Petladના સુણાવ ગામેથી વિદેશી દારુ ઝડપાયો, 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત

કુંભારીયા નજીક ગોડાઉનમાંથી 7 દારુની બોટલો ઝડપાઈબીલ વગરની 60 ઘરઘંટી પણ ઝડપાઈ પોલીસે 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આણંદના પેટલાદમાંથી વિદેશી દારુ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પેટલાદના સુણાવ ગામેથી વિદેશી દારૂની બોટલ અને બીલ વગરની ઘરઘંટીનો મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ હાથ ધરી છે. પોલીસે વિદેશી દારૂની 7 બોટલો અને 60 બીલ વગરની ઘરઘંટી ઝડપી પેટલાદના સુણાવ ગામે કુંભારીયા નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂની 7 બોટલો ઝડપી હતી અને સાથે 60 બીલ વગરની ઘરઘંટી ઝડપાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન આ વિદેશી દારૂની બોટલ અને ઘરઘંટીનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હર્ષિલકુમાર જનકભાઈ પટેલ જે સુણાવ સામે રહે છે, તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને આ સાથે બીલ વગરની 60 નંગ ઘરઘંટી સહિત કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ તપાસ દરમિયાન કબ્જે કર્યો છે. Panchmahal: વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ 11 ઓગસ્ટે પંચમહાલમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ હતુ. પંચમહાલની મઘાસર GIDCમાંથી આ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું હતુ. રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મગાવીને ધંધો કરવામાં આવી રહ્યો હતો. દારૂના જથ્થાનો સંગ્રહ કરીને તેને હાલોલ અને વડોદરા સહિત આજુબાજુના ડીલર સ્પોટ પર મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોઈને કેટલાક આરોપીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે છાપો મારી દારૂના જથ્થાની સાથે એક છોટા હાથી, એક કન્ટેનર, બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 10 દિવસ પહેલા જ જૂનાગઢમાં રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા જ જૂનાગઢમાં રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો હતો. ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે મેંદરડા નજીક મુદ્દામાલ મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે આ મામલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

Petladના સુણાવ ગામેથી વિદેશી દારુ ઝડપાયો, 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કુંભારીયા નજીક ગોડાઉનમાંથી 7 દારુની બોટલો ઝડપાઈ
  • બીલ વગરની 60 ઘરઘંટી પણ ઝડપાઈ
  • પોલીસે 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદના પેટલાદમાંથી વિદેશી દારુ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પેટલાદના સુણાવ ગામેથી વિદેશી દારૂની બોટલ અને બીલ વગરની ઘરઘંટીનો મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ હાથ ધરી છે.

પોલીસે વિદેશી દારૂની 7 બોટલો અને 60 બીલ વગરની ઘરઘંટી ઝડપી

પેટલાદના સુણાવ ગામે કુંભારીયા નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂની 7 બોટલો ઝડપી હતી અને સાથે 60 બીલ વગરની ઘરઘંટી ઝડપાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન આ વિદેશી દારૂની બોટલ અને ઘરઘંટીનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત

ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હર્ષિલકુમાર જનકભાઈ પટેલ જે સુણાવ સામે રહે છે, તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને આ સાથે બીલ વગરની 60 નંગ ઘરઘંટી સહિત કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ તપાસ દરમિયાન કબ્જે કર્યો છે.

Panchmahal: વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ

11 ઓગસ્ટે પંચમહાલમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ હતુ. પંચમહાલની મઘાસર GIDCમાંથી આ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું હતુ. રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મગાવીને ધંધો કરવામાં આવી રહ્યો હતો. દારૂના જથ્થાનો સંગ્રહ કરીને તેને હાલોલ અને વડોદરા સહિત આજુબાજુના ડીલર સ્પોટ પર મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોઈને કેટલાક આરોપીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે છાપો મારી દારૂના જથ્થાની સાથે એક છોટા હાથી, એક કન્ટેનર, બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

10 દિવસ પહેલા જ જૂનાગઢમાં રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો

તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા જ જૂનાગઢમાં રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો હતો. ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે મેંદરડા નજીક મુદ્દામાલ મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે આ મામલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી.