ઑગસ્ટમાં અનરાધારના એંધાણ, અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની કરી આગાહી

Ambalal Patel Rain Forecast: આ વર્ષે સમગ્ર ગુજરાતના લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. જો કે, ચોમાસું શરુ થતાં ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘમહેર થતાં ખેડૂતો અને સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદ અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ ઑગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે. આ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી બાદ હવે હવામાન વિભાગે પણ વરસાદ અંગે આગાહી કરી છે.અંબાલાલ પટેલે શું આગાહી કરી?અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતાં જણાવ્યું કે, ઑગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, આગામી 3 અને 4 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો 11 અને 12 ઑગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 16થી 22 ઑગસ્ટ દરમિયાન પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આમ ઑગસ્ટમાં સારો વરસાદ થવાના કારણે નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે. વધુમાં તેમણે જણાવ્યું કે 23 ઑગસ્ટથી મેઘરાજા થોડો વિરામ લેશે. 23 તારીખ પછી રાજ્યના અમુક ભાગમાં વરસાદી ઝાપટા થશે. બુધ-શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. 13થી 15 ઑગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે શું કરી છે આગાહી?હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ  બાદ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો ઍલર્ટ અપાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.હાલ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેરઅત્યાર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ ચૂકી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદનો અભાવ હતો, જેના કારણે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી, પરંતુ 29 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં કુદરતની મહેર થતાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જેવા જિલ્લામાં ખાસ્સો વરસાદ નોંધાયો છે. જેના કારણે સ્થાનિકો સહિત ખેડૂતો ખુશ-ખુશ થઈ ગયા છે.  

ઑગસ્ટમાં અનરાધારના એંધાણ, અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambalal Patel


Ambalal Patel Rain Forecast: આ વર્ષે સમગ્ર ગુજરાતના લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. જો કે, ચોમાસું શરુ થતાં ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘમહેર થતાં ખેડૂતો અને સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદ અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ ઑગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે. આ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી બાદ હવે હવામાન વિભાગે પણ વરસાદ અંગે આગાહી કરી છે.

અંબાલાલ પટેલે શું આગાહી કરી?

અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતાં જણાવ્યું કે, ઑગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, આગામી 3 અને 4 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો 11 અને 12 ઑગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 16થી 22 ઑગસ્ટ દરમિયાન પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આમ ઑગસ્ટમાં સારો વરસાદ થવાના કારણે નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે. વધુમાં તેમણે જણાવ્યું કે 23 ઑગસ્ટથી મેઘરાજા થોડો વિરામ લેશે. 23 તારીખ પછી રાજ્યના અમુક ભાગમાં વરસાદી ઝાપટા થશે. બુધ-શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. 13થી 15 ઑગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવી શકે છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ  બાદ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો ઍલર્ટ અપાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

હાલ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર

અત્યાર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ ચૂકી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદનો અભાવ હતો, જેના કારણે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી, પરંતુ 29 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં કુદરતની મહેર થતાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જેવા જિલ્લામાં ખાસ્સો વરસાદ નોંધાયો છે. જેના કારણે સ્થાનિકો સહિત ખેડૂતો ખુશ-ખુશ થઈ ગયા છે.