Ahmedbadના સિંધુભવન રોડ પર બની હીટ એન્ડ રનની ઘટના,યુવતી થઈ ઈજાગ્રસ્ત

સિંધુ ભવન રોડ પર ફરી બની હીટ એન્ડ રનની ઘટના સિંધુ ભવન રોડ પર કારચાલકે રીક્ષાને લીધી અડફેટે પૂરઝડપે કારચાલકે રીક્ષાને અડફેટે લેતા યુવતી થઈ ઈજાગ્રસ્ત અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મોડી મોડી રાત્રે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી જેને લઈ રીક્ષામાં બેઠેલી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે,આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી હતી.તો રીક્ષાને પણ નુકસાન થયુ હતુ.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. શહેરમાં રફતારનો આતંક સિંધુ ભવન રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામન્ય બની ગઈ છે,એક અઠવાડિયા અગાઉ શહેરમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે,મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે.નબીરાઓ બેફામ થતા આવી ઘટનાઓ બનતી હોય છે,આ રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં અમુક લોકો મોતને પણ ભેટયા છે.સમગ્ર ઘટનામાં પોલીસે હજી ફરિયાદ નોંધી નથી જેને લઈ સવાલો ઉભા થયા છે. પોલીસે કેમ નથી નોંધી ફરિયાદ હીટ એન્ડ રનની ઘટનાને એક અઠવાડિયુ વિતી ગયુ તેમ છત્તા પોલીસે હજી ફરિયાદ નોંધી નથી,આ યુવતી અમદાવાદ પોલીસ પાસે મદદ માંગી રહી છે અને કહી રહી છે કે મારી ફરિયાદ લો પણ પોલીસ આ બાબતે ફરિયાદ નોંધવા તૈયાર નથી,પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા નથી કે કોઈ અરજી પણ લીધી નથી,શું કાર ચાલક પોલીસનો કોઈ નજીક સંબધ ધરાવે છે ? જેના કારણે પોલીસ તેની ફરિયાદ નથી લઈ રહી,પોલીસ સમગ્ર ઘટનામાં તપાસ કરે અને યુવતીને ન્યાય મળે તે જરૂરી બન્યુ છે. 9 માર્ચ 2024ના રોજ પણ બની હીટ એન્ડ રનની ઘટના સિંધુ ભવન રોડ પર અમદાવાદના સિંધુભવન રોડ પર એક નબીરાએ એકનો જીવ લીધો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઈક સવારને કચડીને નબીરો ફરાર થઇ ગયો હતો. આ થાર કારે જયદીપ સોલંકીનો જીવ લીધો હતો. ખાસ વાત છે કે, બોપલ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન જયદીપ સોલંકીનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં GJ-27-ED-0106 રજિસ્ટ્રેશનવાળી કાર જપ્ત કરાઇ હતી. કાર ચાલક ફરાર ઘટના બાદ ફરાર થઇ ગયો હતો.  

Ahmedbadના સિંધુભવન રોડ પર બની હીટ એન્ડ રનની ઘટના,યુવતી થઈ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંધુ ભવન રોડ પર ફરી બની હીટ એન્ડ રનની ઘટના
  • સિંધુ ભવન રોડ પર કારચાલકે રીક્ષાને લીધી અડફેટે
  • પૂરઝડપે કારચાલકે રીક્ષાને અડફેટે લેતા યુવતી થઈ ઈજાગ્રસ્ત

અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મોડી મોડી રાત્રે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી જેને લઈ રીક્ષામાં બેઠેલી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે,આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી હતી.તો રીક્ષાને પણ નુકસાન થયુ હતુ.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

શહેરમાં રફતારનો આતંક

સિંધુ ભવન રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામન્ય બની ગઈ છે,એક અઠવાડિયા અગાઉ શહેરમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે,મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે.નબીરાઓ બેફામ થતા આવી ઘટનાઓ બનતી હોય છે,આ રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં અમુક લોકો મોતને પણ ભેટયા છે.સમગ્ર ઘટનામાં પોલીસે હજી ફરિયાદ નોંધી નથી જેને લઈ સવાલો ઉભા થયા છે.

પોલીસે કેમ નથી નોંધી ફરિયાદ

હીટ એન્ડ રનની ઘટનાને એક અઠવાડિયુ વિતી ગયુ તેમ છત્તા પોલીસે હજી ફરિયાદ નોંધી નથી,આ યુવતી અમદાવાદ પોલીસ પાસે મદદ માંગી રહી છે અને કહી રહી છે કે મારી ફરિયાદ લો પણ પોલીસ આ બાબતે ફરિયાદ નોંધવા તૈયાર નથી,પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા નથી કે કોઈ અરજી પણ લીધી નથી,શું કાર ચાલક પોલીસનો કોઈ નજીક સંબધ ધરાવે છે ? જેના કારણે પોલીસ તેની ફરિયાદ નથી લઈ રહી,પોલીસ સમગ્ર ઘટનામાં તપાસ કરે અને યુવતીને ન્યાય મળે તે જરૂરી બન્યુ છે.

9 માર્ચ 2024ના રોજ પણ બની હીટ એન્ડ રનની ઘટના સિંધુ ભવન રોડ પર

અમદાવાદના સિંધુભવન રોડ પર એક નબીરાએ એકનો જીવ લીધો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઈક સવારને કચડીને નબીરો ફરાર થઇ ગયો હતો. આ થાર કારે જયદીપ સોલંકીનો જીવ લીધો હતો. ખાસ વાત છે કે, બોપલ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન જયદીપ સોલંકીનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં GJ-27-ED-0106 રજિસ્ટ્રેશનવાળી કાર જપ્ત કરાઇ હતી. કાર ચાલક ફરાર ઘટના બાદ ફરાર થઇ ગયો હતો.