Girsomnathના કોડીનારમાં 15 પશુઓમાં એક સાથે આવ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત

ગીર સોમનાથનાં કોડીનારમાં દુધાળા પશુઓમાં વિચિત્ર રોગ આવતા પશુપાલકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.પશુઓનું મળ મૂત્ર અટકી જતાં પશુપાલક તેમજ ડોક્ટરો ચિંતિત બન્યા છે.એક તબેલાના 15 પશુઓમાં એકીસાથે રોગ આવતા એક ભેંસનું મૃત્યુ જ્યારે અન્ય પશુઓને સારવાર અપાઈ રહી છે. દુધાળા પશુમાં મોત ગીરના કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યો છે.કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલામાં પાલતુ ગાય અને ભેંસનાં ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે કિંમતી પશુઓનું મરણ થવાનાં બનાવ બનતા તબેલાનાં માલિક માનસિંગભાઈ ગોવિંદ ભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા. એક ભેસનું મોત જોકે તેઓ પણ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારનાં સરકારી પશુ દવાખાના અધિક્ષક ડોકટરો ને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથધરી હતી.જોકે આ સારવાર દરમિયાન માનસિંગભાઈની એક કીમતી ભેંસનું મૃત્યુ થયું હતું. ડોકટરની ટીમે હાથધરી તપાસ આ અંગે કોડીનાર પશુ દવાખાનાના ડો. મેહુલભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે માનસિંગભાઈ ડોડીયાના એક સાથે 15 જેટલા દુધાળા પશુઓમાં આ પ્રકારનો એક જ સરખો રોગ ફેલાયેલો હોવાના કારણે તેમને સારવાર આપીને આ રોગ થવાના કારણોની સઘન તપાસ હાથ ધરતા અમારા તજજ્ઞ પશુ ચિકિત્સકે જણાવ્યા મુજબ પશુઓને ખાવા માટે અપાતા મગફળીના પાલામાં સતત પડી રહેલા વરસાદને કારણે ફૂગ થવાના કારણે ફૂગ વાળો મગફળીનો પાલો ખાવાના કારણે પશુઓમાં ફૂગજન્ય રોગ વકર્યો છે. માનસિંગભાઈ ડોડીયાનાં 15 પશુઓને ફૂડ પોઈઝન થઈ ગયું છે જે પૈકી એક કીમતી ભેંસનું મૃત્યુ નીપજ્યું છે અને બાકીના 14 પશુઓની પશુ ચિકિત્સક ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરાય છે. ત્યારે પશુ માલિકોએ ફૂગજન્ય રોગથી બચવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે.  

Girsomnathના કોડીનારમાં 15 પશુઓમાં એક સાથે આવ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથનાં કોડીનારમાં દુધાળા પશુઓમાં વિચિત્ર રોગ આવતા પશુપાલકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.પશુઓનું મળ મૂત્ર અટકી જતાં પશુપાલક તેમજ ડોક્ટરો ચિંતિત બન્યા છે.એક તબેલાના 15 પશુઓમાં એકીસાથે રોગ આવતા એક ભેંસનું મૃત્યુ જ્યારે અન્ય પશુઓને સારવાર અપાઈ રહી છે.

દુધાળા પશુમાં મોત
ગીરના કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યો છે.કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલામાં પાલતુ ગાય અને ભેંસનાં ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે કિંમતી પશુઓનું મરણ થવાનાં બનાવ બનતા તબેલાનાં માલિક માનસિંગભાઈ ગોવિંદ ભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા.



એક ભેસનું મોત
જોકે તેઓ પણ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારનાં સરકારી પશુ દવાખાના અધિક્ષક ડોકટરો ને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથધરી હતી.જોકે આ સારવાર દરમિયાન માનસિંગભાઈની એક કીમતી ભેંસનું મૃત્યુ થયું હતું.

ડોકટરની ટીમે હાથધરી તપાસ
આ અંગે કોડીનાર પશુ દવાખાનાના ડો. મેહુલભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે માનસિંગભાઈ ડોડીયાના એક સાથે 15 જેટલા દુધાળા પશુઓમાં આ પ્રકારનો એક જ સરખો રોગ ફેલાયેલો હોવાના કારણે તેમને સારવાર આપીને આ રોગ થવાના કારણોની સઘન તપાસ હાથ ધરતા અમારા તજજ્ઞ પશુ ચિકિત્સકે જણાવ્યા મુજબ પશુઓને ખાવા માટે અપાતા મગફળીના પાલામાં સતત પડી રહેલા વરસાદને કારણે ફૂગ થવાના કારણે ફૂગ વાળો મગફળીનો પાલો ખાવાના કારણે પશુઓમાં ફૂગજન્ય રોગ વકર્યો છે. માનસિંગભાઈ ડોડીયાનાં 15 પશુઓને ફૂડ પોઈઝન થઈ ગયું છે જે પૈકી એક કીમતી ભેંસનું મૃત્યુ નીપજ્યું છે અને બાકીના 14 પશુઓની પશુ ચિકિત્સક ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરાય છે. ત્યારે પશુ માલિકોએ ફૂગજન્ય રોગથી બચવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે.