Congress Nyay Yatra: શાંતિ ડહોળવા માટે કોંગ્રેસની ન્યાયયાત્રા: પૂર્વ DyCM નીતિન પટેલ
મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક: પૂર્વ DyCM નીતિન પટેલઅસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસની રેલી જે મુદ્દે કોંગ્રેસ રેલી યોજી રહી છે તે મુદ્દે સરકાર, હાઈકોર્ટે પગલાં લીધા છે રાજ્યમાં એક તરફ ભાજપ તિરંગા યાત્રા કાઢવાની છે તો બીજી તરફ આવતીકાલથી કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢવાનું છે, ત્યારે આ મુદ્દાને લઈને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમની પ્રતિક્રિયા આપી છે. પૂર્વ DyCM નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે: પૂર્વ DyCM નીતિન પટેલ ત્યારે આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. પૂર્વ DyCM નીતિન પટેલે કહ્યું કે મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે અને રેલીનો કોંગ્રેસે જે હેતુ રાખ્યો છે તે પણ અપ્રાસંગિક છે. કોંગ્રેસ જે મુદ્દાને લઈને રેલી યોજવા જઈ રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે. ત્યારે જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે, જે યોગ્ય નથી. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસની રેલી વધુમાં પૂર્વ DyCM નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસને રાજકારણ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવે છે, અનેક કારણો એવા છે કે જેને લઈ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે પણ અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે. 9 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા ગુજરાતની દૂર્ઘટનાઓના પીડિતોને યોગ્ય ન્યાય મળે તે માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા શરૂ કરવામાં અવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે એટલે કે 9 ઓગસ્ટે મોરબીના દરબાર ગઢથી શરૂ થશે અને તે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા 10 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે, તમને જણાવી દઈએ કે તિરંગાયાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક: પૂર્વ DyCM નીતિન પટેલ
- અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસની રેલી
- જે મુદ્દે કોંગ્રેસ રેલી યોજી રહી છે તે મુદ્દે સરકાર, હાઈકોર્ટે પગલાં લીધા છે
રાજ્યમાં એક તરફ ભાજપ તિરંગા યાત્રા કાઢવાની છે તો બીજી તરફ આવતીકાલથી કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢવાનું છે, ત્યારે આ મુદ્દાને લઈને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમની પ્રતિક્રિયા આપી છે. પૂર્વ DyCM નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે.
CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે: પૂર્વ DyCM નીતિન પટેલ
ત્યારે આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. પૂર્વ DyCM નીતિન પટેલે કહ્યું કે મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે અને રેલીનો કોંગ્રેસે જે હેતુ રાખ્યો છે તે પણ અપ્રાસંગિક છે. કોંગ્રેસ જે મુદ્દાને લઈને રેલી યોજવા જઈ રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે. ત્યારે જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે, જે યોગ્ય નથી.
અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસની રેલી
વધુમાં પૂર્વ DyCM નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસને રાજકારણ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવે છે, અનેક કારણો એવા છે કે જેને લઈ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે પણ અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે.
9 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા ગુજરાતની દૂર્ઘટનાઓના પીડિતોને યોગ્ય ન્યાય મળે તે માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા શરૂ કરવામાં અવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે એટલે કે 9 ઓગસ્ટે મોરબીના દરબાર ગઢથી શરૂ થશે અને તે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા 10 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે, તમને જણાવી દઈએ કે તિરંગાયાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે.