંગાળાના ઉપસગારમાં આવશે. 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ડીપ ડિપ્રેશન બનશે અને 12-13 સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનશે જે ગુજરાત તરફ આવવાની શકયતાઓ છે.ડીપ ડિપ્રેશન પૂર્વ, મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતા છે જેના કારણે 12-13 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે સાથે સાથે ભારે વરસાદ થવાની પણ શકયતાઓ છે.15-16-17 સપ્ટેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે.27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.9 થી10 ઓક્ટોબર સુધીમાં વધુ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બનશે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા નહીવત છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે. વાતાવરણમાં આવશે પલટો વરસાદી સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. તે આગળ વધતાં પૂર્વ ભારત થઈને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. એટલે 10થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની સંભાવના છે.આ સાથે તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમણે કહ્યું કે, ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે સાથે સાથે આજે પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે.9-10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનશે અને તેના અવશેષો બંગાળાના ઉપસગારમાં આવશે.
10 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના
બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ડીપ ડિપ્રેશન બનશે અને 12-13 સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનશે જે ગુજરાત તરફ આવવાની શકયતાઓ છે.ડીપ ડિપ્રેશન પૂર્વ, મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતા છે જેના કારણે 12-13 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે સાથે સાથે ભારે વરસાદ થવાની પણ શકયતાઓ છે.15-16-17 સપ્ટેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે.27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.9 થી10 ઓક્ટોબર સુધીમાં વધુ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બનશે.
સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થવાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા નહીવત છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
વાતાવરણમાં આવશે પલટો
વરસાદી સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. તે આગળ વધતાં પૂર્વ ભારત થઈને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. એટલે 10થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની સંભાવના છે.આ સાથે તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમણે કહ્યું કે, ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે.