Rainના વધુ એક રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગનું અનુમાન છે કે હજી વરસાદનો એક રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ ધમાકેદાર આવશે.ડાંગ,તાપી,નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,25 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી છે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ગરમી 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે,વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. 25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે. ગરમીનું વધ્યું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં 35.2 ડિગ્રી તેમજ ભૂજ, ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર છે. આજથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ આજથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે.  

Rainના વધુ એક રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગનું અનુમાન છે કે હજી વરસાદનો એક રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ ધમાકેદાર આવશે.ડાંગ,તાપી,નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,25 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી છે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ગરમી 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે,વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ થવાની સંભાવના છે.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. 25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે.

ગરમીનું વધ્યું પ્રમાણ

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં 35.2 ડિગ્રી તેમજ ભૂજ, ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર છે.

આજથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ આજથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે.