Dwarka Rain: દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની જમાવટ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ધોધમાર વરસાદનીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકારધોધમાર વરસાદને કારણે અનેક ગામોને કરાયા એલર્ટહવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખાસ કરીને જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યાં હતા. જેના પગલે, રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા  દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત તાલુકમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. જેમાં કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે સાની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ચેકડેમો અને તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. કલ્યાણપુરના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવવાથી કેટલીક ગાયો ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. નદીમાંથી પસાર થતા સમયે ધસમસતા પાણીમાં ફસાઈ ગાય ફસાઈ ગઈ હતી. જો કે તેનુ રેસ્ક્યુ કરવામા આવ્યું હતું. સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં ઊભો પાક, વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણી ભરાઈ રહેવાના પગલે, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘમહેર ભાણવડનો વર્તુ-2 ડેમના 10 દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવતા  દ્વારકાના 6, પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયા કરવામાં આવ્યા છે. ઝારેરા, રાણપરડા, ગોરણા, હર્ષદ, રાવલ, ગાંધવી, ઇશ્વરીયા, ઇશ્વરીયા, ભોમયાવદર,પારાવાળા, ફટાણા, મોરાણા, મિયાણી, સોઢણા, સિંગળા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

Dwarka Rain: દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની જમાવટ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ
  • નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
  • ધોધમાર વરસાદને કારણે અનેક ગામોને કરાયા એલર્ટ

હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખાસ કરીને જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યાં હતા. જેના પગલે, રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા 

 દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત તાલુકમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. જેમાં કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે સાની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ચેકડેમો અને તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. કલ્યાણપુરના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવવાથી કેટલીક ગાયો ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. નદીમાંથી પસાર થતા સમયે ધસમસતા પાણીમાં ફસાઈ ગાય ફસાઈ ગઈ હતી. જો કે તેનુ રેસ્ક્યુ કરવામા આવ્યું હતું. સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં ઊભો પાક, વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણી ભરાઈ રહેવાના પગલે, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘમહેર

ભાણવડનો વર્તુ-2 ડેમના 10 દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવતા  દ્વારકાના 6, પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયા કરવામાં આવ્યા છે. ઝારેરા, રાણપરડા, ગોરણા, હર્ષદ, રાવલ, ગાંધવી, ઇશ્વરીયા, ઇશ્વરીયા, ભોમયાવદર,પારાવાળા, ફટાણા, મોરાણા, મિયાણી, સોઢણા, સિંગળા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.