Amreliના ખાંભા તાલુકામાં E-KYC કરાવવા સ્થાનિકોએ લગાવી લાઈન, લોકોએ તંત્ર સામે અકળાયા

રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડમાં ઇ કેવાયસી ફરજિયાત કર્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રેશનકાર્ડમાં ધારિકો ઇ કેવાયસી કરાવવા માટે અરજદારોની ખાંભા, મામલતદાર કચેરીએ લાંબી લાઈનો લાગી છે,ત્યારે નેટ કનેક્ટીવિટી ન આવવાને કારણે અરજદારો અને ખેડૂતો,મજૂર લોકો ભારે પરેશાન બન્યા હતા. ઈ-રેશન કામગીરી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે અરજદારો પોતાના કામ ધંધા અને રોજગારી સોડીને ઇ કેવાયસી કરવા માટે ખાંભા મામલતદાર ઓફિસ ખાતે લાઈનોમાં ઉભા રહેવા છતાં વારો ન આવતા ભારે મુસીબતમાં મુકાયા છે અને ત્યારે તંત્ર દ્વારા ટોકન આપવામાં આવે છે પરંતુ અરજદારોને સાંજ સુધી બેસવા છતાં ટોકન મળતું નથી અને અરજદારો બે ત્રણ દિવસ સુધી ખાંભા મામલતદાર ઓફિસ ખાતે ધક્કા ખાવા મજબુર બન્યા છે. નેટ કનેકશનની તકલીફ ખાંભા મામલતદાર ઓફિસ ખાતે તંત્ર દ્વારા રેશનકાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ નેટ કનેક્ટિવિટી ન આવવાને કારણે ગામડેથી આવતા અરજદારો અને ખેડૂતો પરેશાન બનતા હોય છે અને સુરત અમદાવાદ થી અરજદારો કામ ધંધા મૂકીને પોતાના વતન ખાતે ઇ. કેવાયસી કરાવવા ધક્કા ખાતા હોય છે તેમ છતાં ઇ કેવાયસી ન થવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે અરજદારો દ્વારા ઇ કેવાયસી વેહલી તકે થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી હતી. લોકો ઠંડીમાં ઠુઠવાયા રાજ્ય સરકાર દ્વારા ઇ કેવાયસી કરાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે જે મુજબ કાર્ડ ધારકો રેશનકાર્ડ કે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ના હોય તો આ મોબાઈલ નંબર લીંક કરવા માટે મામલતદાર ઓફિસ ખાતે આવે છે અને ખાંભા મામલતદાર ઓફિસ ખાતે રાતના 10 વાગ્યા સુધી ઇ કેવાયસી માટે કામગીરી કરવામાં આવે છે તેમજ ઇ કેવાયસી દરેક ગ્રામ્ય કક્ષાએ તમામ ગામ પંચાયત માં વીસી મારફત કરવામાં આવે છે તેમજ સસ્તા અનાજના વેપારીને પણ લોગીન આપવામાં આવ્યા છે અને વહેલી તકે અરજદારોનું ઇ કેવાયસી થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે નું ખાંભા મામલતદાર એ.પી.અંટાળાએ જણાવ્યું હતું.  

Amreliના ખાંભા તાલુકામાં E-KYC કરાવવા સ્થાનિકોએ લગાવી લાઈન, લોકોએ તંત્ર સામે અકળાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડમાં ઇ કેવાયસી ફરજિયાત કર્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રેશનકાર્ડમાં ધારિકો ઇ કેવાયસી કરાવવા માટે અરજદારોની ખાંભા, મામલતદાર કચેરીએ લાંબી લાઈનો લાગી છે,ત્યારે નેટ કનેક્ટીવિટી ન આવવાને કારણે અરજદારો અને ખેડૂતો,મજૂર લોકો ભારે પરેશાન બન્યા હતા.

ઈ-રેશન કામગીરી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે અરજદારો પોતાના કામ ધંધા અને રોજગારી સોડીને ઇ કેવાયસી કરવા માટે ખાંભા મામલતદાર ઓફિસ ખાતે લાઈનોમાં ઉભા રહેવા છતાં વારો ન આવતા ભારે મુસીબતમાં મુકાયા છે અને ત્યારે તંત્ર દ્વારા ટોકન આપવામાં આવે છે પરંતુ અરજદારોને સાંજ સુધી બેસવા છતાં ટોકન મળતું નથી અને અરજદારો બે ત્રણ દિવસ સુધી ખાંભા મામલતદાર ઓફિસ ખાતે ધક્કા ખાવા મજબુર બન્યા છે.


નેટ કનેકશનની તકલીફ

ખાંભા મામલતદાર ઓફિસ ખાતે તંત્ર દ્વારા રેશનકાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ નેટ કનેક્ટિવિટી ન આવવાને કારણે ગામડેથી આવતા અરજદારો અને ખેડૂતો પરેશાન બનતા હોય છે અને સુરત અમદાવાદ થી અરજદારો કામ ધંધા મૂકીને પોતાના વતન ખાતે ઇ. કેવાયસી કરાવવા ધક્કા ખાતા હોય છે તેમ છતાં ઇ કેવાયસી ન થવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે અરજદારો દ્વારા ઇ કેવાયસી વેહલી તકે થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી હતી.

લોકો ઠંડીમાં ઠુઠવાયા

રાજ્ય સરકાર દ્વારા ઇ કેવાયસી કરાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે જે મુજબ કાર્ડ ધારકો રેશનકાર્ડ કે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ના હોય તો આ મોબાઈલ નંબર લીંક કરવા માટે મામલતદાર ઓફિસ ખાતે આવે છે અને ખાંભા મામલતદાર ઓફિસ ખાતે રાતના 10 વાગ્યા સુધી ઇ કેવાયસી માટે કામગીરી કરવામાં આવે છે તેમજ ઇ કેવાયસી દરેક ગ્રામ્ય કક્ષાએ તમામ ગામ પંચાયત માં વીસી મારફત કરવામાં આવે છે તેમજ સસ્તા અનાજના વેપારીને પણ લોગીન આપવામાં આવ્યા છે અને વહેલી તકે અરજદારોનું ઇ કેવાયસી થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે નું ખાંભા મામલતદાર એ.પી.અંટાળાએ જણાવ્યું હતું.