Ahmedabad: ગૂજરાત વિદ્યાપીઠમાં બીકોમ, એમકોમ, બીબીએનો પણ અભ્યાસ હવે કરી શકાશે

ગૂજરાત વિદ્યાપીઠમાં હવે વિદ્યાર્થીઓ અન્ય વિવિધ કોર્સની સાથે બીકોમ, એમકોમ ઉપરાંત બીબીએનો પણ અભ્યાસ કરી શકશે. આગામી નવા શૈક્ષણિક વર્ષ-2025થી કોમર્સ ફેકલ્સીનો પ્રારંભ કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે.વિદ્યાપીઠમાં પ્રથમવાર શરૂ થનાર કોમર્સ ફેકલ્ટીનો વિભાગ સરદાર પટેલના પુત્રીના નામે મણીબહેન પટેલ મહાવિદ્યાલય તરીકે ઓળખાશે. મણીબહેન પટેલ વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી અને વિદ્યાપીઠના સ્નાતક રહી ચુક્યાં છે.ગૂજરાત વિદ્યાપીઠમાં તાજેતરમાં મંડળની બેઠક મળી હતી, અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યાં હતા. મંડળમાં લેવાયેલ વિવિધ નિર્ણયો પૈકીનો એક નિર્ણય એવો લેવાયો હતો કે, આગામી નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠમાં કોમર્સ અભ્યાસનો પ્રારંભ કરવામાં આવે. વિદ્યાપીઠમાં હાલમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા કોર્સ ચાલતા નથી. પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણિબેનના નામે મહાવિદ્યાલયનો પ્રારંભ કરવામાં આવશે. મણીબેન પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં જ અભ્યાસ કર્યો હતો. આમ, તેઓ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી અને હાલમાં વિદ્યાપીઠમાં સ્નાતક વર્ષની ઉજવણી ચાલતી હોવાથી તેમના નામે મણિબહેન મહાવિદ્યાલયની સ્થાપના કરીને કોમર્સ ફેકલ્ટી શરૂ કરવામાં આવશે. એન્ટ્રન્સ ટેસ્ટ બાદ પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રોણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવશે. એટલે કે વિદ્યાપીઠમાં બી.કોમ કરવા માટે વિદ્યાર્થીઓને અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. જેના આધારે પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.

Ahmedabad: ગૂજરાત વિદ્યાપીઠમાં બીકોમ, એમકોમ, બીબીએનો પણ અભ્યાસ હવે કરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગૂજરાત વિદ્યાપીઠમાં હવે વિદ્યાર્થીઓ અન્ય વિવિધ કોર્સની સાથે બીકોમ, એમકોમ ઉપરાંત બીબીએનો પણ અભ્યાસ કરી શકશે. આગામી નવા શૈક્ષણિક વર્ષ-2025થી કોમર્સ ફેકલ્સીનો પ્રારંભ કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે.

વિદ્યાપીઠમાં પ્રથમવાર શરૂ થનાર કોમર્સ ફેકલ્ટીનો વિભાગ સરદાર પટેલના પુત્રીના નામે મણીબહેન પટેલ મહાવિદ્યાલય તરીકે ઓળખાશે. મણીબહેન પટેલ વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી અને વિદ્યાપીઠના સ્નાતક રહી ચુક્યાં છે.ગૂજરાત વિદ્યાપીઠમાં તાજેતરમાં મંડળની બેઠક મળી હતી, અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યાં હતા. મંડળમાં લેવાયેલ વિવિધ નિર્ણયો પૈકીનો એક નિર્ણય એવો લેવાયો હતો કે, આગામી નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠમાં કોમર્સ અભ્યાસનો પ્રારંભ કરવામાં આવે. વિદ્યાપીઠમાં હાલમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા કોર્સ ચાલતા નથી. પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણિબેનના નામે મહાવિદ્યાલયનો પ્રારંભ કરવામાં આવશે. મણીબેન પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં જ અભ્યાસ કર્યો હતો. આમ, તેઓ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી અને હાલમાં વિદ્યાપીઠમાં સ્નાતક વર્ષની ઉજવણી ચાલતી હોવાથી તેમના નામે મણિબહેન મહાવિદ્યાલયની સ્થાપના કરીને કોમર્સ ફેકલ્ટી શરૂ કરવામાં આવશે.

એન્ટ્રન્સ ટેસ્ટ બાદ પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે

વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રોણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવશે. એટલે કે વિદ્યાપીઠમાં બી.કોમ કરવા માટે વિદ્યાર્થીઓને અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. જેના આધારે પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.