Patan: મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, 1 મહિનામાં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી

પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો પરંતુ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ હવે માથું ઉંચક્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, હિપેટાયટીસ અને વાયરલ ફીવરના રોગચાળાએ માથું ઊંચક્યું છે.જેને લઈ સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, પાટણ શહેરની સરકારી હોસ્પિટલોમાં રોજે રોજ 600થી 700 દર્દીઓ આવે છે અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં ખાસ કરીને નાના બાળકોમા ડેન્ગ્યુની બીમારી વધી રહી છે સાથે વાયરલ ફીવરના પણ કેસો વધી રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવરના કેસો નોંધાયા પાટણ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અત્યારે બાળકોમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તો મચ્છરજન્ય મેલેરિયા, ટાઈફોઈડ તેમજ વાયરલ ફીવરના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. સમગ્ર પાટણ શહેરમાં અત્યારે વરસાદના વિરામ બાદ ડેન્ગ્યુની બીમારીમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. ભાદરવા મહિનામાં વાતાવરણ સવારે ઠંડુ અને બપોરે ગરમી ફરી રાત્રે ઠંડુ રહેવાને લઈ સીઝનલ તાવ , શરદી , ખાંસી જેવા રોગોએતો માથું ઊંચક્યું છે. પાટણ સિવિલમાં 1 મહિનામાં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી સાથે સાથે ડેન્ગ્યુ, મેલેરિયાની બિમારી પણ વધી રહી છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિના માં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે તો રોજના 600થી 700 નવા કેસોની અત્યારે ઓપીડી નોંધાય છે. જેમાં 300 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 30 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો સિવિલ હોસ્પિટલમાં સમયસર ડોક્ટર ન આવતા પણ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી વધી પાટણ શહેરમાં અત્યારે ભાદરવા મહિનામાં દિવસ દરમ્યાન વાતાવરણમાં વારંવાર પલટો અને સતત ભેજ વાળું રહેવાને લઈ સાથે વરસાદના વિરામ બાદ વરસાદી પાણી જ્યા ભરાઈ રહે તેવા સ્થળો પર મચ્છરોનો ઉપદ્રવ પણ વધવાને પગલે રોગચાળામાં વધારો થઈ રહ્યો છે, જેને સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. હાલની સ્થિતિમાં પાટણ શહેર અત્યારે બીમાર બન્યું છે અને ઘરે ઘરે વાયરલ ફીવરના કેસો સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી પણ વધી રહી છે. ડેન્ગ્યુ સહિત મેલેરિયાના 300 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજના 600થી 700 જેટલા વાયરલ ફીવરના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે અને રોજે રોજ બાળકોમાં ડેન્ગ્યુના પણ લક્ષણો જોવા મળે છે, જેથી વાયરલ ફીવર તેમજ ડેન્ગ્યુ સહિત મેલેરિયાના 300 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. પાટણ શહેરમાં છેલ્લા એક મહિનામાં ઋતુ જન્ય બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરી અત્યારે બાળકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ તેમજ વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 

Patan: મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, 1 મહિનામાં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો પરંતુ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ હવે માથું ઉંચક્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, હિપેટાયટીસ અને વાયરલ ફીવરના રોગચાળાએ માથું ઊંચક્યું છે.

જેને લઈ સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, પાટણ શહેરની સરકારી હોસ્પિટલોમાં રોજે રોજ 600થી 700 દર્દીઓ આવે છે અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં ખાસ કરીને નાના બાળકોમા ડેન્ગ્યુની બીમારી વધી રહી છે સાથે વાયરલ ફીવરના પણ કેસો વધી રહ્યા છે.


ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવરના કેસો નોંધાયા

પાટણ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અત્યારે બાળકોમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તો મચ્છરજન્ય મેલેરિયા, ટાઈફોઈડ તેમજ વાયરલ ફીવરના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. સમગ્ર પાટણ શહેરમાં અત્યારે વરસાદના વિરામ બાદ ડેન્ગ્યુની બીમારીમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. ભાદરવા મહિનામાં વાતાવરણ સવારે ઠંડુ અને બપોરે ગરમી ફરી રાત્રે ઠંડુ રહેવાને લઈ સીઝનલ તાવ , શરદી , ખાંસી જેવા રોગોએતો માથું ઊંચક્યું છે.

પાટણ સિવિલમાં 1 મહિનામાં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી

સાથે સાથે ડેન્ગ્યુ, મેલેરિયાની બિમારી પણ વધી રહી છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિના માં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે તો રોજના 600થી 700 નવા કેસોની અત્યારે ઓપીડી નોંધાય છે. જેમાં 300 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 30 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો સિવિલ હોસ્પિટલમાં સમયસર ડોક્ટર ન આવતા પણ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.


ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી વધી

પાટણ શહેરમાં અત્યારે ભાદરવા મહિનામાં દિવસ દરમ્યાન વાતાવરણમાં વારંવાર પલટો અને સતત ભેજ વાળું રહેવાને લઈ સાથે વરસાદના વિરામ બાદ વરસાદી પાણી જ્યા ભરાઈ રહે તેવા સ્થળો પર મચ્છરોનો ઉપદ્રવ પણ વધવાને પગલે રોગચાળામાં વધારો થઈ રહ્યો છે, જેને સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. હાલની સ્થિતિમાં પાટણ શહેર અત્યારે બીમાર બન્યું છે અને ઘરે ઘરે વાયરલ ફીવરના કેસો સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી પણ વધી રહી છે.

ડેન્ગ્યુ સહિત મેલેરિયાના 300 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ

પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજના 600થી 700 જેટલા વાયરલ ફીવરના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે અને રોજે રોજ બાળકોમાં ડેન્ગ્યુના પણ લક્ષણો જોવા મળે છે, જેથી વાયરલ ફીવર તેમજ ડેન્ગ્યુ સહિત મેલેરિયાના 300 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. પાટણ શહેરમાં છેલ્લા એક મહિનામાં ઋતુ જન્ય બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરી અત્યારે બાળકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ તેમજ વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.