Amreli: જાફરાબાદમાં 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત

અમરેલીના જાફરાબાદમાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આખરે મોત નિપજ્યું છે. મહત્વપૂર્ણ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તેવામાં ફરી માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે દીપડાએ હુમલો કરતા 7 વર્ષ બાળકીનું મોત નિપજ્યુ છે.  બાળકીને જાફરાબાદ સરકારી દવાખાને લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ તેમજ ભાવેશભાઈ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા.ચિત્રાસર ગામે વાડીએથી ઘરે પરત ફરતી વેળાએ 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ 7 વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા બાળકેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ખેત મજુર પરિવારની દીકરી પર દીપડાનો હુમલાથી બાળકીનું મોત થતા વન વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે બાળકીના પરિવારજનોને સરકાર દ્વારા 10 લાખની સહાય મળે છે તે બાબતે જણાવ્યું હતું. વનવિભાગે દ્વારા પાંજરું મુકી સાત થી આઠ ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી છે.

Amreli: જાફરાબાદમાં 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના જાફરાબાદમાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આખરે મોત નિપજ્યું છે.

મહત્વપૂર્ણ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તેવામાં ફરી માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે દીપડાએ હુમલો કરતા 7 વર્ષ બાળકીનું મોત નિપજ્યુ છે.  બાળકીને જાફરાબાદ સરકારી દવાખાને લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ તેમજ ભાવેશભાઈ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ચિત્રાસર ગામે વાડીએથી ઘરે પરત ફરતી વેળાએ 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ 7 વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા બાળકેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ખેત મજુર પરિવારની દીકરી પર દીપડાનો હુમલાથી બાળકીનું મોત થતા વન વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે બાળકીના પરિવારજનોને સરકાર દ્વારા 10 લાખની સહાય મળે છે તે બાબતે જણાવ્યું હતું. વનવિભાગે દ્વારા પાંજરું મુકી સાત થી આઠ ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી છે.