Amreli Rain News : અમરેલીના રાજુલામાં પૂરની સ્થિતિ વચ્ચે ગ્રામજનો મહિલાને JCBમાં લઈ ગયા અને 108માં ડિલિવરી કરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના રાજુલામાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પાણી પ્રવાહ વચ્ચે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પાણીના પ્રવાહમાં એમ્બ્યુલન્સ અટવાઇ હતી અને મહિલાને ડિલિવરી માટે લઇ જવાઇ રહી હતી, રસ્તા પર સમઢીયાળા બંધારાનું પાણી ફરી વળ્યું છે અને JCBની મદદથી મહિલાને પ્રવાહમાંથી બહાર કાઢી છે.
રાજુલા હોસ્પિટલ પહોંચતા મહિલાએ પુત્રને જન્મ આપ્યો
અમરેલીના રાજુલામાં એક તરફ ભારે વરસાદ છે બીજી તરફ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં મુશ્કેલ બન્યું છે ત્યારે રાજુલામાં મહિલાને ડિલિવરીના દિવસે ભારે વરસાદના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર સુધી આવી શકી ન હતી અને તેના કારણે ગ્રામજનોએ ભેગા મળીને જેસીબી મશીમાં બેસાડીને મહિલાને સામે પાર લઈ ગયા હતા અને ત્યારબાદ ડિલિવરી કરવામાં આવી હતી, તો મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં મહિલાની સફળ ડિલિવરી થઈ હતી.
અમરેલીના રાજુલાના ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂર
અમરેલીના રાજુલાના ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને કોઝવે પર પાણી આવતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, ડિલિવરી માટે બોલાવેલી 108 પણ ન પહોંચી શકી ન હતી અને કોઝવે પરથી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ પરત ફરી હતી, કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થતા હાલાકી પડી હતી. સાવરકુંડલામાં વરસાદથી ડેમમાં પાણીની આવક
સાવરકુંડલામાં વરસાદથી ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ છે, શેલ દેદુમલ ડેમના દરવાજો ખોલી પાણી છોડાઈ રહ્યું છે, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે અને નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ તો બીજી તરફ નેસડી, કરજાળા સહિતના ગામને એલર્ટ કરાયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

