Surendranagar: સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મીને મારવાના કેસમાં આરોપી પકડાયા,પોલીસનું રિકન્સ્ટ્રક્શન
વઢવાણમાં રહેતા અને રાજકોટમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો યુવાન મિત્રને મુકવા એક ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જેમાં કારની ચાવી ભુલી જતા લેવા જતા ગેસ્ટ હાઉસના માલીક સહિત ર શખ્સોએ પોલીસ કર્મીને માર માર્યાની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.વઢવાણના 80 ફુટ રોડ પર આવેલ અવધેશ્વર મહાદેવ મંદીર પાછળ 29 વર્ષીય ક્રીપાલસીંહ ભગવાનસીંહ સીંધવ રહે છે. તેઓ રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પીએસઆઈની પરીક્ષાની તૈયારી માટે તેઓ રજા ઉપર ઘરે આવ્યા હતા. તા. 23-11ના રોજ રાજકોટથી તેમના મિત્ર પરેશભાઈ સોલંકી આવ્યા હોઈ તેઓને લઈને ક્રીપાલસીંહ એકસયુવી કારમાં તેઓને 60 ફુટ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં મુકવા ગયા હતા. જયાં ગેસ્ટ હાઉસના માલીક ઋતુરાજ રબારી અને તેમની સાથે પ્રદીપ ભરવાડ હાજર હતા. બાદમાં ક્રીપાલસીંહ ઘરે જવા નીકળતા કારની ચાવી ભુલી જતા લેવા ગયા હતા. જયાં ચાવી વિશે પુછતા પ્રદીપ ભરવાડે અપશબ્દો કહ્યા હતા. આથી ક્રીપાલસીંહે અપશબ્દો બોલવાની ના પાડતા પ્રદીપ ભરવાડે ઝપાઝપી કરી હતી. ક્રીપાલસીંહ ત્યાંથી નીકળી બહાર જતા શીતલ આઈસ્ક્રીમ પાસે ઋતુરાજ રબારી અને પ્રદીપ ભરવાડે આવી લોખંડના પાઈપથી માર મારી હવે ગેસ્ટ હાઉસ પાસે દેખાઈશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ઋતુરાજ રબારી અને પ્રદીપ ભરવાડ સામે ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. જયારે મંગળવારે બપોરે એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પીઆઈ એમ.એચ.પઠાણ, પીએસઆઈ એસ.એમ.શેખ, દીલીપભાઈ, દિનેશભાઈ, બળદેવસીંહ સહિતનાઓ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વઢવાણમાં રહેતા અને રાજકોટમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો યુવાન મિત્રને મુકવા એક ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જેમાં કારની ચાવી ભુલી જતા લેવા જતા ગેસ્ટ હાઉસના માલીક સહિત ર શખ્સોએ પોલીસ કર્મીને માર માર્યાની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.
વઢવાણના 80 ફુટ રોડ પર આવેલ અવધેશ્વર મહાદેવ મંદીર પાછળ 29 વર્ષીય ક્રીપાલસીંહ ભગવાનસીંહ સીંધવ રહે છે. તેઓ રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પીએસઆઈની પરીક્ષાની તૈયારી માટે તેઓ રજા ઉપર ઘરે આવ્યા હતા. તા. 23-11ના રોજ રાજકોટથી તેમના મિત્ર પરેશભાઈ સોલંકી આવ્યા હોઈ તેઓને લઈને ક્રીપાલસીંહ એકસયુવી કારમાં તેઓને 60 ફુટ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં મુકવા ગયા હતા. જયાં ગેસ્ટ હાઉસના માલીક ઋતુરાજ રબારી અને તેમની સાથે પ્રદીપ ભરવાડ હાજર હતા. બાદમાં ક્રીપાલસીંહ ઘરે જવા નીકળતા કારની ચાવી ભુલી જતા લેવા ગયા હતા. જયાં ચાવી વિશે પુછતા પ્રદીપ ભરવાડે અપશબ્દો કહ્યા હતા.
આથી ક્રીપાલસીંહે અપશબ્દો બોલવાની ના પાડતા પ્રદીપ ભરવાડે ઝપાઝપી કરી હતી. ક્રીપાલસીંહ ત્યાંથી નીકળી બહાર જતા શીતલ આઈસ્ક્રીમ પાસે ઋતુરાજ રબારી અને પ્રદીપ ભરવાડે આવી લોખંડના પાઈપથી માર મારી હવે ગેસ્ટ હાઉસ પાસે દેખાઈશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ઋતુરાજ રબારી અને પ્રદીપ ભરવાડ સામે ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે બન્ને આરોપીઓને દબોચી લીધા હતા.
જયારે મંગળવારે બપોરે એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પીઆઈ એમ.એચ.પઠાણ, પીએસઆઈ એસ.એમ.શેખ, દીલીપભાઈ, દિનેશભાઈ, બળદેવસીંહ સહિતનાઓ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયુ હતુ.