Junagadh Rains: જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વંથલી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ

જૂનાગઢ જિલ્લા અને તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદવંથલી, કેશોદ, વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી મળી રાહત જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વંથલીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જૂનાગઢ જિલ્લા અને તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદજૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વંથલી, કેશોદ, વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. જૂનાગઢ શહેરમાં વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાબલપૂર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતવરણમાં ઠંડડ જોવા મળી હતી.ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 

Junagadh Rains: જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વંથલી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢ જિલ્લા અને તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદ
  • વંથલી, કેશોદ, વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો 
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી મળી રાહત 

જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વંથલીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

જૂનાગઢ જિલ્લા અને તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદ

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વંથલી, કેશોદ, વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. જૂનાગઢ શહેરમાં વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાબલપૂર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતવરણમાં ઠંડડ જોવા મળી હતી.

ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.