Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યો,કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા

અસારવા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા કેસ 400થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા પાણી ઉકાળીને પીવા ડોકટરની સલાહ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.સિવિલ હોસ્પિટલમાં OPD 3000થી વધુને પાર પહોંચી ગઈ છે,અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા છે.જયારે એક સપ્તાહમાં 47 કેસ જેમાં 30 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.400થી વધુ ઝાડા ઉલટીના એક સપ્તાહમાં 97 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળો વધ્યો વાઇરલ ફીવરનાં ગત મહિને 650 કેસ નોંધાયા હતા તો છેલ્લા એક સપ્તાહમાં 58 કેસ નોંધાયા છે.ટાઇફોઇડના છેલ્લા એક મહિનામાં 22 કેસ તો એક સપ્તાહમાં 7 કેસ નોંધાયા છે.પાણી ઉકાળીને પીવા ડોકટરે સલાહ આપી છે.અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. પાણીજન્ય રોગચાળો હજી પણ વધી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા છે. ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, વટવા, રામોલ હાથીજણ, ગોમતીપુર અને જશોદાનગર સહિતના વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે. પીવાનું પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી પ્રદૂષિત પાણીને લઈ ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે. કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે.

Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યો,કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અસારવા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા કેસ
  • 400થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા
  • પાણી ઉકાળીને પીવા ડોકટરની સલાહ

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.સિવિલ હોસ્પિટલમાં OPD 3000થી વધુને પાર પહોંચી ગઈ છે,અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા છે.જયારે એક સપ્તાહમાં 47 કેસ જેમાં 30 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.400થી વધુ ઝાડા ઉલટીના એક સપ્તાહમાં 97 કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગચાળો વધ્યો

વાઇરલ ફીવરનાં ગત મહિને 650 કેસ નોંધાયા હતા તો છેલ્લા એક સપ્તાહમાં 58 કેસ નોંધાયા છે.ટાઇફોઇડના છેલ્લા એક મહિનામાં 22 કેસ તો એક સપ્તાહમાં 7 કેસ નોંધાયા છે.પાણી ઉકાળીને પીવા ડોકટરે સલાહ આપી છે.અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. પાણીજન્ય રોગચાળો હજી પણ વધી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા છે.

ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા

શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, વટવા, રામોલ હાથીજણ, ગોમતીપુર અને જશોદાનગર સહિતના વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે. પીવાનું પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી પ્રદૂષિત પાણીને લઈ ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે. કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા

સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે.