Amreli લેટર કાંડ મામલે મોટી કાર્યવાહી, 3 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ મામલે હોબાળા બાદ આખરે 3 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા. લેટરકાંડમાં SPએ ફરજમાં બેદરકારી બદલ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એક મહિલા સહિત બે પુરુષ કોન્સ્ટેબલ પર કાર્યવાહી કરવામાં આવી. આ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી તેમજ નિષ્કાળજી દાખવતા તેમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરાઈ.૩ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ અમરેલી જિલ્લામાં લેટરકાંડ પ્રકરણ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા. આ પોલીસ કર્મીઓને ફરજ માં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષકનાઓ હેડ કોન્સ. કિશન આંસોદરીયા,પો.કોન્સ. વરજાંગભાઈ મૂળયાસીયા અને મહિલા પો. કોન્સ. હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલામાં ફરિયાદ થઈ હતી. અને આ મામલામાં ભાજપના પૂર્વ હોદેદાર, 4 કાર્યકર સહિત એક યુવતી પાયલગોટીની ધરપકડ કરાઈ હતી. પાયલને ન્યાય અપાવવા આંદોલનનકલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવ્યા બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની આ વર્તણૂંકને લઈને મોટો ઉહાપોહ મચ્યો હતો. જેલમાં પાયલને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાયલને ન્યાય અપાવવા આપતા નારી સમ્માન આંદોલન છેડયું. ધાનાણીએ રાજકમલ ખાતે કૌશિક વેકરિયાને નકલી લેટરકાંડ મામલે સ્પષ્ટતા કરવા પડકાર ફેંકયો હતો. આ સાથે તેમણે એક દિવસના ઉપવાસ પણ કર્યા હતા તેમજ પાયલ સાથે ગેરવર્તણૂંક કરનાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતાં અમરેલી બંધનું એલાન પણ કર્યું હતું. જવાબદારો સામે પગલાં લેવાની માંગલેટરકાંડ વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારે ટાઈપિસ્ટનું કામ કરતી પાયલ ગોટીનું જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું .આ ઘટનાના રાજ્યમાં ઉગ્ર પડઘા પડયા હતા. સમાજના અગ્રણીઓ સહિત પરેશ ધાનાણી જેવા કોંગ્રેસ નેતાઓએ ઘટનાને વખોડતા પાયલના સમર્થનમાં આવ્યા અને જવાબદારો સામે પગલાં લેવા ન્યાયની માંગ કરી. અમરેલીમાંથી નારી સ્વાભિમાન આંદોલન છેડયા બાદ આજે સુરતમાં પણ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ધરણાનું એલાન કર્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી લેટરકાંડ મામલે હોબાળા બાદ આખરે 3 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા. લેટરકાંડમાં SPએ ફરજમાં બેદરકારી બદલ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એક મહિલા સહિત બે પુરુષ કોન્સ્ટેબલ પર કાર્યવાહી કરવામાં આવી. આ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી તેમજ નિષ્કાળજી દાખવતા તેમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરાઈ.
૩ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
અમરેલી જિલ્લામાં લેટરકાંડ પ્રકરણ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા. આ પોલીસ કર્મીઓને ફરજ માં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષકનાઓ હેડ કોન્સ. કિશન આંસોદરીયા,પો.કોન્સ. વરજાંગભાઈ મૂળયાસીયા અને મહિલા પો. કોન્સ. હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલામાં ફરિયાદ થઈ હતી. અને આ મામલામાં ભાજપના પૂર્વ હોદેદાર, 4 કાર્યકર સહિત એક યુવતી પાયલગોટીની ધરપકડ કરાઈ હતી.
પાયલને ન્યાય અપાવવા આંદોલન
નકલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવ્યા બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની આ વર્તણૂંકને લઈને મોટો ઉહાપોહ મચ્યો હતો. જેલમાં પાયલને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાયલને ન્યાય અપાવવા આપતા નારી સમ્માન આંદોલન છેડયું. ધાનાણીએ રાજકમલ ખાતે કૌશિક વેકરિયાને નકલી લેટરકાંડ મામલે સ્પષ્ટતા કરવા પડકાર ફેંકયો હતો. આ સાથે તેમણે એક દિવસના ઉપવાસ પણ કર્યા હતા તેમજ પાયલ સાથે ગેરવર્તણૂંક કરનાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતાં અમરેલી બંધનું એલાન પણ કર્યું હતું.
જવાબદારો સામે પગલાં લેવાની માંગ
લેટરકાંડ વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારે ટાઈપિસ્ટનું કામ કરતી પાયલ ગોટીનું જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું .આ ઘટનાના રાજ્યમાં ઉગ્ર પડઘા પડયા હતા. સમાજના અગ્રણીઓ સહિત પરેશ ધાનાણી જેવા કોંગ્રેસ નેતાઓએ ઘટનાને વખોડતા પાયલના સમર્થનમાં આવ્યા અને જવાબદારો સામે પગલાં લેવા ન્યાયની માંગ કરી. અમરેલીમાંથી નારી સ્વાભિમાન આંદોલન છેડયા બાદ આજે સુરતમાં પણ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ધરણાનું એલાન કર્યું.