Ankleshwar: વિદ્યાર્થીઓને વિતરણ કરવા આપેલી સાયકલ 9 વર્ષથી ખાઈ રહી છે ધૂળ

સરકારી બાબુઓની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાઈએ ચઢી9 વર્ષથી સાયકલ અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે આપવામાં આવેલો સાયકલનો આ જથ્થો વિવિધ શાળામાં પડી રહ્યો છે અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે, સરકારી બાબુઓની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાઈએ ચઢી હોય એવુ લાગી રહ્યું છે. સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓની જાહેરાત પણ અમલવારીમાં સરકારી બાબૂઓની લાલિયાવાડી ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમયમર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે. સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓની જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ તેની અમલવારીમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. પરિણામે સરકારની કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમયમર્યાદામાં પહોંચતી નથી. 9 વર્ષથી સાયકલ અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથીજેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે. અંકલેશ્વરમાં આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે. અંકલેશ્વરની એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે. આ સાયકલ વર્ષ 2015 એટલે કે 9 વર્ષથી અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી.સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છેસાયકલનો આ જથ્થો અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત વિવિધ શાળામાં પડી રહ્યો છે જેને અંકલેશ્વર,હાંસોટ અને જંબુસર સહિતના તાલુકાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે આપવામાં આવ્યો હતો, પરંતુ સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ સરકારી બાબુઓની આળસના કારણે મળી રહ્યો નથી. ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સરકારી સહાય અંતર્ગત સાયકલ આપવાની હોય તેની મોટે ઉપાડે જાહેરાત કરી દેવાય છે અને તે સાયકલનો જથ્થો 9-9 વર્ષથી એક જ જગ્યાએ પડ્યો રહે છે અને સરવાળે તે ભંગારમાં ફેરવાઈ જાય તે સ્થિતિ જવાબદારો અને લાભાર્થીઓ માટે કેટલી દયનીય કહી શકાય, આવી દયાજનક સ્થિતિનું નિર્માણ થાય તેના માટે જવાબદાર કોણ?

Ankleshwar: વિદ્યાર્થીઓને વિતરણ કરવા આપેલી સાયકલ 9 વર્ષથી ખાઈ રહી છે ધૂળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારી બાબુઓની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાઈએ ચઢી
  • 9 વર્ષથી સાયકલ અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી
  • વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે આપવામાં આવેલો સાયકલનો આ જથ્થો વિવિધ શાળામાં પડી રહ્યો છે

અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે, સરકારી બાબુઓની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાઈએ ચઢી હોય એવુ લાગી રહ્યું છે. 

સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓની જાહેરાત પણ અમલવારીમાં સરકારી બાબૂઓની લાલિયાવાડી 

ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમયમર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે. સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓની જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ તેની અમલવારીમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. પરિણામે સરકારની કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમયમર્યાદામાં પહોંચતી નથી. 

9 વર્ષથી સાયકલ અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી

જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે. અંકલેશ્વરમાં આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે. અંકલેશ્વરની એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે. આ સાયકલ વર્ષ 2015 એટલે કે 9 વર્ષથી અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી.

સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે

સાયકલનો આ જથ્થો અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત વિવિધ શાળામાં પડી રહ્યો છે જેને અંકલેશ્વર,હાંસોટ અને જંબુસર સહિતના તાલુકાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે આપવામાં આવ્યો હતો, પરંતુ સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ સરકારી બાબુઓની આળસના કારણે મળી રહ્યો નથી. ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સરકારી સહાય અંતર્ગત સાયકલ આપવાની હોય તેની મોટે ઉપાડે જાહેરાત કરી દેવાય છે અને તે સાયકલનો જથ્થો 9-9 વર્ષથી એક જ જગ્યાએ પડ્યો રહે છે અને સરવાળે તે ભંગારમાં ફેરવાઈ જાય તે સ્થિતિ જવાબદારો અને લાભાર્થીઓ માટે કેટલી દયનીય કહી શકાય, આવી દયાજનક સ્થિતિનું નિર્માણ થાય તેના માટે જવાબદાર કોણ?