ભરૂચના મક્તમપુરની મહિલાની નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા
ગત રાત્રિના 8 વાગ્યે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવીજુના બોરભાઠા બેટ ગામના સ્મશાન પાસેથી લાશ મળી આવી અંકલેશ્વર ફાયર ફાઈટર ટીમે નદીમાં મહિલાની શોધ આદરી હતી. ભરૂચના મકતમપુરમાં રહેતી સુશીલાબને અંબુભાઈ પટેલ (ઉ.વ.58)એ કેબલ બ્રિજ પરથી નર્મદામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મકતમપુર વિસ્તારમાં રહેતા સુશીલાબેન ગઈકાલે રાત્રિના 8 વાગ્યા પછી તેમના ઘરેથી તેમના માતાના ઘરે જાઉં છું એમ જણાવી નીકળ્યા હતા. તેમના માતા બાજુના જ ફળીયામાં રહેતા હોઈ ઘરના અન્ય સભ્યો હમણાં આવશે એમ વિચારી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મોડી રાત થઈ ગઈ તેમ છતાં સુશીલાબેન પરત ન ફરતા તેમની શોધખોળ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તેઓની આજુબાજુ બ્રિજ પર તપાસ કરતા સુશીલાબેનન ઓઢણી, ચંપલ અને તેમનો ફોટો બ્રિજ પરથી મળી આવેલ ત્યારબાદ પરિવારજનો દ્વારા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવેલ હતો. ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ, અંકલેશ્વર ફાયર ફાઈટર ટીમને સાથે રાખી નર્મદા નદીમાં શોધખોળ કરતા સુશીલા બેનનો મૃતદેહ અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના સ્મશાન પાસેના નદીના કિનારેથી મળી આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગત રાત્રિના 8 વાગ્યે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી
- જુના બોરભાઠા બેટ ગામના સ્મશાન પાસેથી લાશ મળી આવી
- અંકલેશ્વર ફાયર ફાઈટર ટીમે નદીમાં મહિલાની શોધ આદરી હતી.
ભરૂચના મકતમપુરમાં રહેતી સુશીલાબને અંબુભાઈ પટેલ (ઉ.વ.58)એ કેબલ બ્રિજ પરથી નર્મદામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
મકતમપુર વિસ્તારમાં રહેતા સુશીલાબેન ગઈકાલે રાત્રિના 8 વાગ્યા પછી તેમના ઘરેથી તેમના માતાના ઘરે જાઉં છું એમ જણાવી નીકળ્યા હતા. તેમના માતા બાજુના જ ફળીયામાં રહેતા હોઈ ઘરના અન્ય સભ્યો હમણાં આવશે એમ વિચારી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મોડી રાત થઈ ગઈ તેમ છતાં સુશીલાબેન પરત ન ફરતા તેમની શોધખોળ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
તેઓની આજુબાજુ બ્રિજ પર તપાસ કરતા સુશીલાબેનન ઓઢણી, ચંપલ અને તેમનો ફોટો બ્રિજ પરથી મળી આવેલ ત્યારબાદ પરિવારજનો દ્વારા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવેલ હતો. ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ, અંકલેશ્વર ફાયર ફાઈટર ટીમને સાથે રાખી નર્મદા નદીમાં શોધખોળ કરતા સુશીલા બેનનો મૃતદેહ અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના સ્મશાન પાસેના નદીના કિનારેથી મળી આવ્યો હતો.