BHARUCH NEWS: કોલવાણ-રાણીપુર ગામ વચ્ચે વહેતી દેહેલી નદી સુકાઈ ગઈ

જળસ્તર નીચે જતાં રહેતાં જળસંકટ શરૂ થઈ ગયુંગામડાંના ખેડૂતોને સિંચાઇ પાણી મળતું બંધ થઈ ગયું સાગબારા તાલુકાની દેહેલી નદીમાં થોડું પાણી જોવા મળે છે. સાગબારા તાલુકામાં આવેલી વિવિધ નદીઓ, ખાડી કોતરમાં પાણી સુકાઈ ગયા છે. આ વિસ્તારમાં જળ સંકટ શરૂ થઈ ગયું છે. ત્યારે કોલવાણ અને રાણીપુર ગામ વચ્ચે વહેતી દેહેલી નદી સુકાઈ જતાં જળ સંકટ સર્જાયું છે. સાગબારા તાલુકામાં અત્યારે સૂર્ય નારાયણનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે આ ગરમીની અસર જળસ્તર ઉપર પણ પડી છે. દેહેલી નદીમાં થોડું પાણી ભરાયેલું જેવા મળે છે. અમુક જગ્યાએ દરાઓ પાણીથી ભરાયેલા જેવા મળે છે. ખાડાઓમાં થોડું પાણી સંગ્રહાયેલું જેવા મળે છે. કોલવાણ અને રાણીપુર અને અન્ય ગામડાંના ખેડૂતોને સિંચાઇ પાણી મળતું બંધ થઈ ગયું છે. ઉનાળું પાકો માટે સિંચાઇના પાણી મળતું નથી તેને કારણે ખેડૂતો ઉનાળું પાકો ઉનાળું મગ, મકાઈ અને અન્ય પાકો લઈ શકતાં નથી. પશુઓને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે. પ્રાણીઓને અને પક્ષીઓ પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે. નદી ઉપર બનાવેલો ચેકડેમ તૂટી ગયો છે  બિસ્માર હાલતમાં છે. ચેકડેમ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. આ ચેકડેમને રીપેર કરવામાં આવતો નથી. અને રીનોવેશન કરવામાં આવતો નથી. આ જગ્યાએ નવો ચેકડેમ બનાવવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે.

BHARUCH NEWS: કોલવાણ-રાણીપુર ગામ વચ્ચે વહેતી દેહેલી નદી સુકાઈ ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જળસ્તર નીચે જતાં રહેતાં જળસંકટ શરૂ થઈ ગયું
  • ગામડાંના ખેડૂતોને સિંચાઇ પાણી મળતું બંધ થઈ ગયું
  • સાગબારા તાલુકાની દેહેલી નદીમાં થોડું પાણી જોવા મળે છે.

સાગબારા તાલુકામાં આવેલી વિવિધ નદીઓ, ખાડી કોતરમાં પાણી સુકાઈ ગયા છે. આ વિસ્તારમાં જળ સંકટ શરૂ થઈ ગયું છે. ત્યારે કોલવાણ અને રાણીપુર ગામ વચ્ચે વહેતી દેહેલી નદી સુકાઈ જતાં જળ સંકટ સર્જાયું છે.

સાગબારા તાલુકામાં અત્યારે સૂર્ય નારાયણનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે આ ગરમીની અસર જળસ્તર ઉપર પણ પડી છે. દેહેલી નદીમાં થોડું પાણી ભરાયેલું જેવા મળે છે. અમુક જગ્યાએ દરાઓ પાણીથી ભરાયેલા જેવા મળે છે. ખાડાઓમાં થોડું પાણી સંગ્રહાયેલું જેવા મળે છે. કોલવાણ અને રાણીપુર અને અન્ય ગામડાંના ખેડૂતોને સિંચાઇ પાણી મળતું બંધ થઈ ગયું છે. ઉનાળું પાકો માટે સિંચાઇના પાણી મળતું નથી તેને કારણે ખેડૂતો ઉનાળું પાકો ઉનાળું મગ, મકાઈ અને અન્ય પાકો લઈ શકતાં નથી. પશુઓને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે. પ્રાણીઓને અને પક્ષીઓ પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે.

નદી ઉપર બનાવેલો ચેકડેમ તૂટી ગયો છે

 બિસ્માર હાલતમાં છે. ચેકડેમ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. આ ચેકડેમને રીપેર કરવામાં આવતો નથી. અને રીનોવેશન કરવામાં આવતો નથી. આ જગ્યાએ નવો ચેકડેમ બનાવવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે.