Kutch: શું આ રીતે ભણશે વિદ્યાર્થીઓ? 150 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક!
સરહદી જિલ્લા કચ્છમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર વિદ્યાર્થીના ભણતર પર પડી રહી છે. કચ્છ જિલ્લામાં સ્થાનિકે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે.કચ્છ જિલ્લામાં 2200 જેટલા શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું ગયું છે. પરિણામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. જિલ્લામાં શિક્ષકોની ઘટ ના કારણે શિક્ષણની હાલત કથળી છે. કચ્છના 10 તાલુકામાં શિક્ષકોની ઘટ સતાવી રહી છે. જેમાં અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં 2200 જેટલા શિક્ષકોની ઘટ સતાવી રહી છે. રાજ્ય સરકારમાં અનેકવાર રજુઆત કરવા છતાં પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રાજ્ય સરકાર શિક્ષણ લઈને મોટી મોટી વાતો કરે છે તેવામાં જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. હાલમાં જિલ્લામાં 150 જેટલી શાળામાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે. જ્યારે 100 જેટલી શાળામાં એકપણ શિક્ષક નથી, જેના કારણે આવી શાળાઓમાં વ્યવસ્થાથી શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. કચ્છ જિલ્લામાં ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. શાળામાં શિક્ષકો નહીં હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી સ્થાનિક ભરતી કરવા માટે રજૂઆત કરી છે. કચ્છના સ્થાનિક શિક્ષિત યુવકોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં કાયમી શિક્ષકોની ઘટ પૂરી શકાય તેમ છે. રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધે તેવી મોટી મોટી વાતો કરે છે પણ શાળામાં શિક્ષકો નહીં હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 703 શિક્ષકોની ઘટ બીજી તરફ અરવલ્લી જિલ્લામાં કુલ 703 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. 1188 પ્રાથમિક શાળાઓમાં 303 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિકની 254 શાળાઓમાં 400 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓના અભાવે 9 શાળાઓને તાળા મારવા પડ્યા છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 1,63,222 વિદ્યાર્થીઓ વચ્ચે કુલ 703 શિક્ષકોની ઘટ જોવા મળી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરહદી જિલ્લા કચ્છમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર વિદ્યાર્થીના ભણતર પર પડી રહી છે. કચ્છ જિલ્લામાં સ્થાનિકે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે.
કચ્છ જિલ્લામાં 2200 જેટલા શિક્ષકોની ઘટ
કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું ગયું છે. પરિણામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. જિલ્લામાં શિક્ષકોની ઘટ ના કારણે શિક્ષણની હાલત કથળી છે. કચ્છના 10 તાલુકામાં શિક્ષકોની ઘટ સતાવી રહી છે. જેમાં અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં 2200 જેટલા શિક્ષકોની ઘટ સતાવી રહી છે. રાજ્ય સરકારમાં અનેકવાર રજુઆત કરવા છતાં પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.
શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી
રાજ્ય સરકાર શિક્ષણ લઈને મોટી મોટી વાતો કરે છે તેવામાં જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. હાલમાં જિલ્લામાં 150 જેટલી શાળામાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે. જ્યારે 100 જેટલી શાળામાં એકપણ શિક્ષક નથી, જેના કારણે આવી શાળાઓમાં વ્યવસ્થાથી શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. કચ્છ જિલ્લામાં ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
શાળામાં શિક્ષકો નહીં હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે?
માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી સ્થાનિક ભરતી કરવા માટે રજૂઆત કરી છે. કચ્છના સ્થાનિક શિક્ષિત યુવકોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં કાયમી શિક્ષકોની ઘટ પૂરી શકાય તેમ છે. રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધે તેવી મોટી મોટી વાતો કરે છે પણ શાળામાં શિક્ષકો નહીં હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે.
અરવલ્લી જિલ્લામાં કુલ 703 શિક્ષકોની ઘટ
બીજી તરફ અરવલ્લી જિલ્લામાં કુલ 703 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. 1188 પ્રાથમિક શાળાઓમાં 303 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિકની 254 શાળાઓમાં 400 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓના અભાવે 9 શાળાઓને તાળા મારવા પડ્યા છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 1,63,222 વિદ્યાર્થીઓ વચ્ચે કુલ 703 શિક્ષકોની ઘટ જોવા મળી છે.