Anand News: 18 જૂને આણંદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત અંતર્ગત આણંદ ખાતે 18 જૂનના રોજ આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગુજરાતના મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડા ઉપસ્થિત રહેશે. આણંદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના સુચારૂ આયોજન અને તેની પૂર્વતૈયારી અંગે આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.
ઇન્ડસ્ટ્રી જગતના પેનલિસ્ટ્સ જોડાશે
જિલ્લા કલેક્ટરે આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અન્વયે જરૂરી આનુષંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ વાયબ્રન્ટ સમિટમાં ઇન્ડસ્ટ્રી જગતના પેનલિસ્ટ્સ જોડાશે અને વિવિધ વિષયોને સબંધિત ડિસ્કશન્સ આવરી લેવામાં આવશે.
અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશનર આર.એન.ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર લલીતકુમાર પટેલ, અધિક કલેક્ટર ગમારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી.દેસાઈ, પ્રાંત અધિકારી સહિત જિલ્લા કક્ષાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ તાલુકા કક્ષાએથી અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમે બેઠકમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

