Amreliના સાવરકુંડલાના જીરા ગામે અંબાશેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થતો હોવાનો સરપંચનો આક્ષેપ

જીરાના આંબા શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થતો હોવાનો આક્ષેપ જીરા ગામના મહિલા સરપંચની કલેકટરને લેખિતમાં રજૂઆત કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ, પ્રાંત અધિકારીને પત્ર પણ લખ્યો અમરેલીના સાવરકુંડલાના જીરા ગામે અંબા શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થતો હોવાનો આક્ષેપ ગામના સરપંચ દ્રારા કરવામાં આવ્યો છે,સરપંચનો આક્ષેપ છે કે ગામમાં ટ્રક બેફામ રીતે આવે છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન કરે છે,તો સરપંચે કલેકટર,ડીડીઓ અને મામલતદારને પત્ર લખી જાણ કરી છે કે આ બાબતને લઈ સઘન તપાસ કરો. સરપંચે ટ્રકના આવન-જવનના લીધા સીસીટીવી સરપંચનો આક્ષેપ છે કે ટ્રક રોજ સાંજે આવન-જાવન કરે છે અને જીરા ગામ એ નદીની નજીકનું ગામ છે અને કોના દ્રારા રેતી ખનન થાય છે તેને લઈ કોઈ નામ સામે આવ્યા નથી,પરંતુ સરંપચે ટ્રક આવે છે ગામમાં તેવા સીસીટીવી પણ કબજે કર્યા છે અને ભૂતસ્તર ટીમને આપ્યા છે,સરપંચનો આક્ષેપ છે કે જે ટ્રક છે તેમાં રેતી ભરેલી છે જે સીસીટીવીમાં દેખી શકાય છે. રોડ રસ્તાને થાય છે નુકસાન રેતી ચોરી અટકાવવા જીરા ગામના મહિલા સરપંચે જિલ્લા કલેકટર ખાણ ખનીજ વિભાગ પ્રાંત અધિકારી મામલતદારને પત્ર લખી કરી રજૂઆત કરી છે.રેતી ભરેલા વાહનો દિવસ અને રાતભર ચાલતા હોવાને કારણે રોડ રસ્તાઓ ગટરની લાઈન પાણીની લાઈનો ને પહોંચાડી રહ્યા છે નુકસાન,જીરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત મૌખિક અનેકવાર રજૂઆત કરવા છતાં બે રોકટોક થઈ રહી છે રેતી ચોરી.જીરા ભમોદરા જીરા થી આંબા રોડ થોડા સમય પહેલા નવો બનાવમાં આવ્યો હતો ઓવર લોડિંગ વાહનોને કારણે બિસ્માર બન્યા છે.તંત્રને અનેક વાર રજૂઆત પણ કાર્યવાહી નહી સરંપચનો આક્ષેપ છે કે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,જો અગામી સમયમાં કોઈ કાર્યવાહી તંત્ર દ્રારા નહી કરવામાં આવે તો ગ્રામજનો દ્રારા ધરણા યોજવામાં આવશે,નદી પટમાં ભારે પ્રમાણે રેતી હોવાથી ટ્રક રોજના બે ફેરા કરે છે,સાથે સાથે નદીના પટમાં ઉંડાણ હોવાથી ખાડાના કારણે ગામમાં વરસાદના સમયે પાણી પણ ઘુસી જવાની ભીતિ સેવાઈ રહી છે.  

Amreliના સાવરકુંડલાના જીરા ગામે અંબાશેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થતો હોવાનો સરપંચનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જીરાના આંબા શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થતો હોવાનો આક્ષેપ
  • જીરા ગામના મહિલા સરપંચની કલેકટરને લેખિતમાં રજૂઆત
  • કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ, પ્રાંત અધિકારીને પત્ર પણ લખ્યો

અમરેલીના સાવરકુંડલાના જીરા ગામે અંબા શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થતો હોવાનો આક્ષેપ ગામના સરપંચ દ્રારા કરવામાં આવ્યો છે,સરપંચનો આક્ષેપ છે કે ગામમાં ટ્રક બેફામ રીતે આવે છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન કરે છે,તો સરપંચે કલેકટર,ડીડીઓ અને મામલતદારને પત્ર લખી જાણ કરી છે કે આ બાબતને લઈ સઘન તપાસ કરો.

સરપંચે ટ્રકના આવન-જવનના લીધા સીસીટીવી

સરપંચનો આક્ષેપ છે કે ટ્રક રોજ સાંજે આવન-જાવન કરે છે અને જીરા ગામ એ નદીની નજીકનું ગામ છે અને કોના દ્રારા રેતી ખનન થાય છે તેને લઈ કોઈ નામ સામે આવ્યા નથી,પરંતુ સરંપચે ટ્રક આવે છે ગામમાં તેવા સીસીટીવી પણ કબજે કર્યા છે અને ભૂતસ્તર ટીમને આપ્યા છે,સરપંચનો આક્ષેપ છે કે જે ટ્રક છે તેમાં રેતી ભરેલી છે જે સીસીટીવીમાં દેખી શકાય છે.


રોડ રસ્તાને થાય છે નુકસાન

રેતી ચોરી અટકાવવા જીરા ગામના મહિલા સરપંચે જિલ્લા કલેકટર ખાણ ખનીજ વિભાગ પ્રાંત અધિકારી મામલતદારને પત્ર લખી કરી રજૂઆત કરી છે.રેતી ભરેલા વાહનો દિવસ અને રાતભર ચાલતા હોવાને કારણે રોડ રસ્તાઓ ગટરની લાઈન પાણીની લાઈનો ને પહોંચાડી રહ્યા છે નુકસાન,જીરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત મૌખિક અનેકવાર રજૂઆત કરવા છતાં બે રોકટોક થઈ રહી છે રેતી ચોરી.જીરા ભમોદરા જીરા થી આંબા રોડ થોડા સમય પહેલા નવો બનાવમાં આવ્યો હતો ઓવર લોડિંગ વાહનોને કારણે બિસ્માર બન્યા છે.

તંત્રને અનેક વાર રજૂઆત પણ કાર્યવાહી નહી

સરંપચનો આક્ષેપ છે કે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,જો અગામી સમયમાં કોઈ કાર્યવાહી તંત્ર દ્રારા નહી કરવામાં આવે તો ગ્રામજનો દ્રારા ધરણા યોજવામાં આવશે,નદી પટમાં ભારે પ્રમાણે રેતી હોવાથી ટ્રક રોજના બે ફેરા કરે છે,સાથે સાથે નદીના પટમાં ઉંડાણ હોવાથી ખાડાના કારણે ગામમાં વરસાદના સમયે પાણી પણ ઘુસી જવાની ભીતિ સેવાઈ રહી છે.