Nadiad: ખેડૂતને 14 લાખનો ચૂનો ચોપડનાર આરોપી પકડાયો

Feb 6, 2025 - 02:00
Nadiad: ખેડૂતને 14 લાખનો ચૂનો ચોપડનાર આરોપી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદના ગંજબજારમાં ખરીદી કરવા આવનાર રંગીત ઉર્ફે રંગો રાઉલજીએ ખેડૂતોના પાક ખરીદી બાદમાં રુપિયા ચૂકવ્યા ન હોઈ નાસતો ફરતો હોવાની બાતમી નડિયાદ ટાઉન હેડ કોન્સ્ટેબલ શ્રવણભાઈને મળી હતી. બાતમી આધારે પોલીસે સ્થળ પર પહોંચી ખરીદી કરતા રંગીતને ઝડપી પાડયો હતો.

 જેની પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે 2022માં ડભાણના ધ્રુમીલ દશરથભાઈ પટેલને બીજાની ખરી પોતાની હોવાનું જુઠ્ઠાણુ જણાવી વિશ્વાસ કરવો પડે કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં તેમની પાસેથી 1251 રુ.ભાવથી 1239 મણ તમાકુ રંગીતે (રહે.હળદરી વાટા, આણંદ) તથા તેના મિત્ર ગૌરાંગ મનુભાઈ પટેલ (રહે.બોરસદ કંથારીયા)એ ખરીદી હતી. ત્રણ માસમાં રુપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો. પણ રુપિયા ચૂકવ્યા ન હતા. બાદમાં 15.50 લાખમાંથી એક લાખ રુપિયા ગૌરાંગના ભાઈએ ચૂકવ્યા હતા. બાકીના 14.50 લાખ મામલે બંને ઠગ મિત્રો વિરુદ્ધ નડિયાદ રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. નડિયાદ ટાઉન પોલીસે રંગીતને ઝડપી પાડી નડિયાદ રુરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. આ પ્રકરણમાં હજુ એક ઈસમ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0