Ahmedabad:હેલ્મેટ સર્કલ,પકવાન અને નમો-સ્ટેડિયમ પાસેના ઓવરબ્રિજના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનશે
AMC દ્વારા સુરતની જેમ હવે અમદાવાદમાં પણ વર્ટિકલ ગાર્ડનનો નવો કન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. AMC દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આવેલા ફ્લાય ઓવર નીચે મેટ્રો ટ્રેનના પિલ્લર પર સૌપ્રથમ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે.મ્યુનિ. દ્વારા હેલ્મેટ સર્કલ, પકવાન ચાર રસ્તા પાસેના બ્રિજના પરના પિલ્લર અને મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેટ્રો બ્રિજના પિલ્લર સહિત ત્રણ જગ્યાએ વર્ટિકલ ગાર્ડન બનાવવાનું નક્કી કરાયું છે. માર્ચ- એપ્રિલમાં પલ્લવ ચાર રસ્તા ખાતેના ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. મકરબા વિસ્તારમાં S G હાઇવે અને મકરબા વિસ્તારને જોડતા ટોરેન્ટ પાવર ફટક પાસે રૂ. 80 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો ઓવરબ્રિજ મે- જૂન મહિનામાં શરૂ કરાશે અને તેના લીધે એક લાખ લોકોને લાભ થશે. જોકે, ખામીયુક્ત ડિઝાઈન અને એન્જિનિયરોના અણઘડ આયોજનને કારણે મકરબા ઓવરબ્રિજનો એક છેડો પ્રહલાદનગર રોડના જંક્શન પાસે જ આવતો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે. શહેરમાં 16 પાર્ટી પ્લોટ અને 10 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. નારણપુરામાં નવદીપ હોલ અને સિંધુ ભવન રોડ પર પંડિત દિન દયાલ હોલનું પણ નવીનીકરણ કરવા 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. બહેરામપુરામાં તૈયાર થયેલા લીલાધર હોલનું ભાડું નક્કી કરીને તેને ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મુકાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરને હરિયાળું બનાવવા, પર્યાવરણની જાળવણી કરવા વધુ વૃક્ષારોપણ કરાશે. મેટ્રો પિલ્લર પર અલગ અલગ પ્રકારના છોડ-રોપા લગાવવામાં આવશે. જેનાથી બ્રિજની નીચેનો ભાગ સુશોભિત પણ લાગશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMC દ્વારા સુરતની જેમ હવે અમદાવાદમાં પણ વર્ટિકલ ગાર્ડનનો નવો કન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. AMC દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આવેલા ફ્લાય ઓવર નીચે મેટ્રો ટ્રેનના પિલ્લર પર સૌપ્રથમ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે.
મ્યુનિ. દ્વારા હેલ્મેટ સર્કલ, પકવાન ચાર રસ્તા પાસેના બ્રિજના પરના પિલ્લર અને મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેટ્રો બ્રિજના પિલ્લર સહિત ત્રણ જગ્યાએ વર્ટિકલ ગાર્ડન બનાવવાનું નક્કી કરાયું છે. માર્ચ- એપ્રિલમાં પલ્લવ ચાર રસ્તા ખાતેના ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. મકરબા વિસ્તારમાં S G હાઇવે અને મકરબા વિસ્તારને જોડતા ટોરેન્ટ પાવર ફટક પાસે રૂ. 80 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો ઓવરબ્રિજ મે- જૂન મહિનામાં શરૂ કરાશે અને તેના લીધે એક લાખ લોકોને લાભ થશે. જોકે, ખામીયુક્ત ડિઝાઈન અને એન્જિનિયરોના અણઘડ આયોજનને કારણે મકરબા ઓવરબ્રિજનો એક છેડો પ્રહલાદનગર રોડના જંક્શન પાસે જ આવતો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે. શહેરમાં 16 પાર્ટી પ્લોટ અને 10 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. નારણપુરામાં નવદીપ હોલ અને સિંધુ ભવન રોડ પર પંડિત દિન દયાલ હોલનું પણ નવીનીકરણ કરવા 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. બહેરામપુરામાં તૈયાર થયેલા લીલાધર હોલનું ભાડું નક્કી કરીને તેને ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મુકાશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરને હરિયાળું બનાવવા, પર્યાવરણની જાળવણી કરવા વધુ વૃક્ષારોપણ કરાશે. મેટ્રો પિલ્લર પર અલગ અલગ પ્રકારના છોડ-રોપા લગાવવામાં આવશે. જેનાથી બ્રિજની નીચેનો ભાગ સુશોભિત પણ લાગશે.