Anand: નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો, વિરોધ પક્ષના કાઉન્સીલરોએ કોપીઓ ફાડી વિરોધ કર્યો
આણંદ નગરપાલિકાના સભાખંડમાં આજે બપોરે 12 કલાકે યોજાયેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે એજન્ડાની 86 અને પ્રમુખસ્થાનેથી મુકાયેલા 3 કામો સહિત કુલ 89 કામને બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી છે.વિરોધ પક્ષના કાઉન્સીલરોએ એજન્ડાની કોપીઓ ફાડીને હવામાં લહેરાવી ભારે હોબાળો મચાવ્યો પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજોયલી આ સભામાં સત્તાધારી પક્ષના 29 અને વિરોધ પક્ષના 12 કાઉન્સીલરો હાજર રહ્યા હતા. 'વંદે માતરમ' ગીતથી સભાની શરૂઆત થયા બાદ માત્ર બે જ મિનિટમાં તમામ કામોને બહુમતીથી મંજુર કરી દેવામાં આવતા વિરોક્ષ પક્ષના કાઉન્સીલરો મેજ ઉપર પહોંચી ગયા હતા અને તેમના દ્વારા કેટલાક કામો આપીને તે પણ મંજુર કરવાની માગણી કરી હતી અને ચીફ ઓફિસરનો ઘેરાવ કરીને એજન્ડાની કોપીઓ ફાડીને હવામાં લહેરાવી ભારે હોબાળો મચાવી મુક્યો હતો. તમામ કામ પર બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી આ સામાન્ય સભાના એજન્ડામાં શહેરના રસ્તા, પાણીની વ્યવસ્થા, બ્લોક પેવીંગ, લાઈટની વ્યવસ્થા જેવા કેટલાક વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના પર બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી હતી. સામાન્ય સભામાં અગાઉના કામોના બીલ વધારવા અને અગાઉ બ્યુટીફીકેશન કરેલ તળાવને બીજી વખત બ્યુટીફીકેશન કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. કાઉન્સીલરોએ ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું વિરોધ પક્ષના કાઉન્સીલરોએ ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયમાં સતાધારી પક્ષની મનમાની મુદ્દે વડોદરા પ્રાદેશિક કમિશનર અને હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવશે તેમ પાલિકા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ નગરપાલિકાના સભાખંડમાં આજે બપોરે 12 કલાકે યોજાયેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે એજન્ડાની 86 અને પ્રમુખસ્થાનેથી મુકાયેલા 3 કામો સહિત કુલ 89 કામને બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી છે.
વિરોધ પક્ષના કાઉન્સીલરોએ એજન્ડાની કોપીઓ ફાડીને હવામાં લહેરાવી ભારે હોબાળો મચાવ્યો
પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજોયલી આ સભામાં સત્તાધારી પક્ષના 29 અને વિરોધ પક્ષના 12 કાઉન્સીલરો હાજર રહ્યા હતા. 'વંદે માતરમ' ગીતથી સભાની શરૂઆત થયા બાદ માત્ર બે જ મિનિટમાં તમામ કામોને બહુમતીથી મંજુર કરી દેવામાં આવતા વિરોક્ષ પક્ષના કાઉન્સીલરો મેજ ઉપર પહોંચી ગયા હતા અને તેમના દ્વારા કેટલાક કામો આપીને તે પણ મંજુર કરવાની માગણી કરી હતી અને ચીફ ઓફિસરનો ઘેરાવ કરીને એજન્ડાની કોપીઓ ફાડીને હવામાં લહેરાવી ભારે હોબાળો મચાવી મુક્યો હતો.
તમામ કામ પર બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી
આ સામાન્ય સભાના એજન્ડામાં શહેરના રસ્તા, પાણીની વ્યવસ્થા, બ્લોક પેવીંગ, લાઈટની વ્યવસ્થા જેવા કેટલાક વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના પર બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી હતી. સામાન્ય સભામાં અગાઉના કામોના બીલ વધારવા અને અગાઉ બ્યુટીફીકેશન કરેલ તળાવને બીજી વખત બ્યુટીફીકેશન કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
કાઉન્સીલરોએ ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું
વિરોધ પક્ષના કાઉન્સીલરોએ ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયમાં સતાધારી પક્ષની મનમાની મુદ્દે વડોદરા પ્રાદેશિક કમિશનર અને હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવશે તેમ પાલિકા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું.