ગરૂડેશ્વર વિસ્તારમાં આજે બંધનું એલાન અપાયું

ઈજાગ્રસ્તનું પણ મોત થતાં બે યુવકોની હત્યા થતા આદિવાસી સમાજમાં ભારે રોષપોલીસે પકડેલા છ આરોપીઓ સામે ડબલ મર્ડરની કલમ સહિત ગુનો દાખલ કર્યો એક નાં એક યુવાન દીકરાઓના મોત નાં ખબર મળતા ગ્રામજનો સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝીયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને બાંધકામ સાઇડ પર જોતા ચોરીની શંકા કરીને બંને ને દોરડા વડે બાંધી ને લોખંડની પાઇપ પીવીસી ની પાઇપોથી માર મારતા એક યુવાન જયેશ તડવી નું મોત ગઈકાલે નિપજ્યું જ્યારે બીજો ગંભીર ઇજાગ્રસ્ત એવા સંજય તડવી ની પૂછ પરછ કરી કેવડીયા પોલીસે ફરિયાદ નોંધી એ ફરિયાદી યુવાન બીજે દિવસે મોત નિપજ્યું હતું. એક નાં એક યુવાન દીકરાઓના મોત નાં ખબર મળતા ગ્રામજનો સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા.જ્યારે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવાર ને સાંત્વના આપતા મૃતક ની માતાને ભેટી ધ્રુસકે ધ્રુસકે દર્શનાબેન પણ રડી પાડયા હતા હોસ્પિટલ માં શોક નું.મોજું ફેરવાઈ ગયું હતું. ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો દોડી આવ્યા હતા. બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કરવા મૃતદેહ ને લઈ ગયા હતા. સંજય તડવીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. એટલે આં હત્યાના કેસ માં ફરિયાદી હતો તેનું પણ મૃત્યુ થયું ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હવે ડબલ મર્ડર ની કલમ સહિત અન્ય કલમો હેઠળ તપાસ હાથ ધરી વધુ કોણ આરોપી હતા તેમની પૂછપરછ કરવા રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને ફંસીની સજા આપો મૃતક સંજય તડવીના ભાભી વર્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે આજે ઘટના છે ખૂબ જ ખરાબ છે અમારા આદિવાસી યુવાનોને આ રીતે માર મારવામાં આવ્યો છે અને તેઓની હત્યા કરવામાં આવી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે આજે આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા અને તેઓને ફંસીની સજા થવી જોઈએ તેવી તેમની માંગ છે. નર્મદા માતાની મૂર્તિ નજીક કાર્યક્રમ યોજાશે બે યુવાનોની ઢોર માર મારતા મોત થતા ઘટનાના પગલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કેવડિયા ગરૂડેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને નર્મદા માતાના મૂર્તિ નજીક એક કાર્યક્રમનું પણ આદિવાસી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આરોપીઓ સામે ક્યા ગુના નોંધાયા આરોપીઓ1. માર્ગીશ હીરપરા, 2.દેવલ પટેલ, 3. દીપુ યાદવ, 4.વનરાજ તાવિયાડ, 5.શૈલેષ તાવિયાડ અને 6. ઉમેશ ગુપ્તા સામે પોલીસે ડબલ મર્ડર, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી.

ગરૂડેશ્વર વિસ્તારમાં આજે બંધનું એલાન અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈજાગ્રસ્તનું પણ મોત થતાં બે યુવકોની હત્યા થતા આદિવાસી સમાજમાં ભારે રોષ
  • પોલીસે પકડેલા છ આરોપીઓ સામે ડબલ મર્ડરની કલમ સહિત ગુનો દાખલ કર્યો
  • એક નાં એક યુવાન દીકરાઓના મોત નાં ખબર મળતા ગ્રામજનો સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા

સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝીયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને બાંધકામ સાઇડ પર જોતા ચોરીની શંકા કરીને બંને ને દોરડા વડે બાંધી ને લોખંડની પાઇપ પીવીસી ની પાઇપોથી માર મારતા એક યુવાન જયેશ તડવી નું મોત ગઈકાલે નિપજ્યું જ્યારે બીજો ગંભીર ઇજાગ્રસ્ત એવા સંજય તડવી ની પૂછ પરછ કરી કેવડીયા પોલીસે ફરિયાદ નોંધી એ ફરિયાદી યુવાન બીજે દિવસે મોત નિપજ્યું હતું.

એક નાં એક યુવાન દીકરાઓના મોત નાં ખબર મળતા ગ્રામજનો સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા.જ્યારે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવાર ને સાંત્વના આપતા મૃતક ની માતાને ભેટી ધ્રુસકે ધ્રુસકે દર્શનાબેન પણ રડી પાડયા હતા હોસ્પિટલ માં શોક નું.મોજું ફેરવાઈ ગયું હતું. ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો દોડી આવ્યા હતા.

બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કરવા મૃતદેહ ને લઈ ગયા હતા. સંજય તડવીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. એટલે આં હત્યાના કેસ માં ફરિયાદી હતો તેનું પણ મૃત્યુ થયું ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હવે ડબલ મર્ડર ની કલમ સહિત અન્ય કલમો હેઠળ તપાસ હાથ ધરી વધુ કોણ આરોપી હતા તેમની પૂછપરછ કરવા રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓને ફંસીની સજા આપો

મૃતક સંજય તડવીના ભાભી વર્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે આજે ઘટના છે ખૂબ જ ખરાબ છે અમારા આદિવાસી યુવાનોને આ રીતે માર મારવામાં આવ્યો છે અને તેઓની હત્યા કરવામાં આવી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે આજે આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા અને તેઓને ફંસીની સજા થવી જોઈએ તેવી તેમની માંગ છે.

નર્મદા માતાની મૂર્તિ નજીક કાર્યક્રમ યોજાશે

બે યુવાનોની ઢોર માર મારતા મોત થતા ઘટનાના પગલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કેવડિયા ગરૂડેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને નર્મદા માતાના મૂર્તિ નજીક એક કાર્યક્રમનું પણ આદિવાસી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આરોપીઓ સામે ક્યા ગુના નોંધાયા

આરોપીઓ1. માર્ગીશ હીરપરા, 2.દેવલ પટેલ, 3. દીપુ યાદવ, 4.વનરાજ તાવિયાડ, 5.શૈલેષ તાવિયાડ અને 6. ઉમેશ ગુપ્તા સામે પોલીસે ડબલ મર્ડર, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી.