Gir Somnath Rain News : ગીર સોમનાથના કોડીનારમાં 24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, ખેતરો બન્યા દરિયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલી વધી છે અને કોડીનાર પંથકમાં 24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, કોડીનારના અરણેજ ગામના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા મગફળીના પથરા પલળ્યા છે સાથે સાથે ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પથારા પાણીમાં તરવા લાગ્યા છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની ચાર મહિનાની મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું
ખેડૂતોએ સરકારને વિનંતી કરી રહ્યા છે કે, સરકાર સહાય પેકેજ જાહેર કરે અને અમને સહાય મળે ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ઉનાના અનેક ખેતરોમાં ભરાયા વરસાદી પાણી અને માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ઉના ગીરગઢડામાં મેઘ કહેર યથાવત છે. ઊનાના સપખડા ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સપખડા ગામે જળબંબાકારની સ્થિતિના કારણે સપખડા ગામે રસ્તાઓ પર નદીઓ વહી રહી છે.
ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું
ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું છે કેમકે રૂપેણ અને માલણ નદીના પાણી ઘૂસ્યા છે, નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે, નદીના પાણી ગામમાં ઘૂસતા રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે લોકોની હાલત દયનીય બની છે, ઉનામાં 3.66 ઇંચ વરસાદ, ગીર ગઢડામાં 1.50 જેટલો વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદથી ખેડૂતો-માછીમારોમાં ચિંતા જોવા મળી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

