BHARUCH: ભરાડા રેલ્વા ગામે કરજણ નદીમાં જીવના જોખમે કરાતી માછીમારી

નદી ઉપર મોટા ચેકડેમમાં મોટા પાયે પાણીનો સંગ્રહદુર્ઘટના ઘટયાં પછી જ તંત્ર જાગીને માછીમારી બંધ કરાવશે ? ભરાડા રેલ્વા ગામે ગેરકાયદેસર રીતે માછીમારી કરતા લોકો જણાય છે.દેડિયાપાડા તાલુકાના ભરાડા રેલ્વા ગામે કરજણ નદી ઉપર મોટો ચેકડેમના સંગ્રહ થયેલા પાણીમાં જીવના જોખમે આસપાસ લોકો માછીમારી કરે છે. જેથી પાણીમાં ડુબી જવાની પુરેપુરી સંભાવના હોવાથી મોટી હોનારત થવાની સંભાવના છે. જે સામે સાવચેતી જરૂરી છે.દેડિયાપાડાથી 25 કિમી દૂર કરજણ નદી પર મોટો ચેકડેમ બનાવ્યો છે. તેમાં અત્યારે પાણીનો સંગ્રહ થયેલો છે. આ પાણીમાં આસપાસના લોકો માછલાં પકડવા માટે જાળ પાથરી પાણીમાં ઉતરે છે. આ દરરોજની પ્રવૃત્તિ છે. જેથી પાણીમાં ડુબી જવાની સંભાવના છે. અથવાતો મોટી હોનારત થવાની સંભાવના છે. આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સામાજિક તત્વો દ્વારા આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને બંધ કરવાની જરૂર છે. ભરાડા રેલ્વા ગામે કરજણ ચેકડેમમાંથી સુરતના ઉમરપાડામાં પાણી પહોંચાડાય છે ભરાડા રેલ્વા ગામે કરજણ નદી ઉપર મોટો ચેકડેમનું સંગ્રહ થયેલું પાણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 24થી 28 ગામના લોકોને પુરવઠા યોજના અંતર્ગત પાઈપલાઈન દ્વારા આપવામાં આવે છે. ત્યારે આ ચેકડેમના સંગ્રહ થયેલા પાણીમાં અસામાજિક તત્વો માછલાં પકડવા પાણીમાં ઉતરે છે. પાણીને ડહોળી નાખે છે. આવું અશુધ્ધ પાણી લોકો પીવે છે. આ ચેકડેમમાં માછીમારીની પ્રવૃત્તિ બંધ કરવાની લોકો માગ ઉઠવા પામી છે. આ અશુદ્ધ પાણી પીને લોકો બિમાર પડવાની સંભાવના છે. પાણી જન્ય રોગચાળો ફટવાની સંભાવના નકારી શકાય તેમ નથી. માટે માછલાં પકડવાની પ્રવૃત્તિ બંધ કરવાની જરૂર છે.

BHARUCH: ભરાડા રેલ્વા ગામે કરજણ નદીમાં જીવના જોખમે કરાતી માછીમારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નદી ઉપર મોટા ચેકડેમમાં મોટા પાયે પાણીનો સંગ્રહ
  • દુર્ઘટના ઘટયાં પછી જ તંત્ર જાગીને માછીમારી બંધ કરાવશે ?
  • ભરાડા રેલ્વા ગામે ગેરકાયદેસર રીતે માછીમારી કરતા લોકો જણાય છે.

દેડિયાપાડા તાલુકાના ભરાડા રેલ્વા ગામે કરજણ નદી ઉપર મોટો ચેકડેમના સંગ્રહ થયેલા પાણીમાં જીવના જોખમે આસપાસ લોકો માછીમારી કરે છે. જેથી પાણીમાં ડુબી જવાની પુરેપુરી સંભાવના હોવાથી મોટી હોનારત થવાની સંભાવના છે. જે સામે સાવચેતી જરૂરી છે.

દેડિયાપાડાથી 25 કિમી દૂર કરજણ નદી પર મોટો ચેકડેમ બનાવ્યો છે. તેમાં અત્યારે પાણીનો સંગ્રહ થયેલો છે. આ પાણીમાં આસપાસના લોકો માછલાં પકડવા માટે જાળ પાથરી પાણીમાં ઉતરે છે. આ દરરોજની પ્રવૃત્તિ છે. જેથી પાણીમાં ડુબી જવાની સંભાવના છે. અથવાતો મોટી હોનારત થવાની સંભાવના છે. આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સામાજિક તત્વો દ્વારા આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને બંધ કરવાની જરૂર છે.

ભરાડા રેલ્વા ગામે કરજણ ચેકડેમમાંથી સુરતના ઉમરપાડામાં પાણી પહોંચાડાય છે

ભરાડા રેલ્વા ગામે કરજણ નદી ઉપર મોટો ચેકડેમનું સંગ્રહ થયેલું પાણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 24થી 28 ગામના લોકોને પુરવઠા યોજના અંતર્ગત પાઈપલાઈન દ્વારા આપવામાં આવે છે. ત્યારે આ ચેકડેમના સંગ્રહ થયેલા પાણીમાં અસામાજિક તત્વો માછલાં પકડવા પાણીમાં ઉતરે છે. પાણીને ડહોળી નાખે છે. આવું અશુધ્ધ પાણી લોકો પીવે છે. આ ચેકડેમમાં માછીમારીની પ્રવૃત્તિ બંધ કરવાની લોકો માગ ઉઠવા પામી છે. આ અશુદ્ધ પાણી પીને લોકો બિમાર પડવાની સંભાવના છે. પાણી જન્ય રોગચાળો ફટવાની સંભાવના નકારી શકાય તેમ નથી. માટે માછલાં પકડવાની પ્રવૃત્તિ બંધ કરવાની જરૂર છે.