Banaskantha News: જિલ્લાના વિભાજન વખતે ધાનેરા અને કાંકરેજમાં વિરોધ થયો હતો, હવે સરકારે બંને તાલુકા બનાસકાંઠામાં જ રાખ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારે થોડા સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. આ દરમિયાન કાંકરેજ અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા વિરોધ શરૂ થયો હતો. ત્યારે રાજ્ય સરકારે હવે જાહેર કરેલા નવા 17 તાલુકાઓમાં બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ કર્યો છે.હવે આ નવા તાલુકાઓની રચના બાદ બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકા અને વાવ થરાદમાં આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ થશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે.નવ રચિત ઓગડ અને હડાદ તાલુકો બનાસકાંઠામાં રહેશે. જ્યારે દિયોદર, લાખણી,ધરણીધર અને રાહ તાલુકો નવા વાવ થરાદ જિલ્લામાં રહેશે. આમ રાજ્ય સરકારે નવો જિલ્લો જાહેર કરતા ઉભા થયેલા વિરોધને ડામવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્થાનિક સુત્રો જણાવી રહ્યાં છે.
વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજનો થરાદમાં સમાવેશ કરાયો હતો
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજનો થરાદમાં સમાવેશ કરાયો હતો. જેથી બંને વિસ્તારોમાં લોકોએ વિરોધ કર્યો હતો. હવે નવા તાલુકાઓની જાહેરાત બાદ ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવ્યા છે. જેથી બંને તાલુકાઓના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ધાનેરા વાસીઓએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં માત્ર ધાનેરાના લોકો જ નહીં પરંતુ ધાનેરાના પૂર્વ ધારાસભ્યો સહિત વર્તમાન ધારાસભ્ય પણ જોડાયા હતા. હવે સરકારના નિર્ણયને લોકોએ વધાવી લીધો છે.
What's Your Reaction?






