Anand: બોરસદમાં તારાજી, ઋષિકેશ પટેલે ટ્રેક્ટર પર બેસીને પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું

વરસાદી પાણીનો નિકાલ ન થતા મંત્રી સામે લોકો આક્રોશમાંઆણંદના બોરસદમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ ઋષિકેશ પટેલે વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી આણંદના બોરસદ વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને ધોધમાર વરસાદને કારણે સ્થાનિકો મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાયા છે. બોરસદમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. બોરસદના અક્ષરનગરના રહીશોએ પાણીનો નિકાલ ના થતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.  મંત્રી ઋષિકેશ પટેલે ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે પહોંચ્યા અને આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે ઋષિકેશ પટેલે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મંત્રી અધિકારીઓની સાથે બેઠક બાદ બોરસદના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટર બેસીને નિરીક્ષણ કર્યુ હતું. તે દરમિયાન સ્થાનિકોએ મંત્રી સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો તમને જણાવી દઈએ કે ગઈકાલે બોરસદ વિસ્તારમાં 14 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સ્થાનિકો મુશ્કેલીઓમાં મુકાયા હતા, ત્યારે આજે મંત્રી ઋષિકેશ પટેલે બોરસદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યુ અને તંત્ર સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે બોરસદની 1500 વિઘા જમીન પાણીથી જળબંબાકાર થઈ ગઈ છે તો ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાને 24 કલાક વિતી ગયા છે તેમ છત્તા વરસાદી પાણી ઓસર્યા નથી. એનડીઆરએફની 10થી વધુ ટીમો ઘટના સ્થળે બોરસદમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. એનડીઆરએફની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જરૂરિયાત લોકોનું રેસ્કયું પણ કરાઈ રહ્યું છે. પૂરમાં અસરગ્રસ્ત લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. અક્ષર નગર સોસાયટી, જનતા બજાર, જૈન દેરાસર, વાસદ ચોકડી, ખાસીવાડી, ભોભા તળાવ, વાન તળાવ સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઇ ગયા હતા. અલારસા-દાવોલ, બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ રોડ બંધ કરવાની ફરજ પડી હતી.

Anand: બોરસદમાં તારાજી, ઋષિકેશ પટેલે ટ્રેક્ટર પર બેસીને પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી પાણીનો નિકાલ ન થતા મંત્રી સામે લોકો આક્રોશમાં
  • આણંદના બોરસદમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ
  • ઋષિકેશ પટેલે વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી

આણંદના બોરસદ વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને ધોધમાર વરસાદને કારણે સ્થાનિકો મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાયા છે. બોરસદમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. બોરસદના અક્ષરનગરના રહીશોએ પાણીનો નિકાલ ના થતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

 મંત્રી ઋષિકેશ પટેલે ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું

વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે પહોંચ્યા અને આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે ઋષિકેશ પટેલે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મંત્રી અધિકારીઓની સાથે બેઠક બાદ બોરસદના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટર બેસીને નિરીક્ષણ કર્યુ હતું. તે દરમિયાન સ્થાનિકોએ મંત્રી સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો

તમને જણાવી દઈએ કે ગઈકાલે બોરસદ વિસ્તારમાં 14 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સ્થાનિકો મુશ્કેલીઓમાં મુકાયા હતા, ત્યારે આજે મંત્રી ઋષિકેશ પટેલે બોરસદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યુ અને તંત્ર સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે બોરસદની 1500 વિઘા જમીન પાણીથી જળબંબાકાર થઈ ગઈ છે તો ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાને 24 કલાક વિતી ગયા છે તેમ છત્તા વરસાદી પાણી ઓસર્યા નથી.

એનડીઆરએફની 10થી વધુ ટીમો ઘટના સ્થળે

બોરસદમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. એનડીઆરએફની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જરૂરિયાત લોકોનું રેસ્કયું પણ કરાઈ રહ્યું છે. પૂરમાં અસરગ્રસ્ત લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. અક્ષર નગર સોસાયટી, જનતા બજાર, જૈન દેરાસર, વાસદ ચોકડી, ખાસીવાડી, ભોભા તળાવ, વાન તળાવ સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઇ ગયા હતા. અલારસા-દાવોલ, બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ રોડ બંધ કરવાની ફરજ પડી હતી.