Amdavad: ઉત્તરાયણ પર અમદાવાદ મહાનગરપાલિકાના નગરસેવકનો સાયકલ પર અનોખો સંદેશ
અમદાવાદમાં સાયકલ ઉપર ફરી રહેલા આ વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નથી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર સેવક છે. જેમને જનતાએ ચૂંટ્યા છે અને આ નગર સેવક સાયકલ ઉપર ફરીને નગરજનોને ઇંધણ બચાવવા તેમજ ઉતરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો મેસેજ આપી રહ્યા છે...130 શુક્રવારથી સાયકલનો ઉપયોગસાયકલ પર ફરી રહેલા આ નગર સેવક છે ચંદ્રકાંત ચૌહાણ. જે મણિનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર છે અને આ કોર્પોરેટર આજકાલના નહીં પરંતુ છેલ્લા 130 શુક્રવારથી તેઓ સાયકલ પર ફરી રહ્યા છે તેનું કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર લોચન શહેરાની એક પહેલ.. તત્કાલીન કમિશનર લોચન શહેરાએ તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ તેમજ નગર સેવકોને અઠવાડિયામાં એક દિવસ ઇંધણ બચાવવા માટે પગપાળા જાહેર વાહનો તેમજ સાયકલનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું. બસ ત્યારથી જ આ નગરસેવક ચંદ્રકાંત ચૌહાણ દર શુક્રવારે સાયકલ ઉપર પોતાની રોજીંદી ગતિવિધિઓ કરી લોકોને જાગૃત કરી રહ્યા છે.જીવ બચાવવા ચાઇનીઝ દોરીના ઉપયોગ ટાળવા સાયકલ પર સંદેશ આ કોર્પોરેટર શુક્રવારે સાયકલ ઉપર તો ફરે જ છે પણ નજીકમાં આવતા તહેવારો દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તેવા મેસેજ પણ લોકોને આપતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરી નો ઉપયોગ પતંગ રસિકો અટકાવે તે માટે ચંદ્રકાંત ચૌહાણ તેમની સાયકલ ઉપર ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવા નું બોર્ડ લગાવીને તેમના વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં ફરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ એકમાત્ર એવા કોર્પોરેટર છે જે આજે પણ તત્કાલીન AMC કમિશનરની પહેલને અનુસરી રહ્યા છે અને ઇંધણનો બચાવ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સાયકલ ઉપર ફરી રહેલા આ વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નથી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર સેવક છે. જેમને જનતાએ ચૂંટ્યા છે અને આ નગર સેવક સાયકલ ઉપર ફરીને નગરજનોને ઇંધણ બચાવવા તેમજ ઉતરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો મેસેજ આપી રહ્યા છે...
130 શુક્રવારથી સાયકલનો ઉપયોગ
સાયકલ પર ફરી રહેલા આ નગર સેવક છે ચંદ્રકાંત ચૌહાણ. જે મણિનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર છે અને આ કોર્પોરેટર આજકાલના નહીં પરંતુ છેલ્લા 130 શુક્રવારથી તેઓ સાયકલ પર ફરી રહ્યા છે તેનું કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર લોચન શહેરાની એક પહેલ.. તત્કાલીન કમિશનર લોચન શહેરાએ તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ તેમજ નગર સેવકોને અઠવાડિયામાં એક દિવસ ઇંધણ બચાવવા માટે પગપાળા જાહેર વાહનો તેમજ સાયકલનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું. બસ ત્યારથી જ આ નગરસેવક ચંદ્રકાંત ચૌહાણ દર શુક્રવારે સાયકલ ઉપર પોતાની રોજીંદી ગતિવિધિઓ કરી લોકોને જાગૃત કરી રહ્યા છે.
જીવ બચાવવા ચાઇનીઝ દોરીના ઉપયોગ ટાળવા સાયકલ પર સંદેશ
આ કોર્પોરેટર શુક્રવારે સાયકલ ઉપર તો ફરે જ છે પણ નજીકમાં આવતા તહેવારો દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તેવા મેસેજ પણ લોકોને આપતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરી નો ઉપયોગ પતંગ રસિકો અટકાવે તે માટે ચંદ્રકાંત ચૌહાણ તેમની સાયકલ ઉપર ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવા નું બોર્ડ લગાવીને તેમના વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં ફરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ એકમાત્ર એવા કોર્પોરેટર છે જે આજે પણ તત્કાલીન AMC કમિશનરની પહેલને અનુસરી રહ્યા છે અને ઇંધણનો બચાવ કરી રહ્યા છે.