Bhavnagar જિલ્લામાં મેઘરાજાની મહેર,તળાજા પંથકમાં મન મૂકીને વરસ્યો વરસાદ

મેઘરાજા તળાજા પંથકમાં મન મૂકી ને વરસી રહ્યા છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સાર્વત્રિક મેઘરાજાનું આગમન ગ્રામ્ય પંથકમાં મેઘરાજા નું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે,ત્યારે ભાવનગરમાં સવારથી વરસાદે માજા મૂકી છે.તળાજા પંથકમાં દાઠા, વાટલીયા, રોજીયા, તલ્લી, વાલર, ઊંચા કોટડા અને નીચા કોટડા, જાગધાર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો થયો છે.તો ખેડૂતોના કપાસ, મગફળી, ડુંગળી અને બાજરી સહિતના પાકો ને મળ્યું જીવનદાન. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 62 મિમી, ઉમરાળામાં -49 મિમી, ભાવનગરમાં - 21 મિમી, ઘોઘામાં - 10 મિમી, સિહોરમાં - 26 મિમી, ગારીયાધારમાં - 21 મિમી, પાલીતાણામાં - 5 મિમી, તળાજામાં - 11 મિમી, મહુવામાં - 21 મિમી તથા જેસરમાં - 5 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. શું કહે છે હવામાન વિભાગની આગાહી ભાવનગર જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાઓમાં 13 જુલાઈ થી 15 જુલાઈ આજથી સોમવાર સુધી ત્રણ દિવસ છુટા છવાયા અને ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 16 જુલાઈને મંગળવારના રોજ જિલ્લામાં કેટલાક સ્થળો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે ભરાયા પાણી સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘાસર્કલ, મેઘાણીસર્કલ, ક્રેસન્ટ, હલુરીયાચોક, ગંગાજળીયા તળાવ, જશોનાથ ચોક, પાનવાડી ચોક, વિજય ટોકીઝ રોડ, અલકા સિનેમા થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બરોડા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ આ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.અરવલ્લીના મોડાસાના ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા છે.ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સહિત કચ્છના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે. જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર,ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં તો ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

Bhavnagar જિલ્લામાં મેઘરાજાની મહેર,તળાજા પંથકમાં મન મૂકીને વરસ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેઘરાજા તળાજા પંથકમાં મન મૂકી ને વરસી રહ્યા છે
  • ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સાર્વત્રિક મેઘરાજાનું આગમન
  • ગ્રામ્ય પંથકમાં મેઘરાજા નું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે,ત્યારે ભાવનગરમાં સવારથી વરસાદે માજા મૂકી છે.તળાજા પંથકમાં દાઠા, વાટલીયા, રોજીયા, તલ્લી, વાલર, ઊંચા કોટડા અને નીચા કોટડા, જાગધાર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો થયો છે.તો ખેડૂતોના કપાસ, મગફળી, ડુંગળી અને બાજરી સહિતના પાકો ને મળ્યું જીવનદાન.

છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા

ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 62 મિમી, ઉમરાળામાં -49 મિમી, ભાવનગરમાં - 21 મિમી, ઘોઘામાં - 10 મિમી, સિહોરમાં - 26 મિમી, ગારીયાધારમાં - 21 મિમી, પાલીતાણામાં - 5 મિમી, તળાજામાં - 11 મિમી, મહુવામાં - 21 મિમી તથા જેસરમાં - 5 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.


શું કહે છે હવામાન વિભાગની આગાહી

ભાવનગર જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાઓમાં 13 જુલાઈ થી 15 જુલાઈ આજથી સોમવાર સુધી ત્રણ દિવસ છુટા છવાયા અને ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 16 જુલાઈને મંગળવારના રોજ જિલ્લામાં કેટલાક સ્થળો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદના કારણે ભરાયા પાણી

સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘાસર્કલ, મેઘાણીસર્કલ, ક્રેસન્ટ, હલુરીયાચોક, ગંગાજળીયા તળાવ, જશોનાથ ચોક, પાનવાડી ચોક, વિજય ટોકીઝ રોડ, અલકા સિનેમા થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બરોડા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ આ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.અરવલ્લીના મોડાસાના ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા છે.ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સહિત કચ્છના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે.

જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર,ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં તો ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.