ભાવનગરમાં બે સગાભાઈઓ પર જાહેરમાં આડેધડ ફાયરિંગ, એકનું મોત

Firing In Bhavnagar: ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે યુવાન ઉપર ધડાધડ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે (13મી જૂન) બપોરના સમયે કેટલાક મિત્રો વિઠ્ઠલવાડી હનુમાન દાદાના મંદિર પાસે ભેગા થયા હતા. ત્યારે કેટલાક શખસોએ આવી જૂની અદાવતની દાઝ રાખી બે સગાભાઈ ઉપર ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ ઘટનામાં કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના નાનાભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટનાને પગલે પોલીસનો મસમોટો કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો હતો. હાલ પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ભાવનગરમાં બે સગાભાઈઓ પર જાહેરમાં આડેધડ ફાયરિંગ, એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Firing In Bhavnagar: ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે યુવાન ઉપર ધડાધડ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે (13મી જૂન) બપોરના સમયે કેટલાક મિત્રો વિઠ્ઠલવાડી હનુમાન દાદાના મંદિર પાસે ભેગા થયા હતા. ત્યારે કેટલાક શખસોએ આવી જૂની અદાવતની દાઝ રાખી બે સગાભાઈ ઉપર ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ ઘટનામાં કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના નાનાભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટનાને પગલે પોલીસનો મસમોટો કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો હતો. હાલ પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.