Arvalli News: મોડાસામાં 1.10 કરોડની ફિલ્મી ઢબે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 5 આરોપી ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી જિલ્લાના મોડાસા-સાયરા રોડ પર ગત 19 તારીખે થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલવામાં જિલ્લા એલ.સી.બી. (LCB)ને મોટી સફળતા મળી છે. ટ્રાન્સપોર્ટની ટ્રક રોકીને 1.10 કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર 6 લૂંટારુઓ પૈકી 5 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. જોકે, આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 19 તારીખે મોડાસાના સાયરા પાસે એક ટ્રાન્સપોર્ટની ટ્રક પસાર થઈ રહી હતી. આ દરમિયાન લૂંટારુઓએ ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કર્યો હતો અને 'ટ્રક ચેક કરવાનો છે' તેમ કહી તેને ઉભી રખાવી હતી. ટ્રક ઉભી રહેતા જ 6 જેટલા શખ્સોએ આતંક મચાવી ટ્રકમાંથી 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીના દાગીના સહિત કુલ 1.10 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ટ્રક માલિકે આ અંગે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
LCB ની તપાસ અને રિકવરી
ઘટનાની ગંભીરતાને જોતા અરવલ્લી એલસીબીએ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં સફળતા મળી છે. જેમાં રૂપિયા 73 લાખના સોના-ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. લૂંટમાં વપરાયેલી બે કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ મુદ્દામાલ સાથે 5 લૂંટારૂઓની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય આરોપી હજુ ફરાર
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ સમગ્ર લૂંટનો પ્લાન બનાવનાર અને મુખ્ય આરોપી અકબર હજુ પણ ફરાર છે. પોલીસે ઝડપાયેલા પાંચેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને અકબરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. ભરબજારમાં અને મુખ્ય માર્ગ પર થયેલી આ લૂંટનો ભેદ ઉકેલાતા વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો - Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

