રાજ્યની GST આવકમાં ધરખમ વધારો, સરકારની તિજોરીને મોટો ફાયદો

રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યની જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2024માં GSTની કૂલ આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે. જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા વધુ છે.ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા રહ્યો ઓકટોબર 2024માં રાજ્યની જીએસટી આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે અને ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા રહેલો છે. રાજ્યને ઓક્ટોબર 2024માં વેટ હેઠળ 2,584 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 986 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા હેઠળ 28 કરોડ રૂપિયાની આવક થઈ છે. રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 9,744 કરોડ રૂપિયાની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 7 મહિનામાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 67,981 કરોડ રૂપિયાની આવક થઈ છે. દેશનું GST કલેકશન 1.87 લાખ કરોડને પાર ઓકટોબર મહિનામાં નવરાત્રિથી દિવાળી સુધી દેશભરમાં તહેવારોની સિઝનને કારણે લોકોએ મન મુકીને ખરીદી કરી છે અને તેનો સીધો જ લાભ સરકારને થયો છે. આ મહિને સરકારના જીએસટી કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને તે આંકડો 1.87 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે લોકોએ દિવાળીના તહેવારની અને સાથે જ લગ્નને લઈને પણ ધૂમ ખરીદી કરી છે, જેના કારણે સરકારી તિજોરીને પણ ફાયદો થયો અને GST કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે. રિફંડ બાદ 1.68 લાખ કરોડ GST કલેક્શન તમને જણાવી દઈએ કે સરકાર દર મહિનાના પ્રથમ દિવસે અગાઉના મહિનામાં GSTમાંથી સરકારી તિજોરીને કેટલી આવક થઈ તેનો હિસાબ જાહેર કરે છે. જો કે GST કલેક્શનના અંતિમ આંકડાની ગણતરી કરવામાં આવે, ત્યારે તેમાં રિફંડની પણ ગણતરી કરી લેવામાં આવે છે. ત્યારે ઓક્ટોબર 2024માં રિફંડ બાદ સરકારનું GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા છે અને આ ઓક્ટોબર 2023ના નેટ GST કલેક્શન કરતાં પણ 8% વધુ છે.

રાજ્યની GST આવકમાં ધરખમ વધારો, સરકારની તિજોરીને મોટો ફાયદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યની જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2024માં GSTની કૂલ આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે. જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા વધુ છે.

ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા રહ્યો

ઓકટોબર 2024માં રાજ્યની જીએસટી આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે અને ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા રહેલો છે. રાજ્યને ઓક્ટોબર 2024માં વેટ હેઠળ 2,584 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 986 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા હેઠળ 28 કરોડ રૂપિયાની આવક થઈ છે. રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 9,744 કરોડ રૂપિયાની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 7 મહિનામાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 67,981 કરોડ રૂપિયાની આવક થઈ છે.

દેશનું GST કલેકશન 1.87 લાખ કરોડને પાર

ઓકટોબર મહિનામાં નવરાત્રિથી દિવાળી સુધી દેશભરમાં તહેવારોની સિઝનને કારણે લોકોએ મન મુકીને ખરીદી કરી છે અને તેનો સીધો જ લાભ સરકારને થયો છે. આ મહિને સરકારના જીએસટી કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને તે આંકડો 1.87 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે લોકોએ દિવાળીના તહેવારની અને સાથે જ લગ્નને લઈને પણ ધૂમ ખરીદી કરી છે, જેના કારણે સરકારી તિજોરીને પણ ફાયદો થયો અને GST કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે.

રિફંડ બાદ 1.68 લાખ કરોડ GST કલેક્શન

તમને જણાવી દઈએ કે સરકાર દર મહિનાના પ્રથમ દિવસે અગાઉના મહિનામાં GSTમાંથી સરકારી તિજોરીને કેટલી આવક થઈ તેનો હિસાબ જાહેર કરે છે. જો કે GST કલેક્શનના અંતિમ આંકડાની ગણતરી કરવામાં આવે, ત્યારે તેમાં રિફંડની પણ ગણતરી કરી લેવામાં આવે છે. ત્યારે ઓક્ટોબર 2024માં રિફંડ બાદ સરકારનું GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા છે અને આ ઓક્ટોબર 2023ના નેટ GST કલેક્શન કરતાં પણ 8% વધુ છે.