કચ્છમાં સાર્વત્રિક 4થી 12 ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત
મઘામાં મેઘો ઓળઘોળઃ જન્માષ્ટમીમાં માંડવી 12 ાા, નખત્રાણા 11 ઈંચથી તરબતરભુજ અને મુંદરામાં સાડા છ, અબડાસામાં છ, ભચાઉમાં સાડા પાંચ, રાપરમાં પાંચ, અંજાર અને લખપતમાં સાડા ચાર અને ગાંધીધામમાં ચાર ઈંચ વરસાદઃ માંડવી નજીક થાર જીપ ડૂબતાં ક્ષત્રિય આગેવાનનો પુત્ર લાપતાભુજ: ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન ખોરવાયું છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે. કંડલા બંદર પર સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવવામાં આવ્યું છે. માંડવીમાં સાડા બાર ઈંચ, નખત્રાણામાં અગિયાર, મુંદરા અને ભુજમાં સાડા છ, ભચાઉ સાડા પાંચ, રાપરમાં પાંચ, અબડાસામાં છ, અંજારમાં સાડા ચાર, લખપતમાં સવા ચાર અને ગાંધીધામમાં ચાર ઈંચ વરસાદ તા.૨૫ની રાત્રિથી મંગળવારની સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયો છે.જિલ્લા પર મઘામાં મેઘો ઓળગોળ થયો છે. ''મઘા કે બરસે, માતૃ કે પરસે'' એટલે ેકે માં જો ખાવાનું પીરસે તો જ બાળકોનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રમાં વરસાદ વરસેતો ધરતી માતાની પાણીની તરસ બુઝઈ જાય છે. પાક પણ ખૂબ જ સારો થાય છે. શ્રાવણમાં ફરીથી ચોમાસું જામ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.બંદરીય નગરી માંડવી ખાતે શ્રાવણમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તા.૨૫ની મધરાત્રિથી વરસાદની શરૂઆત થઈ હતી. જન્માષ્ટમી અને મંગળવારના પણ મેઘમહેર યથાવત રહેવા પામી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે સાતમની રાત્રે એક, જન્માષ્ટમીના દસ અને મંગળવારના વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાતા કુલ્લે સાડા બાર ઈંચ જેટલો અતિભારે વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું મુખ્ય માર્ગો પરથી ઘુંટણ સમા પાણી વહી નીકળ્યા હતા. ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ગઢશીશા, મઉ, દેવપર ગઢ, વિરાણી નાની, ભેરૈયા, લુડવા, દરશડી, વાઢ, શેરડી, ભાડઈ તેમજ અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડયો હતો. અંદાજે સાત ઈંચ જેટલો વરસાદ ગઢશીશા ખાતે પડયો હતો. દેવપર ગઢમાં ભારે વરસાદથી પુલ તુટી જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. સંબંધિત તંત્ર વહેલી તકે પુલનું સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છ ે. ગઢશીશા-મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો હતો.નખત્રાણામાં સાતમની રાત્રે એક ઈંચ વરસાદ વરસ્યા બાદ સોમવારે વધુ સાડા નવ ઈંચ અને મંગળવારે અડધો ઈંચ સાથે કુલ અગિયાર ઈંચ વરસાદ ખાળક્યો હતો. નખત્રાણાના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા હતા. નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા. સોસાયટી વિસ્તારો પાણી ફરી વળ્યા હતા. શિવનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. નખત્રાણા-લખપત રોડ પર પાણી ફરી વળતા માર્ગ અવરોધાયો હતા. બસ સ્ટેન્ડ પાસેના વોકળામાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. જેને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી.નખત્રાણા તાલુકાના દેવીસર, વિભાપર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. મંગળવારમાં રવિવારની રાત્રિ થી સવાર સુધીમાં સાત ઈંચ વરસાદ પડયો હતો તેમજ હાઈવે બેટમાં ફેરવાયો હતો. વડવા કાંયા ગામે ભારે વરસાદ થતાં બસ સ્ટેન્ડ પાસે ઘુંટણ સમાં પાણી ભરાયા હતા. લોકોને હાલાકી વેઠવી પડી હતી. તેમજ રોહા સુમરી નદી બે કાંઠી વહી હતી.જિલ્લા મથક ભુજમાં સાતમની રાત્રે ઝરમર વરસાદની શરૂઆત થતાં હમીરસર કાંઠે ભરાયેલા ેમળામાં થોડીવાર માટે વિક્ષેપ સર્જાયો હતો બાદમાં રાત્રિના અડધો ઈંચ, બીજા દિવસે પોણા ચાર ઈંચ અને મંગળવારે દિવસભર ઝાપટાંનો દોર ચાલુ રહેતા સાવા બે ઈંચ વરસાદ વરસતા કુલ સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં સારો વરસાદ થતાં મોટા બંધામાં પાણીની આવક શરૂ થઈ હતી જે હમીરસર તળાવમાં પહોંચતા તળાવની સપાટીમાં વધારો થયો હતો. જિલ્લા અને સૌરાષ્ટ્ર, ગુજરત, મુંબઈથી લોકો જાણવા ઈચ્છુક બન્યા હતા કે હમીરસર તળાવ ઓગન્યું કે કેમ? વરસાદી ઝાપટાં વરસાતા બસ સ્ટેશન વિસ્તાર, વાણીયાવાડ, જયુબિલી ગ્રાઉન્ડ, ઘનશ્યામ નગર, મંગલમ સહિતના અનેક નિચાલાવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અનેક સોસાયટીમાં પાણી ઘરોમાં ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું હતું શહેરના કોટ વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાતા લોકોને પરેશાનીમાં મુકાવું પડયું હતું કેટલાક મંદિરોમાં શ્રાવણના સોથા સોમવાર નિમિત્તે શિવલીંગ અને ગર્ભગૃહ શણગાર, અને જન્માષ્ટમી નિમિત્તે ઉજવણીની તૈયારીમાં ભાવિકોને તકલીફ પડી હતી ત્રણ દિવસ દરમ્યાન અન્ય વિસ્તારોમાં વિજ વિક્ષેપ સર્જાયો હોવાની ફરિયાદો સોશિયલ મિડીયામાં જોવા વળી હતી.ભુજ તાલુકાના મીસરીયાડી ગામે તોફાની પવન ફુંકાતા અનેક ઘરોના નળિયા ઉડયા હોવાનું જાણવા મળ્યું હતું મકાનોમાં નુકશાન થયું હતું જોરદાર વરસાદ વરસ્યો હતો. બળદિયા ગામે ધોધમાર વરસાદ પડયો હતો, સુખપર, મીરઝાપર, માધાપર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. લોરીયા, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.ભચાઉમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું બન્ને દિવસ ર-રઈંચ તેમજ મંગળવારે વધુ દોઢ ઈંચ પાણી વરસતા કુલ સાડા પાંચ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ભારે પવન ફુંકાતા વૃક્ષ પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો હતો અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. અનેક વિસ્તારોમાં વરવાદ પડયો હતો. માર્ગો પરથી પાણી વાહી નીકળ્યા હતા.મુંદરામાં કુલ્લ સાડા ૬ ઈંચ વરસાદ વરસતા નગર પાણી પાણી થઈ ગયું હતું અનેક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ હતી. સાડા છ ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતુંઅબડાસામાં છ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું મુખ્ય મથક નલિયા ખાતે સોમવારે ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. મંગળવારની સવારથી મેઘરાજા મહેરબાની થતા સાંજ સુધી વધુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મઘામાં મેઘો ઓળઘોળઃ જન્માષ્ટમીમાં માંડવી 12 ાા, નખત્રાણા 11 ઈંચથી તરબતર
ભુજ અને મુંદરામાં સાડા છ, અબડાસામાં છ, ભચાઉમાં સાડા પાંચ, રાપરમાં પાંચ, અંજાર અને લખપતમાં સાડા ચાર અને ગાંધીધામમાં ચાર ઈંચ વરસાદઃ માંડવી નજીક થાર જીપ ડૂબતાં ક્ષત્રિય આગેવાનનો પુત્ર લાપતા
ભુજ: ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન ખોરવાયું છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે. કંડલા બંદર પર સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવવામાં આવ્યું છે. માંડવીમાં સાડા બાર ઈંચ, નખત્રાણામાં અગિયાર, મુંદરા અને ભુજમાં સાડા છ, ભચાઉ સાડા પાંચ, રાપરમાં પાંચ, અબડાસામાં છ, અંજારમાં સાડા ચાર, લખપતમાં સવા ચાર અને ગાંધીધામમાં ચાર ઈંચ વરસાદ તા.૨૫ની રાત્રિથી મંગળવારની સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયો છે.
જિલ્લા પર મઘામાં મેઘો ઓળગોળ થયો છે. ''મઘા કે બરસે, માતૃ કે પરસે'' એટલે ેકે માં જો ખાવાનું પીરસે તો જ બાળકોનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રમાં વરસાદ વરસેતો ધરતી માતાની પાણીની તરસ બુઝઈ જાય છે. પાક પણ ખૂબ જ સારો થાય છે. શ્રાવણમાં ફરીથી ચોમાસું જામ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.
બંદરીય નગરી માંડવી ખાતે શ્રાવણમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તા.૨૫ની મધરાત્રિથી વરસાદની શરૂઆત થઈ હતી. જન્માષ્ટમી અને મંગળવારના પણ મેઘમહેર યથાવત રહેવા પામી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે સાતમની રાત્રે એક, જન્માષ્ટમીના દસ અને મંગળવારના વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાતા કુલ્લે સાડા બાર ઈંચ જેટલો અતિભારે વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું મુખ્ય માર્ગો પરથી ઘુંટણ સમા પાણી વહી નીકળ્યા હતા. ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગઢશીશા, મઉ, દેવપર ગઢ, વિરાણી નાની, ભેરૈયા, લુડવા, દરશડી, વાઢ, શેરડી, ભાડઈ તેમજ અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડયો હતો. અંદાજે સાત ઈંચ જેટલો વરસાદ ગઢશીશા ખાતે પડયો હતો. દેવપર ગઢમાં ભારે વરસાદથી પુલ તુટી જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. સંબંધિત તંત્ર વહેલી તકે પુલનું સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છ ે. ગઢશીશા-મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો હતો.
નખત્રાણામાં સાતમની રાત્રે એક ઈંચ વરસાદ વરસ્યા બાદ સોમવારે વધુ સાડા નવ ઈંચ અને મંગળવારે અડધો ઈંચ સાથે કુલ અગિયાર ઈંચ વરસાદ ખાળક્યો હતો. નખત્રાણાના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા હતા. નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા. સોસાયટી વિસ્તારો પાણી ફરી વળ્યા હતા. શિવનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. નખત્રાણા-લખપત રોડ પર પાણી ફરી વળતા માર્ગ અવરોધાયો હતા. બસ સ્ટેન્ડ પાસેના વોકળામાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. જેને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી.
નખત્રાણા તાલુકાના દેવીસર, વિભાપર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. મંગળવારમાં રવિવારની રાત્રિ થી સવાર સુધીમાં સાત ઈંચ વરસાદ પડયો હતો તેમજ હાઈવે બેટમાં ફેરવાયો હતો. વડવા કાંયા ગામે ભારે વરસાદ થતાં બસ સ્ટેન્ડ પાસે ઘુંટણ સમાં પાણી ભરાયા હતા. લોકોને હાલાકી વેઠવી પડી હતી. તેમજ રોહા સુમરી નદી બે કાંઠી વહી હતી.
જિલ્લા મથક ભુજમાં સાતમની રાત્રે ઝરમર વરસાદની શરૂઆત થતાં હમીરસર કાંઠે ભરાયેલા ેમળામાં થોડીવાર માટે વિક્ષેપ સર્જાયો હતો બાદમાં રાત્રિના અડધો ઈંચ, બીજા દિવસે પોણા ચાર ઈંચ અને મંગળવારે દિવસભર ઝાપટાંનો દોર ચાલુ રહેતા સાવા બે ઈંચ વરસાદ વરસતા કુલ સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં સારો વરસાદ થતાં મોટા બંધામાં પાણીની આવક શરૂ થઈ હતી જે હમીરસર તળાવમાં પહોંચતા તળાવની સપાટીમાં વધારો થયો હતો. જિલ્લા અને સૌરાષ્ટ્ર, ગુજરત, મુંબઈથી લોકો જાણવા ઈચ્છુક બન્યા હતા કે હમીરસર તળાવ ઓગન્યું કે કેમ? વરસાદી ઝાપટાં વરસાતા બસ સ્ટેશન વિસ્તાર, વાણીયાવાડ, જયુબિલી ગ્રાઉન્ડ, ઘનશ્યામ નગર, મંગલમ સહિતના અનેક નિચાલાવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અનેક સોસાયટીમાં પાણી ઘરોમાં ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું હતું શહેરના કોટ વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાતા લોકોને પરેશાનીમાં મુકાવું પડયું હતું કેટલાક મંદિરોમાં શ્રાવણના સોથા સોમવાર નિમિત્તે શિવલીંગ અને ગર્ભગૃહ શણગાર, અને જન્માષ્ટમી નિમિત્તે ઉજવણીની તૈયારીમાં ભાવિકોને તકલીફ પડી હતી ત્રણ દિવસ દરમ્યાન અન્ય વિસ્તારોમાં વિજ વિક્ષેપ સર્જાયો હોવાની ફરિયાદો સોશિયલ મિડીયામાં જોવા વળી હતી.
ભુજ તાલુકાના મીસરીયાડી ગામે તોફાની પવન ફુંકાતા અનેક ઘરોના નળિયા ઉડયા હોવાનું જાણવા મળ્યું હતું મકાનોમાં નુકશાન થયું હતું જોરદાર વરસાદ વરસ્યો હતો. બળદિયા ગામે ધોધમાર વરસાદ પડયો હતો, સુખપર, મીરઝાપર, માધાપર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. લોરીયા, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ભચાઉમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું બન્ને દિવસ ર-રઈંચ તેમજ મંગળવારે વધુ દોઢ ઈંચ પાણી વરસતા કુલ સાડા પાંચ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ભારે પવન ફુંકાતા વૃક્ષ પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો હતો અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. અનેક વિસ્તારોમાં વરવાદ પડયો હતો. માર્ગો પરથી પાણી વાહી નીકળ્યા હતા.
મુંદરામાં કુલ્લ સાડા ૬ ઈંચ વરસાદ વરસતા નગર પાણી પાણી થઈ ગયું હતું અનેક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ હતી. સાડા છ ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું
અબડાસામાં છ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું મુખ્ય મથક નલિયા ખાતે સોમવારે ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. મંગળવારની સવારથી મેઘરાજા મહેરબાની થતા સાંજ સુધી વધુ બે ઈંચ પાણી વરસી ગયું હતું નલિયાથી ડુમરા જતાં માર્ગ પર ડુમરા નજીક પાપડી પર વરસાદી પાણી ફરી વળતા થોડા સમય પુરતો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હતો.
લખપત ખાતે સોમવારના ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ નોમના દિવસે સવા ઈંચ વરસાદ થતાં કુલ દયાપર ખાતે સવા ચાર ઈંચ વરસાદથી ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાયા હતા.
અંજારમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ગાંધીધામ ખાતે ચાર ઈંચ વરસાદ પડયો હતો અહિંના મંખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. કડલા બંદર ખાતે સાવચેતીના ભાગ રૂપે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ડીપડીપ્રેશનની પરિસ્થિતિ સર્જાતા બંદર પર કરંટ જોવા મળ્યો હતો. જહાજોને આઉટરબોયામાં બાંધી દેવામાં આવ્યા હતા. મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે.
વિથોણ પંથકના દેવપર, ધાવડા, ભડલી, અંગીયા, ચાવડકા, લાખિયા વિશે સહિતના અનેક સ્થળોએ વરસાદ પડયો હતો. આજુબાજુના તળાવો, ડેમો, છલકાઈ ગયા હતા. અધોછની ડેમ, ચાવડકા ડેમ ઓવરફલો થઈ ગયા છે. વિથોણનું સંત સરોવર ફરી ઓગની ગયું હતું ખેતરમાં પાણી ભરાઈ જતા તળાવ જેવા દ્દશ્યો સર્જાયા હતા.
કંડલા બંદરે સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું સિંગ્નલ
ડુમરા નજીક પાપડી પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો
દેવપરગઢમાં પુલ તૂટી જતાં ગ્રામજનોને મુશ્કેલી ભોગવવી પડી
ગઢશીશા-મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા
નખત્રાણાના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા
વોકળામાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ ઃ સ્થાનિક લોકોએ બચાવી
મીસરીયાડા ગામે તોફાની પવન ફુંકાતા અનેક ઘરોના નળિયા ઉડયા